અડધી રાતે આકાશ માં ખરતા એ તારા હશે.... 
                 તને માંગતા એ શબ્દો મારા હશે....
કદાચ ! કોઈ ખરતો તારો...
      ભુલથી પણ તેં જોઈ લીધો હોય...
             તો આંખ ભલે તારી રહી, 
                  પણ પલકારા મારા હશે...
ગજબ છે પ્રેમ તારો ને મારો...
શબ્દો મારા, પણ પડઘા તારા હશે....
હરએક પ્રેમપત્ર ભલે લખેલા તારા હશે...
      પણ જ્યારે જ્યારે તુ લખતી હોઈશ...
                          ત્યારે અક્ષરો મારા હશે...
અડધી રાતે આકાશ માં ખરતા એ તારા હશે.... 
                 તને માંગતા એ શબ્દો મારા હશે....