સંગીત સંધ્યા ;
___________
હૈયા ના કિરણો આસમાનની પાંખો ફેલાવી જયારે મળી જાય છે
પાયલ નો રણકાર લહેરો બની આસમાન ઉડી જાય છે ,
.............................ત્યારે સુમધુર સંગીત રેલાય જાય છે.
કુણાલના મંદ મંદ લહેરાતા પ્રેમના પવનથી પુષ્પ ખીલી જાય છે
ચંદ્રમાં ની ચુંદડી સૂરજના ગુલાલથી રંગીન બની જાય છે.,
.............................. ત્યારે સુંદર સંધ્યા ખીલી જાય છે.
અમારા પાથરેલા હૃદયના અતરપટ ઉપર આપના આગમન ના
પગલા પડી જાય છે,ત્યારે સંબધોની મહેફીલ મહેંકી જાય છે.
.....................ત્યારે સંગીત સંધ્યા મહેફીલ બની જાય છે,
જયારે ચેતનાબેન -હર્ષાબેન એક બીજાના વેવાણ બનવા જાય છે
ત્યારે ગીરીશભાઇ -પ્રકાશભાઇ સુખ દુખના ભાગીદાર બની જાય છે,
...,........, તયારે લખેલી કંકોત્રી સંબધોનો આલેખ બની જાય છે.
અને જયવંતભાઇ ની લખેલી રચના જીતુભાઇના હૃદયથી નીકળી જાય છે.......
જયવંતભાઇ બગડીયા / કવિરાજ