જિંદગી ની સફર ને હું
હસતા હસતા કાપતી ગયી ,
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,
તેને વિણતો ગયી

મુરઝાયા પછી પણ
મારી સુવાસ ની ચર્ચા છે અહીં,
વસંત તો શું, હું તો
પાનખર માં પણ ખીલતી ગયી

ઉંચાઈએ રહેવાનો મને
મોહ જરા પણ નથી દોસ્ત,
હું એ તામારી છું જે
બીજાની ઈચ્છા પુરવા ખરતી ગયી

સમય સાથે સમજાયું
નથી મળતી ખુશીઓ જ હમેશા,
ખુશ રહેવા દુઃખ ને પણ
હસીને માણતા શીખતી ગયી

આ મુસ્કાન જોઈ એમ ન માનતા
કે રડી નથી હું ક્યારેય,
પણ આંસુઓની શ્યાહી બનાવી
શબ્દોમાં વ્યથા લખતી ગયી

કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતી ગયી..

Gujarati Blog by Kavita Gandhi : 111674678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now