ઇશ્વર કહો કે કહો કુદરત,
સર્જન તારું અદભૂત..
છે અસ્તિત્વ દરેક સ્વરુપમાં
ભલે તે હોય નારી કે નર
કે હોય ધરા ગગન..
જલ,અનલ ,સમીર કે તરું
છે બધાં એકબીજાના પૂરક..
ન કોઇ ઉંચુ કે ન કોઇ નીચું
તો પછી કરે શાને સરખામણી ?
અધૂરી છે જિંદગી આપણી કોઇ એક વિના.
તો...કરને
સ્વીકાર સહેજે સહેજે સ્વ સાથે પરનો..
શાને વેડફીએ આ મહામૂલું આયખુ વ્યર્થ વાતોમાં,
ચાલને..
મુકીએ મનને મોકળું અને ખોલીએ હ્રદયના દ્વાર
ખુશ રહીને વહેંચીએ ખુશીનો ખજાનો..
જોજે તો જ વધશે વૈભવ આપણો..
પ્રગટાવી દિપ કોઇ હદયમાં..
પામીને સ્થાન કોઇ હૈયામાં..
હશે એ જ ખજાનો વિદાય વેળાનો..

Gujarati Blog by Kavita Gandhi : 111674684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now