જન્મદિન મુબારક - ૧૦ ઓક્ટોબર
------------------------------------------
🎂❤️🎂❤️🎂❤️🎂❤️🎂
જીવન જીવવાની કળા શીખી લીધી છે,
અમે તુજ હસતા રમતા ચહેરાથી
હૃદય ધોયું છે તે આંસુથી,
પણ સેલ્ફી પડાવી છે સદા મુસ્કાનોથી
મુજ હૃદયમાં વહેતી રહેજે સદા સમંદરની લહેરોથી,
સદા આવતી રહેજે પ્રકાશના કિરણોથી
યાદમાં ચમકતી રહેજે ચાંદ તારોથી,
સપનામાં આવજે સદા વીજળીના ઝબકારોથી
અંતિમ દિવસ છે તારો, તુજ હાથે સજાવેલા ઘરના આંગણાથી
જન્મદિવસ મુબારક તને, વિધિએ આપેલી જન્મતારીખોથી
નથી કહી શકતો તને,
જુગ જુગ જીવો હજાર વર્ષની આયુથી
પણ કહું છું તને, અમર રહેજે સદા
તારી આ મહેક અને મુસ્કાનોથી
હેપ્પી બર્થ ડે "હર્ષા" તને, જીવનની એ મીઠી યાદોથી
જોઈ લઈશ હવે તને, ધવલ-કુશલ અને દિપ્તી-રૂચિ ના ભાવોથી...
*-જયવંત બગડીયા*,/ કવિરાજ