જાય છે
ફેકેલા શબ્દોની શાહી ના છંટકાવથી,
પ્રેમથી લખાયેલા શબ્દો ખરડાઈ જાય છે.
વાતને ભૂલી જઈએ તો હાથ પકડાયેલો રહે છે,
વાતને પકડી રાખીએ તો હાથ છૂટી જાય છે.
ખુલ્લી આંખે વંચાતા પુસ્તક ના પાત્રો,
મનને સ્વપ્ન સૃષ્ટિમાં લઈ જાય છે.
જિંદગી સાવ સીધી અને સરળ હોય છે,
જીવવાની રીત જ તેને અઘરી બનાવી જાય છે.
વિશ્વાસના હોઠોથી ફળ ચાખીએ તો,
મીઠાશ આપોઆપ ભળી જાય છે.
સબંધ અને સંપત્તિ મુઠ્ઠી માં રાખીએ તો રેતી છે,
વાવતા રહીએ તો હરિયાળી ખેતી બની જાય છે.
વર્તન અને શરીરનું અદ્રશ્ય અંગ છે,
તેના થકી ચારિત્રય પરખાઈ જાય છે.
લાગણી એ આંસુઓથી બંધાયેલું વાદળ છે,
મળે તો વરસે ને ન મળે તો પણ વરસી જાય છે.
ઉર્વશી એચ ત્રિવેદી