અંતરમાં રહીને લાગણીઓના કાળા કેર કર્યા છે,
વિખૂટા પડીને અમારા પ્રાણ હર્યા છે,
અંધકારમા અમને તરછોડી નોંધારા કર્યા છે,
એક બેવફાએ અમને પથ્થર દીલ કર્યા છે.
સ્નેહની સરિતામાં ડૂબાડી અમને તરછોડીયા છે,
એક અમથી વાતથી અળગા થયા છે,
જીંદગીની આ કાંટાળી રાહમાં અધવચ્ચે છોડ્યા છે,
એક બેવફાએ અમને પથ્થર દીલ કર્યા છે.
આંખોમાં એણે અમારી બસ આંસુઓના વહેણ છોડ્યા છે,
ના કરી શકું કોઈ પર વિશ્વાસ એવા જખમ કર્યા છે,
પ્રેમ કરનારા આજ અમને છોડી જતાં રહ્યાં છે,
એક બેવફાએ અમને પથ્થર દીલ કર્યા છે.
-Paresh Bhajgotar