ગઝલ...હાથ છે હરિહરનો...!!!
એટલો વાંક છે હરિહરનો,
જીવત્વ* હાથ છે હરિહરનો.
એ નથી તોય સર્વત્ર દેખાય,
એજ ચમત્કાર છે હરિહરનો.
છે,નથી કે હતા, હશે ઈશ્વર.!
એક વિવાદ છે હરિહરનો.
જન્મથી જિંદગી જમણ જેવી,
મોત પ્રસાદ છે હરિહરનો.
જિંદગી ભૂલ ચૂક માંફી,લ્યો-
આવજો,સાદ છે હરિહરનો.
-અશોક વાવડીયા
*જીવત્વ = જીવપણું; ચૈતન્યપણું.
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઇલાતુન મફાઇલુન ફઅલુન