Quotes by Ashok Vavadiya in Bitesapp read free

Ashok Vavadiya

Ashok Vavadiya

@vavadiya64gmailcom
(17)

દ્વાર મનના બધા હવે ખોલો,
ને પછી મીરા જેમ જ ડોલો.

એક ઈચ્છા મૂકો પટારામાં,
કે પછી ત્રાજવે તમે તોલો.

ધૂળનું ઢેફુ જિંદગી, તડકો-
ટાઢ હો, ફેર શું પડે બોલો.!

તુંજ ઈશ્વર થઈ શકે તો થા,
આજ અવતાર છે મહામોલો.

હા,મને ઈશ મળી ગયો મુજમાં,
તમતમારે તમે મરજી ઠોલો.

વાંસળી એજ થઈ શકે’રોચક’,
બહાર નક્કોર, ભીતરે પોલો.

-અશોક વાવડીયા

Read More

એટલે સાવ આમ લીસો છે,
લાગણી વાંચતો અરીસો છે.

એટલે નીકળી ગયો આગળ,
મારી પાછળ ય એક કિસ્સો છે.

કાંડ થઈ જાય એવી ઘટનાનો,
આ હત્યારો વિચાર હિસ્સો છે.

પંખી પીંખાય ગ્યું,હતું હમણાં.!
એક માત્ર બચેલ ચીસો છે.

છે ઉપર આ ધરાનો છેડો,કે-
આભનો એક છેડો નીચો છે.?

-અશોક વાવડીયા

Read More

હો સફર મુશ્કેલથી મુશ્કેલ પણ ખેડી નથી,
એમ સમજો જાતને આખી હજું રેડી નથી.

છે દફન ઇતિહાસમાં વાસ્કો-દ-ગામાની સફર,
એજ તારણ, કે તમારા પગમાં પણ બેડી નથી.

ત્યાં જવા માટે પ્રથમ મરવું પડે છે આમતોર,
ત્યાં જવા સીધી સડક કે કોઈ પણ કેડી નથી.

જિંદગીભર કાખમાં દુ:ખને રમાડ્યાનો લગાવ,
આંગણે આવી ખુશી મેં એટલે તેડી નથી.

એક જ સંતોષ છે “રોચક”જીવનનો સાર પણ,
ઝૂંપડીમાં ઝૂંપડીની મોજ, છો મેડી નથી.

-અશોક વાવડીયા

Read More

પર્યાવરણ દિવસની અઢળક શુભેચ્છાઓ ...!!!

વૃક્ષ ઊભું છે, શાણ ચાલે છે;
આજ નક્કી કમાડ ઊગવાનું.

-અશોક વાવડીયા

*શાણ=કરવત

Read More

વાત આવીને ઉભી રહી પણ સુધી,
હું પહોંચી ના શકયો એક જણ સુધી.

હું પ્રથમ ખોવાય ગ્યો મારા મહીં,
હું મને મળી ના શક્યો ઘણી ક્ષણ સુધી.

જળ જીવન છે, ઝાડવાથી શ્વાસ છે,
ઝાંઝવાની પહોંચ માત્ર રણ સુધી.

એટલે જીવંત લાગે છે ધરા,
વ્યાપ ઈશનો છે હજું કણ કણ સુધી.

છૂટશે ત્યારેજ સુખને પામશે,
બાકી એ પીડાય છે વળગણ સુધી.

-અશોક વાવડીયા

Read More

ગઝલ...હાથ છે હરિહરનો...!!!

એટલો વાંક છે હરિહરનો,
જીવત્વ* હાથ છે હરિહરનો.

એ નથી તોય સર્વત્ર દેખાય,
એજ ચમત્કાર છે હરિહરનો.

છે,નથી કે હતા, હશે ઈશ્વર.!
એક વિવાદ છે હરિહરનો.

જન્મથી જિંદગી જમણ જેવી,
મોત પ્રસાદ છે હરિહરનો.

જિંદગી ભૂલ ચૂક માંફી,લ્યો-
આવજો,સાદ છે હરિહરનો.

-અશોક વાવડીયા

*જીવત્વ = જીવપણું; ચૈતન્યપણું.
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો  
ફાઇલાતુન મફાઇલુન ફઅલુન

Read More

ગઝલ...પ્રભાત ઉગવાનું...!!!

રાત વીતશે પ્રભાત ઉગવાનું,
એમજ સુખ અમાપ ઉગવાનું.

તર્ક, પદબંધની જુગલબંધી;
સંભવિત ધારદાર ઉગવાનું.!

વૃક્ષ ઊભું છે, શાણ ચાલે છે;
આજ નક્કી કમાડ ઉગવાનું.

માનવીનું સ્વભાવગત એવું,
આથમે આજ,આજ ઉગવાનું.

યુગયુગોથી મથે છે જીવણજી,
નભ ધરા આરપાર ઉગવાનું.

મનુ સ્વભાવાનુસાર લોભિયો,
ક્યાં સરળ છે ઉદાર ઉગવાનું.!

-અશોક વાવડીયા

*તર્ક = કલ્પના, અનુમાન,સંભાવના
*પદબંધ = છંદોબદ્ધ રચનાનું માળખું, દેશીબદ્ધ રચનાનું માળખું,
*શાણ = કરવત.
*જીવણજી = જીવન; પ્રાણ.


છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

Read More

ગઝલ...સવાર છૂટે છે...!!!

હાથમાંથી સવાર છૂટે છે,
એમનાં સૌ ખવાબ તૂટે છે.

નિત્ય માળીપણું કરે છે એજ,
બાગમાં ના ગુલાબ ચૂંટે છે.

શેખચલ્લી વિચાર વાળાનું,
એકનું એક નસીબ ફૂટે છે.

વાલ્મિકી વેશમાં હજું ઝાઝા-
વાલિયા મન સમાજ લૂંટે છે.

શબ્દ 'રોચક',વિચાર નોખાં છે;
એ કલમથી તુમાર* ઘૂંટે છે.

-અશોક વાવડીયા

*તુમાર= કાગળ
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

Read More

ગઝલ...કડવું વેણ બાળી નાખશે...!!!

એ કપટની શબ્દજાળી નાખશે,
વાત બીબાંઢાળ ઢાળી નાખશે.

ક્યાં જરૂરત લાકડાં ને આગની,
એક કડવું વેણ બાળી નાખશે.

સુખ વહેંચીને જ સુખને પામવું,
દુખ જગતનો તાત ખાળી નાખશે.

વાર છે વાસીદું વાળે એટલી,
મા જ મારી બીક વાળી નાખશે.

એટલો દમદાર પાલવ માઈનો,
ધોમ તડકા નેય ગાળી નાખશે.

-અશોક વાવડીયા

છંદ= રમલ બહર નો ૧૯ માત્રા લટકાના શેર સાથે
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

Read More

એક દાવાનલ દઝાડે,
બીજી વિરહ પળ દઝાડે.

કોણ સમજાવે સમજને,
કે વધું સમજણ દઝાડે.

ધોમ લાગી હો તરસ,રણ-
ઝાંઝવાંના છળ દઝાડે.

દ્રાર ઊભી પાનખર ને,
શ્વાસનું બળતણ દઝાડે.

શે કહો તમ આપણાં.? અહી-
આપણાં પળપળ દઝાડે.

- અશોક વાવડીયા

Read More