Gujarati Quote in Story by Ami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

  બસ એક વાત ..... ભાગ - 2 

                  મોસમી...... હજુ જાગે છે ?  આ છોકરી કંઈ જ સમજતી જ નથી . વીણાબેન બૂમો પાડતા પાડતા મોસમીનાં રૂમમાં આવ્યા. ચાલ સૂઈજા હવે કાલે પરીક્ષા છે, ને તારે !. 
પણ મમ્મા કાલે મારે પહેલું પેપર છે. મારે બહુ જ ટેન્શન છે. મારે  બહુ જ બધુ રીડ કરવાનું છે. પપ્પાએ 99% લાવવાનું કીધું છે. હું 99% લાવીશ તો પપ્પા મને મોટી ડૉલ, ટૅડી ,બહું જ બધી ચૉકલૅટસ્ લાવી આપશે અને હું પપ્પાની ગૂડ ગર્લ બની જઈશ. એવું પપ્પાએ મને કીધું છે. વીણાબેન તો આ બધું સાંભળી ખૂબ ખુશ થયા અને મોસમી ને પછી સૂઈ જજે , દૂધ ગ્લાસમાં મૂકયું છે પીલે જે , ઓઢીને સૂઈ જજે બધી સૂચનાઓ આપતા તે પોતાના રૂમમાં ગયા. 
              ચારે ઘરની ચોકડીઓ એક જ જગ્યા એ ભેગી થતી.સવારે કપડાં ,વાસણ કરતા ચોકડીમાં અમારી વાતો ચાલતી.  વીણાબેને રાતે મોસમી વાંચવા બેઢી એણે કેવી ડાઈ ડાઈ વાતો કરી બધું વિગતવાર કહયું. બાજુ વાળા નીલાબેને પણ મોસમીનાં વખાણ કર્યા.નીલાબેને પણ પોતાના સ્મિતનાં વખાણ ચાલુ કર્યા. બાળકોનાં વખાણ કરી જાણે મારુ બાળક વધારે હોશિયાર છે , વગેરે પ્રકારની દલીલો કામ કરતા કરતા ચાલી .
             બપોરે વીણાબેન જોર જોરથી ગુસ્સામાં બોલતાં  અને રમણભાઈ કોઈને મારતા હોય તેવું લાગ્યું. મારાથી રેવાયું નહીં.ઘરની બહાર આવીને જોયું પણ કંઈ સમજાયું નહીં એમના ઘરમાંથી આવતાં અવાજમાં વધારો થતો હતો. તેમના ઘરમાં જઈ જોવાની બહું જ ઈચ્છા થઈ પણ એમના ઘરમાં જવાં માટે પગ ઉપડતાં જ ન્હોતા. કદાચ વીણાબેન અને રમણભાઈ વચ્ચે ઝઘડો ચાલતો હશે તો ! . એવું વિચારી હું ઘરમાં પાછી આવી. ત્યાં જ મોસમીનો રડવાનો અવાજ આવ્યો .હું કંઈ  જ વિચાર કર્યા વગર તેમના ઘરમાં દોડી ગઈ.

Gujarati Story by Ami : 109312380
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now