:tulip: *મહાવીર જન્મકલ્યાણક...*
*આજે વિચારુ છુ કે કેવી હશે એ ક્ષણો ? કે, જ્યારે તમારો જન્મ થયો હશે ..*
*કલ્પના ના ઘોડાઓ હણહણી ઉઠયા ..*
*ચાલી નીકળી પ્રભુ ! તારા એ અદ્ભુત ..મલક મા...*
*શુ થયું હશે...?*
:snowflake: *પ્રકૃતિ* એ પણ મદભરેલા રંગો ધારણ કર્યા હશે..!
:sweat_drops: *આકાશમાં* ...ઘેરો પણ ચમકતો અંઘકાર..
:palm_tree: *પવન* પણ ધીમો ધીમો અનોખી સુગંધ સાથે લહેરાતો હશે...
*બાગ - બગીચાઓ* પણ ઉન્મત બની ફુલ્યા ફાલ્યા હશે. !:blossom::hibiscus::sunflower::rose::wilted_rose:
*ગુલાબ...મોગરો...ચંપો...જુઇ*
*મધુમાલતી..અને બીજા પણ ફુલો..પોતાની સુગંધ અનુભવી ખુદ આશ્ચર્ય અનુભવી રહ્યા હશે* ..!
*ને પવન પણ એ સુગંધ લઇને...હરખાતો હરખાતો ..એ સુગંધને ચોતરફ ફેલાવી રહ્યો હશે ..!* :dizzy:
*આકાશના તારા..અને નક્ષત્રો. ચાંદ પણ*. આજે કંઈક વધુ તેજસ્વી બની રહ્યા હશે...!
*મંદિર ની ઝાલરીઓ ધીમી ધીમી રણકી રહી હશે...!*:bell::bell:
*પ્રજા પણ આ વાતાવરણ ને લઈને .ઘેરી ઉંઘમાં હશે...!*
:gem: *રાજા સિદ્ધાર્થ કંઈક અલગ આનંદ ને અંતરમાં અનુભવી રહ્યા હશે...!*
:gem: *અને માતા ત્રિશલા* ...
*મા ત્રિશલા ..કંઈક અલગ સ્પંદનો દિલમા અનુભવી રહ્યા હશે.. !*
*ધડકનોમા આજે હ્રદયનુ નૃત્ય પણ સંભળાતું હશે..!*
*મનનો મયુર પણ આજે ઉન્મત બની નાચી રહ્યો હશે... !* :peacock:
*આંખોમાં.. બાલુડો કેવો હશે ?* :interrobang:
*આવો હશે... ને તેવો હશે...!:interrobang:* *કલ્પનાઓના ઘોડાપુર તો બસ..અવિરત ચાલતા હશે .!* :wilted_rose:
*હૈયું તો હાથમાં નહીં હોય...!* :heartpulse:
*મન વિચારતુ હશે ... મારો બાલુડો ત્રિલોકનો નાથ થવાનો...પણ મારા માટે તો મારો વ્હાલો બાલુડો જ રહેશે . !* :palm_tree:
*એ ભલે સર્વજ્ઞ બને...* :blossom:
*પણ મારા તો હ્રદય નો ધબકાર છે...મારી નજરોથી અને ક્યારેય દૂર નહીં થવા દઉ ...!* :rose:
**એવું વિચારતા મહેલના ઝરુખે...*
*મંદ મંદ પવન ના ઝોંકે ...મનોમન મલકાતા હશે...!* :hibiscus:
*અને હૈયાને તો બંને મુઠ્ઠીમાં જકડીને...બંને મુઠ્ઠીઓ વાળીને બેઠા હશે..!.* :sunflower:
રખેને....
*આ વિચારો દુર સરી ના જાય...હાલ તો આ વિચાર જ મારા માટે અમુલ્ય સંપતિ છે...ને પછી તો..જ્યારે....*
*મારો બાલુડો ..મારાં ખોળે આવશે..*
*મારાં હાથમાં આવશે...* *ત્યારે તો એ બાલુડો ને. હુ....*
*એ સિવાય કોઇ નહીં .:dizzy:.મારાં વિચારો કે મારા શમણે...કોઇ નહીં...હુ ને.મારો બાલુડો...!* :ocean:
*માતા એમ વિચારતી શય્યામા પોઢી હશે* !:snowflake:
*મીઠા મીઠા શમણાં સાકાર થવાના એંધાણા આવી લાગ્યા. !* :gem:
*અને એ અદ્ભુત ને અદ્વિતિય ક્ષણો આવી પહોંચી ..!* :gem:
*ચોમેર અજવાળું...અજવાળું...!* :sunny:
*માતાએ ત્રિલોકનાથ ને વધાવ્યા ..!*:maple_leaf:
*હરખઘેલી બની...બાલુડાના ઓવારણા લીધા...!* :tanabata_tree:
*ચરમ તીર્થંકર...આ લોકના જીવોને સાચો માર્ગ બતાવવા આ ધરતી પર પધાર્યા...!* :rainbow:
*મહા ઉપકારી ..વીર પ્રભુનો જન્મ થયો...!* :rainbow:
*દેવ દુદુંભિ ગાજી ઉઠ્યા ...!*
*દેવલોક આખું હિલોળે ચડયું...!* :musical_score::trumpet::drum::guitar:
*નારકી મા પણ અજવાળા પથરાયા ..!* :sparkles:
*દેવો બાલુડાને નિહાળવા આકાશમાં ઉમટવા લાગ્યા .. !* :shamrock:
*પડાપડી કરવા લાગ્યા...!*
*ઘેર ઘેર રંગોળીઓ પુરાઇ!*
*તોરણ બંધાયા... !* :cherry_blossom:
*લોકો ઘેલા બન્યા છે..* !
*અમારો રાજકુમાર...*:rainbow:
*અમારો હૈયાનો હાર..* :rainbow:
*અમારો તારણહાર..* :rainbow:
*આવી પહોંચ્યો...!* :pray_tone4: