The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
:tulip: *મહાવીર જન્મકલ્યાણક...* *આજે વિચારુ છુ કે કેવી હશે એ ક્ષણો ? કે, જ્યારે તમારો જન્મ થયો હશે ..* *કલ્પના ના ઘોડાઓ હણહણી ઉઠયા ..* *ચાલી નીકળી પ્રભુ ! તારા એ અદ્ભુત ..મલક મા...* *શુ થયું હશે...?* :snowflake: *પ્રકૃતિ* એ પણ મદભરેલા રંગો ધારણ કર્યા હશે..! :sweat_drops: *આકાશમાં* ...ઘેરો પણ ચમકતો અંઘકાર.. :palm_tree: *પવન* પણ ધીમો ધીમો અનોખી સુગંધ સાથે લહેરાતો હશે... *બાગ - બગીચાઓ* પણ ઉન્મત બની ફુલ્યા ફાલ્યા હશે. !:blossom::hibiscus::sunflower::rose::wilted_rose: *ગુલાબ...મોગરો...ચંપો...જુઇ* *મધુમાલતી..અને બીજા પણ ફુલો..પોતાની સુગંધ અનુભવી ખુદ આશ્ચર્ય અનુભવી રહ્યા હશે* ..! *ને પવન પણ એ સુગંધ લઇને...હરખાતો હરખાતો ..એ સુગંધને ચોતરફ ફેલાવી રહ્યો હશે ..!* :dizzy: *આકાશના તારા..અને નક્ષત્રો. ચાંદ પણ*. આજે કંઈક વધુ તેજસ્વી બની રહ્યા હશે...! *મંદિર ની ઝાલરીઓ ધીમી ધીમી રણકી રહી હશે...!*:bell::bell: *પ્રજા પણ આ વાતાવરણ ને લઈને .ઘેરી ઉંઘમાં હશે...!* :gem: *રાજા સિદ્ધાર્થ કંઈક અલગ આનંદ ને અંતરમાં અનુભવી રહ્યા હશે...!* :gem: *અને માતા ત્રિશલા* ... *મા ત્રિશલા ..કંઈક અલગ સ્પંદનો દિલમા અનુભવી રહ્યા હશે.. !* *ધડકનોમા આજે હ્રદયનુ નૃત્ય પણ સંભળાતું હશે..!* *મનનો મયુર પણ આજે ઉન્મત બની નાચી રહ્યો હશે... !* :peacock: *આંખોમાં.. બાલુડો કેવો હશે ?* :interrobang: *આવો હશે... ને તેવો હશે...!:interrobang:* *કલ્પનાઓના ઘોડાપુર તો બસ..અવિરત ચાલતા હશે .!* :wilted_rose: *હૈયું તો હાથમાં નહીં હોય...!* :heartpulse: *મન વિચારતુ હશે ... મારો બાલુડો ત્રિલોકનો નાથ થવાનો...પણ મારા માટે તો મારો વ્હાલો બાલુડો જ રહેશે . !* :palm_tree: *એ ભલે સર્વજ્ઞ બને...* :blossom: *પણ મારા તો હ્રદય નો ધબકાર છે...મારી નજરોથી અને ક્યારેય દૂર નહીં થવા દઉ ...!* :rose: **એવું વિચારતા મહેલના ઝરુખે...* *મંદ મંદ પવન ના ઝોંકે ...મનોમન મલકાતા હશે...!* :hibiscus: *અને હૈયાને તો બંને મુઠ્ઠીમાં જકડીને...બંને મુઠ્ઠીઓ વાળીને બેઠા હશે..!.* :sunflower: રખેને.... *આ વિચારો દુર સરી ના જાય...હાલ તો આ વિચાર જ મારા માટે અમુલ્ય સંપતિ છે...ને પછી તો..જ્યારે....* *મારો બાલુડો ..મારાં ખોળે આવશે..* *મારાં હાથમાં આવશે...* *ત્યારે તો એ બાલુડો ને. હુ....* *એ સિવાય કોઇ નહીં .:dizzy:.મારાં વિચારો કે મારા શમણે...કોઇ નહીં...હુ ને.મારો બાલુડો...!* :ocean: *માતા એમ વિચારતી શય્યામા પોઢી હશે* !:snowflake: *મીઠા મીઠા શમણાં સાકાર થવાના એંધાણા આવી લાગ્યા. !* :gem: *અને એ અદ્ભુત ને અદ્વિતિય ક્ષણો આવી પહોંચી ..!* :gem: *ચોમેર અજવાળું...અજવાળું...!* :sunny: *માતાએ ત્રિલોકનાથ ને વધાવ્યા ..!*:maple_leaf: *હરખઘેલી બની...બાલુડાના ઓવારણા લીધા...!* :tanabata_tree: *ચરમ તીર્થંકર...આ લોકના જીવોને સાચો માર્ગ બતાવવા આ ધરતી પર પધાર્યા...!* :rainbow: *મહા ઉપકારી ..વીર પ્રભુનો જન્મ થયો...!* :rainbow: *દેવ દુદુંભિ ગાજી ઉઠ્યા ...!* *દેવલોક આખું હિલોળે ચડયું...!* :musical_score::trumpet::drum::guitar: *નારકી મા પણ અજવાળા પથરાયા ..!* :sparkles: *દેવો બાલુડાને નિહાળવા આકાશમાં ઉમટવા લાગ્યા .. !* :shamrock: *પડાપડી કરવા લાગ્યા...!* *ઘેર ઘેર રંગોળીઓ પુરાઇ!* *તોરણ બંધાયા... !* :cherry_blossom: *લોકો ઘેલા બન્યા છે..* ! *અમારો રાજકુમાર...*:rainbow: *અમારો હૈયાનો હાર..* :rainbow: *અમારો તારણહાર..* :rainbow: *આવી પહોંચ્યો...!* :pray_tone4:
એક રચના આજે સવારે ચાલતો હતો ત્યાં કોઈકે બોલાવ્યો. જોયું તો પીપળો. હું ઝડપથી ચાલતો પીપળા પાસે ગયો, વંદન કર્યા. ખબરઅંતર પૂછ્યા. કહે મને તો કંઈ થયું નથી, પણ તમે બધા ઓક્સિજન માટે વલખાં મારો છો તે મારાથી જોયું જતું નથી. પીપળાના કંઠમાં ભીનાશ હતી. મેં કહ્યું.. અમે હવા બગાડી, આરોગ્ય બગાડ્યું, શરીર વારંવાર ખોટવાઈ જાય તેવા ધંધા કર્યા, હવે વાત પ્રાણવાયુએ પહોંચી છે... વાંક તો અમારો જ છે ને? પીપળો બોલ્યો: આવી સમજણ છે એ બહુ મોટી વાત છે. મને અફસોસ એ વાતનો છે કે હું 24 કલાક ઓક્સિજન બનાવું છું તો પણ આવા કપરા સમયમાં માણસજાતને મદદ કરી શકતો નથી... મેં કહ્યું મન નાનું ના કરો, તમે તો સદીઓથી અમને પ્રાણવાયુ આપી જ રહ્યા છો.. અમને કોઈ ટીપ્સ આપો.. પીપળો વિચારમાં પડ્યો. થોડું ફરફર્યો. બોલ્યો... માણસ જાત કોઈની ટીપ્સ લે એ વાતમાં માલ નથી. મેં કહ્યું હવે એવું નથી દેવ.. હવે અમારી સાન ઠેકાણે આવી છે.. કંઈક અમને મદદ કરે તેવું કહો.. પીપળો બોલ્યો: બસ, માપમાં રહો... વિકાસ કે પ્રગતિની પાછળ ચાલો, દોડો નહીં.. પૈસા, સુખ- સગવડ, સાધનો, ઉપકરણો, પ્રતિષ્ઠા બધામાં માપ રાખો.. હવે માનવ જાતનો જીવન મંત્ર હોવો જોઈએ... માપસર. મેં બે હાથ જોડીને પીપળાને વંદન કર્યા. ત્યાં તો મારા શરીરમાં જબરદસ્ત ફેરફાર થયો... નાક શ્વાસ લેતાં થાકવા લાગ્યું. મને એકદમ સારું લાગવા માંડ્યું. દોડતો દોડતો ઘરે ગયો. ઓક્સિમીટરથી ઓક્સિજન માપ્યો... 110. 100થી પણ ઉપર. ત્યાં મોબાઇલ ફોનની રિંગ વાગી. ફોન ઉપાડ્યો. સંભળાયું.. પીપળો બોલું છું.. મેં જ મોકલ્યો હતો ઓક્સિજન. કહી દેજે આખી માનવજાતને કે અમારામાં છે ક્ષમતા ઓક્સિજન પૂરો પાડવાની.. અમારી સાથે તાલમેલ રાખશો તો બાટલામાંથી નહીં પાંદડામાંથી પ્રાણવાયુ મળશે.. હું વિચારમાં પડી ગયો....
અડધી રાતે આકાશ માં ખરતા એ તારા હશે.... તને માંગતા એ શબ્દો મારા હશે.... કદાચ ! કોઈ ખરતો તારો... ભુલથી પણ તેં જોઈ લીધો હોય... તો આંખ ભલે તારી રહી, પણ પલકારા મારા હશે... ગજબ છે પ્રેમ તારો ને મારો... શબ્દો મારા, પણ પડઘા તારા હશે.... હરએક પ્રેમપત્ર ભલે લખેલા તારા હશે... પણ જ્યારે જ્યારે તુ લખતી હોઈશ... ત્યારે અક્ષરો મારા હશે... અડધી રાતે આકાશ માં ખરતા એ તારા હશે.... તને માંગતા એ શબ્દો મારા હશે....
ઇશ્વર કહો કે કહો કુદરત, સર્જન તારું અદભૂત.. છે અસ્તિત્વ દરેક સ્વરુપમાં ભલે તે હોય નારી કે નર કે હોય ધરા ગગન.. જલ,અનલ ,સમીર કે તરું છે બધાં એકબીજાના પૂરક.. ન કોઇ ઉંચુ કે ન કોઇ નીચું તો પછી કરે શાને સરખામણી ? અધૂરી છે જિંદગી આપણી કોઇ એક વિના. તો...કરને સ્વીકાર સહેજે સહેજે સ્વ સાથે પરનો.. શાને વેડફીએ આ મહામૂલું આયખુ વ્યર્થ વાતોમાં, ચાલને.. મુકીએ મનને મોકળું અને ખોલીએ હ્રદયના દ્વાર ખુશ રહીને વહેંચીએ ખુશીનો ખજાનો.. જોજે તો જ વધશે વૈભવ આપણો.. પ્રગટાવી દિપ કોઇ હદયમાં.. પામીને સ્થાન કોઇ હૈયામાં.. હશે એ જ ખજાનો વિદાય વેળાનો..
જિંદગી ની સફર ને હું હસતા હસતા કાપતી ગયી , રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી, તેને વિણતો ગયી મુરઝાયા પછી પણ મારી સુવાસ ની ચર્ચા છે અહીં, વસંત તો શું, હું તો પાનખર માં પણ ખીલતી ગયી ઉંચાઈએ રહેવાનો મને મોહ જરા પણ નથી દોસ્ત, હું એ તામારી છું જે બીજાની ઈચ્છા પુરવા ખરતી ગયી સમય સાથે સમજાયું નથી મળતી ખુશીઓ જ હમેશા, ખુશ રહેવા દુઃખ ને પણ હસીને માણતા શીખતી ગયી આ મુસ્કાન જોઈ એમ ન માનતા કે રડી નથી હું ક્યારેય, પણ આંસુઓની શ્યાહી બનાવી શબ્દોમાં વ્યથા લખતી ગયી કોશિશ તો કેટલીયે કરી હશે જિંદગીએ મને રડાવવાની, પણ સવાલ વટનો હતો, હું હમેશા હસી ને જીવતી ગયી..
*નિ:સ્વાર્થ સેવા કરવા વાળાની* *કિંમત જગત ભલે ના કરે,* *અદ્રશ્ય શક્તિ તેની કિંમત* *કરવામાં ક્યારેય ભૂલ નહિ કરે...!!* *🙏🌹🌹🙏* 🙏🙏. 🙏🙏
પુરુષ ના બનાવેલ મકાનને ઘર બનાવે તે સ્ત્રી પુરુષ ના પ્રયાસ ને સફળતા માં ફેરવે તે સ્ત્રી પુરુષ ની કમાયેલી સંપત્તિ ને લક્ષ્મી માં ફેરવે તે સ્ત્રી પુરુષ ના હૃદય માં રહી ને તેની જિંદગી ને જીવવા લાયક બનાવે તે સ્ત્રી.... Happy women's day....
*Sunday story* જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી ... 🏭 એમા વર્કર મા પાંચ કીડી હતી, 🐜 જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી... 💪🏻 સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો, 🦁 એમા સિંહને મનમાં થયુ કે, 🤔 પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે, 👌🏻 તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો 🧐 વધારે સારૂ કામ કરશે ... 😎 એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો, 🐝 ભમરાને કામનો અનુભવ હતો & રીપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો... 📝 ભમરાએ સિંહને કહ્યુ કે, 🐝...🦁 સૌથી પહેલા આપણે કીડીઓનુ વર્ક શેડ્યુલ બનાવવુ પડશે, 🐜📝 પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે મારે એક સેક્રેટરીની જરૂર પડશે...✍🏻 સિંહે મધમાખીને સેક્રેટરી તરીકે રાખી લીધી,🐞 સિંહને મધમાખીનુ કામ ગમ્યુ & કહ્યુ કે, 🦁...🐞 કીડીઓનુ 🐜 અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો રીપોર્ટ & પોગ્રેસ ગ્રાફ રજુ કરો...📝📊 મધમાખીએ કહ્યુ ઠીક છે, 🐞🤔 એના માટે મારે એક કોમ્પયુટર, 🖥 લેઝર પ્રિન્ટર અને 🖨 પ્રોજેકટર જોઈ છે... 📽 સિંહે એક 🦁 કોમ્પયુટર ડીપાર્ટમેન્ટ જ બનાવી આપ્યો 🏣 *&* એના હેડ તરીકે બિલાડીની નિમણુક કરી દીધી, 🐱 હવે કીડીઓ કામને બદલે 🐜 રીપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી 📊🤔📝 એના લીધે એનુ કામ અને પ્રોડકશન ઓછુ થવા લાગ્યુ...🥴 સિંહને લાગ્યુ કે હજી એક ટેકનિકલ એક્ષપર્ટ રાખવો પડશે... 🤔 જે બધા ઉપર દેખરેખ ને સલાહ આપી શકે...🤩 એટલે વાંદરાને એક્ષપર્ટ તરીકે રાખી લીધો, 🐵 હવે ફેકટરીમાં જે કામ સોંપવામાં આવતુ...📊 તેમાં કીડીઓ ડર અને રીપોર્ટને લીધે પોતાનું કામ પુરૂ નો કરી શકતી... 🥴 ફેકટરી નુકશાનમાં ચાલવા લાગી...🏭 સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડીગ્રીવાળા શિયાળને નુકસાનના કારણ માટે બોલાવ્યો...🐺 🐺...ત્રણ મહીના પછી...🐺 *શિયાળે રીપોર્ટ સિંહને આપ્યો કે,* ફેકટરીમા વર્કરની સંખ્યા વધારે છે માટે એને છુટા કરવામાં આવે...👊🏻 *હવે કોને કાઢવા* 🐜 🐝 🐞 🐱 🐒 🐺 છેલ્લે બધાએ નકકી કર્યુ કે , *કીડીઓને રજા આપવામાં આવે...* મોટા ભાગના સેકટરમાં આવુ જ હાલે છે.... 🏭 *જે મહેનત ને ઈમાનદારીથી ને* *ઓછા પગારમાં કામ કરે છે,* 🐜 *એનુ શોષણ કે હેરાનગતિ થાય છે* *અને જે પાડા બેઠા બેઠા મોટા* *પગાર ખાય છે* 🦛 *તે જલસા કરે છે...!!!😣* Only story of some companies... 😇 *જીવનના બે રસ્તા છે* *એક,* *પરિસ્થિતિ પ્રમાણે ચાલો અનેh ખુશ રહો..!* *બીજો,* *પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,* *ફરિયાદ ન કરો*! 🙏
હા, હું પ્રેમ કરું છું.. મારી વધી રહેલી ઉમરને ગમી રહ્યું છે શાણપણ, તો યે શરારત હું કરું છું. કેટલીક જવાબદારીથી મુક્ત થઈ ચૂકયો છું, બની બેફિકર મારી માટે હવે હું જીવું છું. શું વિચારશે કોઈ એની હવે પરવાહ નથી, શું કરવું છે હાંસિલ એ હવે સમજી લીધું છે. જીવી રહયો છું મરજી મુજબ ને ખૂબ મોજથી, શોખને પાંખો આપી આભ માં ઊંચે ઊંડું છું. સફેદી વાળમાં આછી ને કરચલી ચહેરે થોડી, મારા સૌંદર્યને જાણે વધારે ખીલવી રહ્યું છે. જીવું છું સ્વમાનભેર ને છું પ્રિય મિત્રોમાં, બસ આટલી સંપત્તિથી શ્રીમંતાઈને પોષતો રહયો છું.... 😊
મોહ મારો, તું ફરીથી લગાવે, હું રડું અને તું મને ચુંપ કરાવે. હવે એ સંબંધ ક્યાં આપણા કે, હું રિસાઉં અને તું મને મનાવે. ક્યાં છે તું હવે મારી સંગાથે કે, ગાંડાવેડા કરીને, મને હસાવે. બસ ગણું છું દિવસો વિરહના, કે પ્રેમ ફરીથી અપાર જતાવે. તું આવે વળીને, રાહ જોઉં છું, અને મને ગમતી રીતે સતાવે. ઝખ્મો સાચવું બધાં 'અખ્તર', કે તું તેમનો ઈલાજ થઇ આવે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser