Cancer - 22 in Gujarati Classic Stories by Mansi Desai Shastri books and stories PDF | કેન્સર - 22

Featured Books
Categories
Share

કેન્સર - 22

#કેન્સર

​ભાગ 22 અંતિમ વિજય શૂન્યમાંથી સર્જન અંતિમ ભાગ


​જીત અને ઉર્જાના લગ્નના સમાચાર સોસાયટીમાં પ્રસરી ગયા હતા. જે સમાજ અત્યાર સુધી જીતને 'ત્યાગી પતિ' કહીને નવાજતો હતો, તે આજે અચાનક ન્યાયાધીશ બની ગયો હતો. રવિવારની સવારે સોસાયટીના ગાર્ડન માં લોકોનું ટોળું ભેગું થયું હતું. જીત, ઉર્જા અને પિતાજી બહાર નીકળ્યા ત્યારે મેણાં-ટોણાંની ઝડી વરસી.


​સમાજનો ઘોર અન્યાય હવે ફરી શરૂ થયુઓ હતો 

​સોસાયટીના એક વડીલે આગળ આવીને કહ્યું, "જીત, અમને તારાથી આ આશા નહોતી! પેલી જીવિકા બિચારી તને તકલીફ ના પડે એટલે ઝેર ખાઈને મરી ગઈ, અને તેં તેના ગયાના મહિનાઓમાં જ બીજી સ્ત્રી શોધી લીધી? આ તો જીવિકા સાથે ઘોર વિશ્વાસઘાત છે. અમે આ સોસાયટીમાં આવું 'નફ્ફટ' વર્તન નહીં ચલાવીએ." અરે અમારા ઘર ના છોકરાઓ પણ આજ શીખશે ને કે પત્ની મરે કે તરત બીજા લગ્ન કરો એટલો શું કન્ટ્રોલ નથી? હવે તો જપો શું ઈચ્છાઓ ઉપ્પર કાબુ ના રાખી શકાય? 

​જીત નીચું જોઈ ગયો, પણ ઉર્જાનો પિત્તો ગયો. તે સિંહણની જેમ આગળ આવી અને ટોળા સામે ઉભી રહી.

​"બસ કરો! બસ!" ઉર્જાનો અવાજ આખા ગાર્ડન માં ગુંજી ઉઠ્યો. "વિશ્વાસઘાતની વાતો આ સમાજ કરે છે? જ્યારે જીવિકા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતી હતી, જ્યારે જીત પાસે ખાવા માટે અનાજ નહોતું અને ૪૨ લાખનું દેવું માથે હતું, ત્યારે તમારી આ 'સહાનુભૂતિ' ક્યાં ગઈ હતી? જ્યારે વ્યાજખોરો ઘર ખાલી કરાવવા આવ્યા ત્યારે તમે બધા બારીઓ બંધ કરીને તમાશો જોતા હતા. ત્યારે જીવિકા કોઈને 'બિચારી' ના લાગી?" અરે આ બધી બેનો જીવિકા જાણે કોઈ આપરાધી કે આદિનાથ શકાય તેવા રોગ ની હોય તેમ મોં ફેરવી ને, થુંકી ને અંદર જટા રહેતા શું બે સમય ની ચા પણ કોઈએ આપી? 

વીણા જોડે નય રમતા હો કહી પોતાના છોકરાઓ ના છોકરાને સમજાવી વીણા ને એકલી પડતા, રાત્રે કોઈ હોસ્પીટલ માં સુવા આવ્યું જીવિકા જોડે? જીવિકા ના પગ દબાવ્યા કોયે? 

જીવિકા તમારી બેન, કે દીકરી, કે વહુ નથી કે તેના પતિ નો ફેસલો તમે બધા રસ્તે ચાલતા કરશો જીવિકા મરી તો શું વીણા પણ મરે? 


​ઉર્જાએ ધારદાર નજરે એક-એક વ્યક્તિ સામે જોયું. "જીવિકા મરી ગઈ એનું દુઃખ આ પરિવારને છે, તમને તો બસ વાતો કરવાનો શોખ છે. શું તેની પાછળ જીતે પણ આત્મહત્યા કરી લેવી જોઈએ? કે પછી આખી જિંદગી એક લાશ બનીને જીવવું જોઈએ? જીવિકા જતી વખતે આ પત્ર લખીને ગઈ છે કે જીતે જીવવું જોઈએ, અને એ પણ મારી સાથે. જો મૃત્યુ પછી પણ એ જીતનું સુખ ઈચ્છતી હોય, તો તમે જીવતા માણસો તેને શ્રાપ આપનારા કોણ?" તમે કોણ છો એ નક્કી કરનાર કે જીત બીજા લગ્ન કરે કે સાધુ બને શરમ કરો શરમ...  


​ચારેબાજુ સન્નાટો છવાઈ ગયો. ઉર્જાના શબ્દોમાં સત્ય હતું જે આ સમાજની 'નફ્ફટાઈ' ને ઉઘાડી પાડતું હતું. લોકો નીચું જોઈને વિખરાવા લાગ્યા.


​પરિવારનું સુખ અને વીણાનો સ્વીકાર

​ઘરની અંદર વાતાવરણ હવે હળવું હતું. દીપક અને આશાએ ઉર્જાને પોતાની ભાભી તરીકે પૂરા માન સાથે સ્વીકારી લીધી હતી. પણ સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે વીણા ધીમેથી ઉર્જા પાસે આવી.

​વીણાના હાથમાં જીવિકાનો એક જૂનો ફોટો હતો. તેણે ઉર્જાનો હાથ પકડ્યો અને કહ્યું, "મમ્મીએ સપનામાં આવીને મને કહ્યું હતું કે હવે ઉર્જા આંટી તારું ધ્યાન રાખશે. શું તમે મને ફરીથી પેલો જૂનો હગ આપશો જે મમ્મી આપતી હતી?" મોલ માં લય જશો? સાઇકલ ચલાવડાવશો? 

બે ચોટલા બાંધી આપશો? 

વાર્તા કરશો? 

​ઉર્જાની આંખો ભરાઈ આવી. તેણે વીણાને છાતીએ વળગાડી લીધી. એ એક આલિંગનમાં વર્ષોનો ખાલીપો ઓગળી ગયો. જીત આ બધું જોઈ રહ્યો હતો, તેને લાગ્યું કે તેના ઘરની દિવાલો જે કકડભૂસ થઈ ગઈ હતી, તે આજે ફરીથી મજબૂત બની રહી છે.


​એ રાત્રે જીત ઊંઘમાં હતો ત્યારે તેને એક સુંદર સપનું આવ્યું. એક સફેદ ધુમ્મસ વચ્ચે જીવિકા ઉભી હતી. તેનો ચહેરો એકદમ તેજસ્વી અને શાંત હતો. તેની આંખોમાં હવે કોઈ પીડા કે બીમારી નહોતી.

​જીવિકા હસીને જીત પાસે આવી અને તેના માથા પર હાથ ફેરવ્યો. "જીત, આજે હું ખરેખર મુક્ત થઈ છું. તેં મારો પત્ર માન્યો અને ફરીથી જીવવાનું શરૂ કર્યું, એ જ મારી સાચી શ્રદ્ધાંજલિ છે. હવે હું તારામાં અને ઉર્જામાં વીણાને સુરક્ષિત જોઈ શકું છું. હવે રડતો નહીં... બસ, જીવજે."

​જીતની આંખ ખુલી ત્યારે સવારનું પહેલું કિરણ રૂમમાં આવી રહ્યું હતું. બાજુમાં વીણા અને ઉર્જા શાંતિથી સૂતા હતા. જીતે બારીની બહાર જોયું આકાશમાં એક પંખી મુક્ત રીતે ઉડી રહ્યું હતું.

​૪૨ લાખનો હિસાબ પૂરો થયો હતો, કેન્સરની જંગ હારીને પણ 'જિંદગી' જીતી ગઈ હતી.


🧿 ખાસ નોંધ 🧿


આ વાર્તા 2023 માં મને થયેલ મિસ્કેરેજ દરમ્યાન લખાઈ છે હું રાત્રે ઊંઘી નતી શક્તિ બસ રડતી જ પણ જે ગયું એ ક્યાં પાછું આવવાનું જ હતું બસ આ વાત નો સ્વીકાર 3 દિવસ આ વાર્તા #કેન્સર ને લખીને મેં ઉભા થવાનો પ્રયત્ન કર્યો હતો 🙏 


સમાપ્ત........


#MansiDesaiShastriNiVartao


#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ


#Aneri


#SuspensethrillerStory


#Booklover


#Storylover


#Viralstory

​#MansiDesaiShastri #TheEnd #FinalVictory #NewBeginning #LifeAfterLoss #EmotionalEnding