સમાવી લીધી તુજ ને પાપણો ની વચ્ચે
________________________________
પ્રાણ પંખી ઉડતા ,, મે સમાવી લીધી તુજને પાપણો ની વચ્ચે .
શબ્દે શબ્દે જીવતી કરી લીધી તુજ ને હરેક ગઝલો ની વચ્ચે,
હાજરી સદા રાખી લીધી તારી .કલ્પના અને સપના ઓ વચ્ચે હૈયા મા તસવીર બની ગઇ , તુ સદા બન્ને આખોની વચ્ચે.
સુગંધ ની ખુશબુ બની આવી હતી તુ , જીવન ની લહેરો વચ્ચે.
ફોરમ તારી મહેકતી રહી ગઇ ,સદા. હવે તુજ યાદો ની વચ્ચે,
તુ આવજે વરસાદ બની ને, હુ ખીલી જઇશ હવે બાગોની વચ્ચે,
બાકી અવકાશ રહચો છે , હવે આસમાન અને જમીન ની વચ્ચે,
જયવંતભાઇ બગડીયા / કવિરાજ