ભરી મહેફિલમાં તારી ગેરહાજરી વર્તાઈ છે,
હાસ્યથી છુપાવી લઉં તો આંખો ઘણું કહી જાય છે,
ભૂલવામાં તો જગ આખું આ ભુલાઈ ગયું છે,
પણ તારું એ સ્મિત આજે પણ માનસમાં અકબંદ છે.
પૂછે જો કોઈ તો ક્યાં કઈ કહેવાઈ છે,
બસ એકલતામાં જઈને રડી લેવાનું મન થાય છે,
નથી અફસોસ એવું કહી ખુદને મનાવી લેવાઈ છે,
છતાં પણ મનમાં ખોટ ઘણી પારાવાર છે.
ઉઘાડી આંખે સપના હવે ઓજલ થતાં જાય છે,
અધવચ્ચે આવીને હવે રસ્તો પણ ક્યાં દેખાઇ છે,
અવસર ક્યાં હવે ફરી મળવાનો જણાઇ છે,
લાગે છે જિંદગી પણ હવે દૂર જતી દેખાઈ છે...
-Paresh Bhajgotar