એને થોડીવાર પણ થામી નાં શક્યો
વગોળાતી વાતોમાં ભાળી નાં શક્યો
પ્રેમ ખાતર પ્રેમથી જીરવ્યો પણ
ખરો ભાવ હું પારખી નાં શકયો
ઉંડાણથી સમજવાની કોશિસ ઘણી કરી પણ
ઊંડા અંધકારમાં એ તિક્ષણ નજર હું કરી ના શક્યો
નીત્ય આવતી સાંજની સથવારને
આબેહૂબ હું નિહાળી નાં શક્યો
મુદ્દો પાછો ફરીને એ જ જગ્યાએ ઠર્યો
જ્યાંથી છૂટો પડ્યો એ જ ઠેકાણે પાછો ફર્યો
જેને ઝંખયો મે શ્વાસમાં અમી તણી
એજ કોષોદૂર મારી જાત પર હસતો રહ્યો
-Paresh Bhajgotar