Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

📢 જાહેરાત શ્રાધ્ધની
__________________

છાપરા હવે રહયા નથી , કાગ હવે બહુ ઓછા મળશે .
બ્રાહ્મણો પણ મળતા નથી , શ્રાદધ હવે કોણ પહોચાડશે ?

ચિંતા ન કરો તમે હવે, શ્રાદધ તો ઓનલાઇન ડાયરેકટ થશે,
વચેટીયા હટાવી લો‌, પરલોકના દ્વાર હવે સીધા મળશે ,

ત્યાં ખોરાક બધાનો વધી ગયો છે, એ ધ્યાનમાં રાખજો તમે ,
બાકી અધૂરુ ઉમેરી દઈશું , અમને પણ વડીલોનું પુણ્ય મળશે,

ગોળ, ઘી, ચોખા, રોકડ, અમારી ઓફીસ સ્વીકારી લેશે ,
પરલોક પહોચ્યાની પહોંચ , પણ તમને મળી જશે ,

તમે જીવનભર જે સેવા કરી, એ મોટો ઉપકાર હશે,
વર્ષો વર્ષ યાદ કરો છો તમે , એ શ્રાદધ તો પુરાવો હશે.


*- જયવંત બગડીયા / કવિરાજ*

Gujarati Poem by Jayvant Bagadia : 111954178
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now