જે બંધ અને ખુલ્લા અાંખે જોવાય તે સપના,
જેના માટે દિવસ રાત એક કરી ને મહેનત કરીએ એ સપના,
જેના માટે કઈ પણ ગુમાવા તૈયાર થઈ જઈએ એ સપના,
જેના માટે આપણે તુટી જઈએ પણ એને ના તુટવા દઇએ એ સપના,
એ સપના જ શું કામ ના જે પુરા કરવા માટે ના જોવાય,
કયારેક સપના જીવતા થયા ની ખુશી મળે છે,
કયારેક સપના મરી જવાનું દુઃખ,
પણ નથી તુટતી એ છે સપના જોવાની ભુખ,
સપના જોવાની ભુખ....