અભિલાષાની હજી અપૂર્તિ છે ને,
ઘણાં જખમ હજી ડંખે છે,
હકીકત કાઈ જુદી જ હતી,
પણ આ કાલ્પનિક ચિત્રો હજી મૂંઝવે છે,
જુની થયેલી એ ચિત્રમંજુષામાં,
ખરડાયેલી એ છબી હજી ખૂંચે છે,
તાંતણે બંધાયેલી એ દોરીઓ એક એક કરતી તૂટે છે,
ને ખરી જવાના ખોફમાં મનડું એવું જ દુભે છે,
હજી તો એ અહેસાસ થમ્યો જ ક્યાં છેને,
ફરી આ મેહ સંભારણું લઈને આવ્યો છે,
-Paresh Bhajgotar