ચાલો ને હોળી રમી લઇઐ ;
_____________________
લોભ, મોહ, માયા, દ્વેશ , ઇર્ષા, ઇગો ની આહુતી આપી,
ચાલો ને હોળી થી પ્રકાશિત, નવું જીવન જીવી લઇએ,
સખત ગરમી અને આ સમય ના સુકાયેલા હૃદય ને,
પ્રેમ ની પિચકારી થી, ચાલો ને આપણે ભીંજવી લઇએ,
હૈયા માં ઉડતા, ઉમંગ ઉત્સાહ ના રંગો થી ચાલો ને
આપણે, એકબીજા ના મન ને રંગી હોળી રમી લઇએ,
લાડુ , જલેબી, અને મદ ભરી ભાંગ થી ,વંસત ની લહેરો ને
માણી લઇએ, ચાલો ને ' કવિરાજ ' રંગો ની હોળી રમી લઇએ.
ચાલો ને આપણે ભાવના ના રંગો થી હોળી રમી લઇએ.
જયવંતભાઇ બગડીયા / કવિરાજ