The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું અને હું એવો એક સંગાથ નો સાથ જોઈએ છે અપેક્ષા ઓ તો ઘણીય છે જીવનમાં પણ એક તું મળે તોય ઘણું છે
હવે તો અજવાળું પાથર દિલનો દીવો થાને ક્યાં સુધી તડપાવિસ ક્યારેક તો મારો થાને નિજ સપનામાં મિલનનો અણસાર વર્તાઈ છે હકીકતમાં તો એકવાર રૂબરૂ થાને અભિભૂત થવું છે તારા પ્રેમ થી ક્યારનુંય હવે એક પળ તો સંગાથ ની આપને જપુ છું તારા જ પ્રેમ ની એક માળા નથી આજ મારે કોઈ બીજી મોહ માયા આજ જાણવો છે મારે તારા અંતરનો સાદ શું ઈરાદો છે તારો હવે તો જણાવ ને -Paresh Bhajgotar
पांव जमीं पे अच्छे है, मुजे उड़ने की आदत नहीं है. सीने मे दर्द बेशुमार है, मगर रोने की अब जरूरत नहीं है. मेरा होंसला अब भी बुलंद हैं, मुजे किसी के अहेसान की जरूरत नहीं है. हर करतब यही दिखाऊंगा मे, मुजे किसी रंगमंच की जरूरत नहीं है. मुजे उठना है अपने पेरो पे, मुजे किसी के कंधो की अब जरूरत नहीं है. अकेले चलना मुजे बड़ी अदब से आता है, मुजे अब किसी के साथ की भी जरूरत नहीं है. इस बार मेरा सफल होना तय है, अब हारने का शोक मनाने की जरूरत नहीं है... -Paresh Bhajgotar
મળે જો એમનો સાથ તો શું વાત થાય, રંગોમાં ભળીને ઉમંગનો શું સૈલાબ થાય. આંખોથી જો મળે આંખો તો અણધારી જો વર્ષા થાય, વાત જો એ આગળ ધરે તો કોયલનો ટહુકાર થાય. પાપણનાં પલકારામાં જો હા ની અનુભૂતિ થાય, તો મોજાની શું વિષાદ, હૈયાની હેલીની પણ ભરતી થાય મળવાની જો ઝંખના એના મનમાં પણ જાગે તો શું થાય ખુલ્લા મને ભેટી જવાની તીવ્ર ઇચ્છા આજ થાય. -Paresh Bhajgotar
ભરી મહેફિલમાં તારી ગેરહાજરી વર્તાઈ છે, હાસ્યથી છુપાવી લઉં તો આંખો ઘણું કહી જાય છે, ભૂલવામાં તો જગ આખું આ ભુલાઈ ગયું છે, પણ તારું એ સ્મિત આજે પણ માનસમાં અકબંદ છે. પૂછે જો કોઈ તો ક્યાં કઈ કહેવાઈ છે, બસ એકલતામાં જઈને રડી લેવાનું મન થાય છે, નથી અફસોસ એવું કહી ખુદને મનાવી લેવાઈ છે, છતાં પણ મનમાં ખોટ ઘણી પારાવાર છે. ઉઘાડી આંખે સપના હવે ઓજલ થતાં જાય છે, અધવચ્ચે આવીને હવે રસ્તો પણ ક્યાં દેખાઇ છે, અવસર ક્યાં હવે ફરી મળવાનો જણાઇ છે, લાગે છે જિંદગી પણ હવે દૂર જતી દેખાઈ છે... -Paresh Bhajgotar
અભિલાષાની હજી અપૂર્તિ છે ને, ઘણાં જખમ હજી ડંખે છે, હકીકત કાઈ જુદી જ હતી, પણ આ કાલ્પનિક ચિત્રો હજી મૂંઝવે છે, જુની થયેલી એ ચિત્રમંજુષામાં, ખરડાયેલી એ છબી હજી ખૂંચે છે, તાંતણે બંધાયેલી એ દોરીઓ એક એક કરતી તૂટે છે, ને ખરી જવાના ખોફમાં મનડું એવું જ દુભે છે, હજી તો એ અહેસાસ થમ્યો જ ક્યાં છેને, ફરી આ મેહ સંભારણું લઈને આવ્યો છે, -Paresh Bhajgotar
એને થોડીવાર પણ થામી નાં શક્યો વગોળાતી વાતોમાં ભાળી નાં શક્યો પ્રેમ ખાતર પ્રેમથી જીરવ્યો પણ ખરો ભાવ હું પારખી નાં શકયો ઉંડાણથી સમજવાની કોશિસ ઘણી કરી પણ ઊંડા અંધકારમાં એ તિક્ષણ નજર હું કરી ના શક્યો નીત્ય આવતી સાંજની સથવારને આબેહૂબ હું નિહાળી નાં શક્યો મુદ્દો પાછો ફરીને એ જ જગ્યાએ ઠર્યો જ્યાંથી છૂટો પડ્યો એ જ ઠેકાણે પાછો ફર્યો જેને ઝંખયો મે શ્વાસમાં અમી તણી એજ કોષોદૂર મારી જાત પર હસતો રહ્યો -Paresh Bhajgotar
નથી જાણતો શું થઈ રહ્યું છે આજે, તારી પાછળ પાછળ ફરું છું આજે, હું ખુદથી હેરાન છું આજે, કદાચ તારા પ્રેમમાં છું આજે. એક વિડંબળા માં છું આજે, ઘડી ઘડી તારી છબી જોવ છું આજે, તને મળવા તડપું છું આજે, કદાચ તારા પ્રેમમાં છું આજે. સપનાઓમાં તું જ છો આજે, કલ્પ્નાઓમાં પણ તું જ છો આજે, મારા દરેક પળમાં તું જ છો આજે, કદાચ તારા પ્રેમમાં છું આજે. -Paresh Bhajgotar
અંતરમાં રહીને લાગણીઓના કાળા કેર કર્યા છે, વિખૂટા પડીને અમારા પ્રાણ હર્યા છે, અંધકારમા અમને તરછોડી નોંધારા કર્યા છે, એક બેવફાએ અમને પથ્થર દીલ કર્યા છે. સ્નેહની સરિતામાં ડૂબાડી અમને તરછોડીયા છે, એક અમથી વાતથી અળગા થયા છે, જીંદગીની આ કાંટાળી રાહમાં અધવચ્ચે છોડ્યા છે, એક બેવફાએ અમને પથ્થર દીલ કર્યા છે. આંખોમાં એણે અમારી બસ આંસુઓના વહેણ છોડ્યા છે, ના કરી શકું કોઈ પર વિશ્વાસ એવા જખમ કર્યા છે, પ્રેમ કરનારા આજ અમને છોડી જતાં રહ્યાં છે, એક બેવફાએ અમને પથ્થર દીલ કર્યા છે. -Paresh Bhajgotar
मेरे चाहने ना चाहने से क्या फर्क पड़ता था फ़ैसला तो उन्हीं के लब्जो से जो होता था में तो सो भी जाता उसके इंतजार में ना जाने कितनी रातें एक वो था जो शायद हमे धीरे धीरे भुला रहा था -Paresh Bhajgotar
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser