Gujarati Quote in Story by Ami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ એક વાત.. ભાગ-5 
  
               મોસમીને આજે નાંચતા કૂદતા જોઈ , હું પણ એની સાથે નાની બની ગઈ. સમય કયાં પસાર થઈ ગયો તેની ખબર જ  પડી નહીં.
              સાંજે હું રસોઈ કરવા બેસી અને મોસમી મારી પાસે બેસી રમતી હતી. હું પરોઠા બનાવતી હતી.એ જોઈ મોસમીએ પણ પરોઠા વણવાની જીદ કરવા લાગી. છેલ્લે રસોઈ કરી મેં મોસમીને થોડી કણેક વણવા માટે આપી. મોસમી ધણીવાર કણેક લઈ રમકડાંની  પાટલી પર રમતી.આજે તો કંઈક નવું જ જોવા મળ્યું મોસમીએ એકદમ ગોળ નાનો પરોઠો વણ્યો. મને કહેવા લાગી આ રોટલી હું મમ્મા-પપ્પાને ખવડાવીશ.આ સાંભળી મેં મનોમન નક્કી કર્યુ કે આજે હું રમણભાઈને મોસમી વિશે  સમજાવીશ.
           રાતે રમણભાઈ જોડે વાત કરવા હું મોસમી સાથે તેમના ઘરે ગઈ .તેમણે ખુશ થઈ આવકાર આપ્યો બેસવા કહ્યું.મોસમીએ બનાવેલા નાના પરોઠા મેં વીણાબેનને આપ્યા 'આ તમારી મોસમીએ વણ્યા છે.'વીણાબેનને નવાઈ લાગી પહેલા તો તેમણે વિશ્વાસ જ ના આવ્યો પછી તે બપોરે બનેલું યાદ કરી ઢીલા પડી ગયા.

Gujarati Story by Ami : 110164767
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now