પાર્થ ને કહો હવે ચઢાવે બાણ ;
________________________
અમે છીએ જૈન , અમે જ હિંદુ ,માનવતા ના સાથી છીએ ,
ગાંધી ના અનુયાયી અને અહિંસા ના પૂજારી છીએ,
૯૯ ગુના કર્યા માફ પછી, ૧૦૦ માં અમે ચક્રધારી છીએ,
માત ની હાકલ પછી , અમે ધરતી ધ્રુજાવનારા છીએ,
મોદી ને કહો વધો આગળ , હવે યુદ્ધ એજ કલ્યાણ છે,
ના લાવતા લાખ શરણમાં , હવે તેમના શીશ અમારા પ્રાણ છે,,
બલિદાનો એળે ના જાય ,હવે લોહી તરસી બની છે માત
પાર્થ ને કહો ચઢાવે બાણ , હવે આપો છેલ્લો વજ્રાઘાત .
જયવંતભાઇ બગડીયા / કવિરાજ