તારા મનની વાત.. ભાગ -6
( કૉલેજ કેન્ટીનમાં )
મોહિની આજે કેમ મોડુ થયું હું ક્યારની બેઠી છું યાર રાહ જોઈને.અદિતીએ કંટાળા સાથે કહ્યું. આદું તને ખબર છે. કાલે આપણે પિઝા ખાવા ગયા તાં ત્યાં એક છોકરો આવેલો યાદ છે બાજુંના ટેબલ પર .હા, યાદ છે. કેમ , આજે એનું એક્સિડન્ટ થયું ગયું .શું વાત કરે છે ! અદિતી એ આશ્ચર્યથી કહ્યું .આદુ એ જે છોકરો છે, એ મારી જ ક્લાસનો અને મારી જ કાસ્ટનો છે.ઓ...કે... પણ તું કેમ ટેન્શનમાં છે આટલી ! એ જે છોકરો છે એને વધારે વાગ્યું નથી ખાલી પગે સ્હેજ વાગ્યું છે. એટલે સુચિત્રા મૅમ એ અસાયમેન્ટ બેની પૅર માં આપ્યા છે. એની પૅરમાં હું છું .....અદિતી હસવા લાગી એમાં શું ટેન્શન લેવાનું પાગલ ... શાંતી થી કામ કરવાનું ઢીલું નઈ પડવાનું ઓ...કે..
' અર્જીત કેમ છે.?' મોહીની એ સ્વસ્થ થતાં ક્હયું. સારો છે. આજે જ ગયો..
જે છોકરાની મોહિની વાત કરતી હતી. એ બીજુ કોઈ નઈ પણ એને કોલેજમાં ભટકાયેલો વાલ્મિક હતો. કોલેજ પૂરી થયા પછી બન્ને લાઈબ્રેરીમાં બેઠા .અને અસાઈમૅન્ટ લખવા લાગ્યા. આજથી પહેલાં મોહિનીએ કોઈ છોકરા સાથે બહુ વાત-ચીત કરેલી ન હતી.