હા, હું પ્રેમ કરું છું.. 
મારી વધી રહેલી ઉમરને
ગમી રહ્યું છે શાણપણ, 
તો યે શરારત હું કરું છું. 
કેટલીક જવાબદારીથી 
મુક્ત થઈ ચૂકયો છું, 
બની બેફિકર મારી માટે 
હવે હું જીવું છું. 
શું વિચારશે કોઈ એની 
હવે પરવાહ નથી,
શું કરવું છે હાંસિલ એ 
હવે સમજી લીધું છે.
જીવી રહયો છું મરજી 
મુજબ ને ખૂબ મોજથી, 
શોખને પાંખો આપી 
આભ માં ઊંચે ઊંડું છું.
સફેદી વાળમાં આછી 
ને કરચલી ચહેરે થોડી, 
મારા સૌંદર્યને જાણે 
વધારે ખીલવી રહ્યું છે. 
જીવું છું સ્વમાનભેર ને 
છું પ્રિય મિત્રોમાં, 
બસ આટલી સંપત્તિથી
શ્રીમંતાઈને પોષતો રહયો છું.... 😊