ભાઇ તમે આવો ને
______________
શેરી વળાવી સજજ કરી, તમે ઘરે આવો ને,
આવ્યો રક્ષાબંધન તહેવાર, ભાઇ તમે આવો ને,
આસમાન માં મેઘ ની વિજળી ઝબૂકે,વરસે ઝીણો વરસાદ,
આંગણા માં ભીના હૈયાની સુવાસ, ભાઇ તમે આવો ને,
સૂરજ ના કિરણો થી , તારલા મઢી રાખડી બનાવી,
મેઘ ધનુષ ના રંગો ની છે ભાત, ભાઇ તમે આવો ને,
હૈયા ના હેત થી આસન છે પાથર્યા, સ્નેહ માં ઝબોળી
મીઠાઇ નો ધર્યો છે પ્રસાદ, ભાઇ તમે વહેલા આવો ને,
શેરી વળાવી સજજ કરી, ભાઇ તમે આવો ને,
હૈયા ના હાથો થી બાધવી છે રાખડી, તમે આવો ને.
જયવંતભાઇ બગડીયા / કવિરાજ