The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🩷 *सनय का मुंडन* 🩷 ______________________ *मामा मेरे बाल ले गये, मे हो गया बेहाल,* *सोने* जैसे बाल थे मेरेे , *चांदी* जैसे गाल, *काले घने* बाल थे मेरे, अब हो गया बेहाल, *अमिताभ* जैसी चाल थी मेरी, *शाहरुख* जैसे बाल, *सलमान* जैसा लुक था मेरा, अब *शाकाल* जैसा हाल, मामा मेरे बाल ले गये, अब हो गया मै बेहाल, मेरे आगे पीछे घुमती सौ - सौ *गोपियां* , था मेरा *कनैया* जैसा ठाठ, अब अकेला बैठा हू, मै हो गया बेहाल, *डायरेकटर* भी मेरे पांव पकड़ते, था मेरा *हीरो* बनने का चांस, ना ना कहकर मैने *भाव बढाया,* कर दिया मामा ने *मेरा करोड़ो का नुकसान,* मामा मेरे बाल ले गये, कर दिया करोड़ों का नुकसान, मामा मेरे बाल ले गये, मे हो गया बेहाल, *जयवंत बगडिया / कविराज*
પાર્થ ને કહો હવે ચઢાવે બાણ ; ________________________ અમે છીએ જૈન , અમે જ હિંદુ ,માનવતા ના સાથી છીએ , ગાંધી ના અનુયાયી અને અહિંસા ના પૂજારી છીએ, ૯૯ ગુના કર્યા માફ પછી, ૧૦૦ માં અમે ચક્રધારી છીએ, માત ની હાકલ પછી , અમે ધરતી ધ્રુજાવનારા છીએ, મોદી ને કહો વધો આગળ , હવે યુદ્ધ એજ કલ્યાણ છે, ના લાવતા લાખ શરણમાં , હવે તેમના શીશ અમારા પ્રાણ છે,, બલિદાનો એળે ના જાય ,હવે લોહી તરસી બની છે માત પાર્થ ને કહો ચઢાવે બાણ , હવે આપો છેલ્લો વજ્રાઘાત . જયવંતભાઇ બગડીયા / કવિરાજ
સંગીત સંધ્યા ; ___________ હૈયા ના કિરણો આસમાનની પાંખો ફેલાવી જયારે મળી જાય છે પાયલ નો રણકાર લહેરો બની આસમાન ઉડી જાય છે , .............................ત્યારે સુમધુર સંગીત રેલાય જાય છે. કુણાલના મંદ મંદ લહેરાતા પ્રેમના પવનથી પુષ્પ ખીલી જાય છે ચંદ્રમાં ની ચુંદડી સૂરજના ગુલાલથી રંગીન બની જાય છે., .............................. ત્યારે સુંદર સંધ્યા ખીલી જાય છે. અમારા પાથરેલા હૃદયના અતરપટ ઉપર આપના આગમન ના પગલા પડી જાય છે,ત્યારે સંબધોની મહેફીલ મહેંકી જાય છે. .....................ત્યારે સંગીત સંધ્યા મહેફીલ બની જાય છે, જયારે ચેતનાબેન -હર્ષાબેન એક બીજાના વેવાણ બનવા જાય છે ત્યારે ગીરીશભાઇ -પ્રકાશભાઇ સુખ દુખના ભાગીદાર બની જાય છે, ...,........, તયારે લખેલી કંકોત્રી સંબધોનો આલેખ બની જાય છે. અને જયવંતભાઇ ની લખેલી રચના જીતુભાઇના હૃદયથી નીકળી જાય છે....... જયવંતભાઇ બગડીયા / કવિરાજ
ચાલો ને હોળી રમી લઇઐ ; _____________________ લોભ, મોહ, માયા, દ્વેશ , ઇર્ષા, ઇગો ની આહુતી આપી, ચાલો ને હોળી થી પ્રકાશિત, નવું જીવન જીવી લઇએ, સખત ગરમી અને આ સમય ના સુકાયેલા હૃદય ને, પ્રેમ ની પિચકારી થી, ચાલો ને આપણે ભીંજવી લઇએ, હૈયા માં ઉડતા, ઉમંગ ઉત્સાહ ના રંગો થી ચાલો ને આપણે, એકબીજા ના મન ને રંગી હોળી રમી લઇએ, લાડુ , જલેબી, અને મદ ભરી ભાંગ થી ,વંસત ની લહેરો ને માણી લઇએ, ચાલો ને ' કવિરાજ ' રંગો ની હોળી રમી લઇએ. ચાલો ને આપણે ભાવના ના રંગો થી હોળી રમી લઇએ. જયવંતભાઇ બગડીયા / કવિરાજ
🎯 તમારા *મત* ની એવી શક્તિ છે. _________________________ તમારા એક મતથી, આસમાન પણ નીચે આવે છે, ગોવર્ધન પર્વત તમારી એક આંગળી પર ઉભો છે. એકબાજુ કૃષ્ણ કનૈયો છે ને સામે કૌરવ સેના છે, સત્ય-અસત્ય તમારી એક જ આંગળી પર બેઠા છે, એક જ ભુલથી ભીષ્મ પિતામહ, બાણશૈયા પર સૂતા છે, કર્ણ હરેક હૃદયમાં બેઠા છે, પણ ખોટા સંગાથની ગાથા છે. ગોવર્ધન એક જ આંગળીથી ઊંચકાય એવી તમારી શક્તિ છે, ' કવિરાજ ' કહે તમારા મતની કિંમત ઘણી ઘણી મોટી છે. *- જયવંત બગડીયા / કવિરાજ*
📢 જાહેરાત શ્રાધ્ધની __________________ છાપરા હવે રહયા નથી , કાગ હવે બહુ ઓછા મળશે . બ્રાહ્મણો પણ મળતા નથી , શ્રાદધ હવે કોણ પહોચાડશે ? ચિંતા ન કરો તમે હવે, શ્રાદધ તો ઓનલાઇન ડાયરેકટ થશે, વચેટીયા હટાવી લો, પરલોકના દ્વાર હવે સીધા મળશે , ત્યાં ખોરાક બધાનો વધી ગયો છે, એ ધ્યાનમાં રાખજો તમે , બાકી અધૂરુ ઉમેરી દઈશું , અમને પણ વડીલોનું પુણ્ય મળશે, ગોળ, ઘી, ચોખા, રોકડ, અમારી ઓફીસ સ્વીકારી લેશે , પરલોક પહોચ્યાની પહોંચ , પણ તમને મળી જશે , તમે જીવનભર જે સેવા કરી, એ મોટો ઉપકાર હશે, વર્ષો વર્ષ યાદ કરો છો તમે , એ શ્રાદધ તો પુરાવો હશે. *- જયવંત બગડીયા / કવિરાજ*
સમાવી લીધી તુજ ને પાપણો ની વચ્ચે ________________________________ પ્રાણ પંખી ઉડતા ,, મે સમાવી લીધી તુજને પાપણો ની વચ્ચે . શબ્દે શબ્દે જીવતી કરી લીધી તુજ ને હરેક ગઝલો ની વચ્ચે, હાજરી સદા રાખી લીધી તારી .કલ્પના અને સપના ઓ વચ્ચે હૈયા મા તસવીર બની ગઇ , તુ સદા બન્ને આખોની વચ્ચે. સુગંધ ની ખુશબુ બની આવી હતી તુ , જીવન ની લહેરો વચ્ચે. ફોરમ તારી મહેકતી રહી ગઇ ,સદા. હવે તુજ યાદો ની વચ્ચે, તુ આવજે વરસાદ બની ને, હુ ખીલી જઇશ હવે બાગોની વચ્ચે, બાકી અવકાશ રહચો છે , હવે આસમાન અને જમીન ની વચ્ચે, જયવંતભાઇ બગડીયા / કવિરાજ
જન્મદિન મુબારક - ૧૦ ઓક્ટોબર ------------------------------------------ 🎂❤️🎂❤️🎂❤️🎂❤️🎂 જીવન જીવવાની કળા શીખી લીધી છે, અમે તુજ હસતા રમતા ચહેરાથી હૃદય ધોયું છે તે આંસુથી, પણ સેલ્ફી પડાવી છે સદા મુસ્કાનોથી મુજ હૃદયમાં વહેતી રહેજે સદા સમંદરની લહેરોથી, સદા આવતી રહેજે પ્રકાશના કિરણોથી યાદમાં ચમકતી રહેજે ચાંદ તારોથી, સપનામાં આવજે સદા વીજળીના ઝબકારોથી અંતિમ દિવસ છે તારો, તુજ હાથે સજાવેલા ઘરના આંગણાથી જન્મદિવસ મુબારક તને, વિધિએ આપેલી જન્મતારીખોથી નથી કહી શકતો તને, જુગ જુગ જીવો હજાર વર્ષની આયુથી પણ કહું છું તને, અમર રહેજે સદા તારી આ મહેક અને મુસ્કાનોથી હેપ્પી બર્થ ડે "હર્ષા" તને, જીવનની એ મીઠી યાદોથી જોઈ લઈશ હવે તને, ધવલ-કુશલ અને દિપ્તી-રૂચિ ના ભાવોથી... *-જયવંત બગડીયા*,/ કવિરાજ
ભાઇ તમે આવો ને ______________ શેરી વળાવી સજજ કરી, તમે ઘરે આવો ને, આવ્યો રક્ષાબંધન તહેવાર, ભાઇ તમે આવો ને, આસમાન માં મેઘ ની વિજળી ઝબૂકે,વરસે ઝીણો વરસાદ, આંગણા માં ભીના હૈયાની સુવાસ, ભાઇ તમે આવો ને, સૂરજ ના કિરણો થી , તારલા મઢી રાખડી બનાવી, મેઘ ધનુષ ના રંગો ની છે ભાત, ભાઇ તમે આવો ને, હૈયા ના હેત થી આસન છે પાથર્યા, સ્નેહ માં ઝબોળી મીઠાઇ નો ધર્યો છે પ્રસાદ, ભાઇ તમે વહેલા આવો ને, શેરી વળાવી સજજ કરી, ભાઇ તમે આવો ને, હૈયા ના હાથો થી બાધવી છે રાખડી, તમે આવો ને. જયવંતભાઇ બગડીયા / કવિરાજ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser