Cancer - 21 in Gujarati Children Stories by Mansi Desai Shastri books and stories PDF | કેન્સર - 21

Featured Books
  • HITLER: The Death Note

    (ഈ കഥ തികച്ചും സാങ്കല്പികവും, വായനകാരൻ്റെ വിനോദത്തിനും മാത്ര...

  • ഗൗരി

    നിലാ വെളിച്ചം കെട്ടികിടക്കുന്ന താമര പൂക്കൾ നിറഞ്ഞ ഒരു കുളത്ത...

  • ചെല്ലമ്മ

    തിരുവിതാംകൂറിൻ്റെ പഴയ ഒരു ശംഖ് മുദ്ര പതിപ്പിച്ച കവാടം കടന്ന്...

  • ചോലനായ്ക്കർ - 2

    മുന്നിൽ നഗരം ഒരു വന്യമൃഗത്തെപ്പോലെ വായ പിളർന്നു നിൽക്കുന്നു....

  • The Night Bride - 3

    ചുറ്റും കുറ്റാകൂരിരുട്ട്..കണ്ണ് എത്രയേറെ സ്‌ട്രെയിൻ ചെയ്തിട്...

Categories
Share

કેન્સર - 21

#કેન્સર

​ભાગ 21 લોહીની તડપ અને આત્માનો વ્યાધિ

​જીત માટે હવે 'શાંતિ નિવાસ' એક જેલ બની ગયું હતું. ઉર્જાએ તેના મનના અંધકાર પર જે ટોર્ચ ફેંકી હતી, તેનાથી પ્રકાશ તો ના થયો પણ જીતને પોતાની અંદર છુપાયેલા 'રાક્ષસ'ના દર્શન જરૂર થઈ ગયા. ઉર્જાનો એ પ્રસ્તાવ કે તે જીતના આ અંધકારમાં સાથી બનવા તૈયાર છે એ જીત માટે કોઈ મીઠું ઝેર જેવું હતું.


​શરીરનો બળવો: જ્યારે સંસ્કારો હારે છે

​રાત્રે જ્યારે આખું ઘર ઘસઘસાટ ઊંઘતું હોય, ત્યારે જીતના શરીરમાં એક અજીબ બેચેની જાગતી. આ માત્ર 'ઈચ્છા કે ભૂખ ' નહોતી, આ એક 'અસ્તિત્વની ભૂખ' હતી. તેને રય રય ને જીવિકાનો એ સ્પર્શ યાદ આવતો. પલંગની બીજી બાજુનો એ ખાલીપો તેને કરડવા દોડતો. તે ઘણીવાર અંધારામાં પોતાના જ હાથને જોતો અને વિચારતો કે શું આ એ જ હાથ છે જેણે જીવિકાને છેલ્લા શ્વાસ સુધી સાચવી હતી? તો પછી આજે કેમ આ હાથ કોઈ બીજી હૂંફ માટે ધ્રૂજે છે?

​તેને અહેસાસ થયો કે સમાજ જેને 'મહાનતા' કહે છે, તે હકીકતમાં એક જીવતા માણસને 'પથ્થર' બનાવવાની પ્રક્રિયા છે. પિતાજી તેને 'જીવિકાનો આદર્શ પતિ' કહીને નવાજતા, પણ એ જ પિતાજીને ક્યાં ખબર હતી કે તેમનો દીકરો રાત્રે ઓશીકામાં મોઢું છુપાવીને પોતાની જ જરૂરિયાતો સામે લડતા-લડતા રડે છે.


​ઉર્જાનો પ્રભાવ અને જીતની મથામણ

​બીજા દિવસે ઓફિસમાં પણ જીતનું મન નહોતું લાગતું. ઉર્જાના એ શબ્દો"તારું શરીર હજી જીવંત છે"તેના કાનમાં હથોડાની જેમ વાગતા હતા. ઉર્જાએ તેને સહકાર આપવાની વાત કરી હતી, પણ જીત માટે એ સ્વીકારવું એટલે પોતાની જાતને 'નફ્ફટ' જાહેર કરવા જેવું હતું.

​સાંજે તે ઘરે આવ્યો ત્યારે ઉર્જા ત્યાં જ હતી, વીણા સાથે રમી રહી હતી. જીતની નજર ઉર્જા સાથે મળી અને તેણે તરત જ નજર ચુરાવી લીધી. ઉર્જાની આંખોમાં કોઈ લંપટતા નહોતી, પણ એક એવી સમજણ હતી જે જીતને ડરાવતી હતી. ઉર્જા જ્યારે પાણી આપવા આવી ત્યારે તેના આંગળા જીતના હાથને અડી ગયા. એ એક સેકન્ડના સ્પર્શે જીતના શરીરમાં વીજળી દોડાવી દીધી. તેને પોતાની જ પ્રતિક્રિયા પર ઘૃણા આવી. તેને લાગ્યું કે તે જીવિકાના પવિત્ર પ્રેમનું અપમાન કરી રહ્યો છે.


​ડાર્ક રિયાલિટી: એકલતાનો અજગર

​રાત્રે જમતી વખતે પિતાજીએ વાત છેડી, "બેટા જીત, હવે આપણે જીવિકાની તેરમી પછી કોઈ મોટું અનુષ્ઠાન કરીએ. તારું મન શાંત થશે."

જીતને ચીસ પાડીને કહેવું હતું, "પિતાજી, મારું મન અશાંત નથી, મારું શરીર ભૂખ્યું છે! મારું અસ્તિત્વ.....મને કોઈ મંત્રોની નહીં, પણ એક જીવતા માણસના શ્વાસની જરૂર છે." પણ તે કશું જ બોલી ના શક્યો. તે બસ ચૂપચાપ જમીને ઊભો થઈ ગયો.

​તે રૂમમાં ગયો અને જોયું કે તેની ડાયરીમાં ૪૨ લાખનો હિસાબ તો ચુકતે થઈ ગયો હતો, પણ એક નવો હિસાબ શરૂ થયો હતો


'એકલતાનો હિસાબ'. તેણે ડાયરીમાં લખ્યું:

​"કેન્સર તો કોષોને ખાય છે, પણ આ એકલતા તો આત્માને ચીરી નાખે છે. સમાજ મને 'રામ' બનાવવા માંગે છે, પણ મારી અંદરનો 'માણસ' શ્વાસ લેવા માટે તરફડે છે. શું હૂંફ માંગવી એ ખરેખર પાપ છે? કે પછી આ મહાનતા જ સૌથી મોટું પાપ છે?"


​માનસિક વિકૃતિની શરૂઆત?

​જીતની હાલત હવે એવી થઈ ગઈ હતી કે તેને ભ્રમ થવા લાગ્યા હતા. અંધારામાં તેને ઉર્જાનો ચહેરો જીવિકા જેવો દેખાવા લાગતો. તેને ડર લાગતો હતો કે જો તે ઉર્જાના પ્રસ્તાવને સ્વીકારી લેશે, તો તે ક્યારેય પોતાની નજરમાં ઊંચો નહીં આવી શકે. પણ જો તે નહીં સ્વીકારે, તો તે પાગલ થઈ જશે.

​તે રાત્રે જીતે ઉર્જાને મેસેજ કર્યો: "ઉર્જા, મને મારી પોતાની જ બીક લાગે છે. તું જે કહેતી હતી એ સાચું છે... હું હારી રહ્યો છું. મને બચાવી લે નહીંતર હું મારી જાતને નફરત કરતા કરતા મરી જઈશ."

​આ મેસેજ મોકલતા જ જીતનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. તેણે એક મર્યાદા તોડી હતી. તેણે સ્વીકાર્યું હતું કે તે માત્ર એક 'પતિ' નથી, પણ એક 'પુરુષ' પણ છે.

​શું ઉર્જા જીતને આ માનસિક નરકમાંથી બહાર કાઢશે? કે પછી આ સંબંધ સમાજ અને પરિવાર સામે એક નવો ભયાનક વળાંક લેશે?


જીત માટે હવે ઘરની ચાર દીવાલો ગૂંગળામણ બની ગઈ હતી. તેણે ઓફિસમાં અગત્યના કામનું બહાનું કાઢ્યું અને ઘરે જૂઠું બોલ્યો કે તેને મુંબઈ એક કોન્ફરન્સમાં જવાનું છે. ઉર્જાએ પણ પોતાની રીતે રસ્તો કરી લીધો હતો. બંનેનું મિલન મુંબઈથી દૂર માથેરાનના એકાંત રિસોર્ટમાં નક્કી થયું.


​માથેરાન: જ્યાં મન બોલે છે અને મન મૌન છે

​માથેરાનની એ ઠંડી હવામાં જ્યારે જીત અને ઉર્જા એકલા પડ્યા, ત્યારે જીતના મનમાં એક ભયાનક યુદ્ધ ચાલતું હતું. રિસોર્ટના એ રૂમમાં જ્યારે ઉર્જાએ જીતનો હાથ પકડ્યો, ત્યારે જીત ધ્રૂજી ઉઠ્યો. તેને લાગ્યું કે તે જીવિકાને દગો દઈ રહ્યો છે, પણ ઉર્જાએ તેની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, "જીત, આજે જીવિકાને ભૂલી જા... આજે તું માત્ર 'માણસ' છે, પથ્થર નહીં."

​એ રાત્રે જીતની અંદરનો લાવા ફાટી નીકળ્યો. તેની વર્ષ ની એકલતા, તેની શારીરિક તડપ અને મનની શાંતિ બધું જ ઉર્જાના આલિંગનમાં ઓગળવા લાગ્યું. તે ક્રીડા માત્ર એક ભોગ નહોતી, પણ જીત માટે એક 'થેરાપી' હતી. ઉર્જાએ જે રીતે જીતની જરૂરિયાત અને માનસિક વ્યાધિને ઓળખીને તેને હૂંફ આપી, તેનાથી જીતને પહેલીવાર એવું લાગ્યું કે તેનું શરીર ફરી જીવંત થયું છે. તેને એ રાત્રે જે ઊંઘ આવી, એવી ઊંઘ તેને જીવિકાના ગયા પછી ક્યારેય નહોતી આવી. તેના ચહેરા પરની કરચલીઓ અને ચીડિયાપણું એક જ રાતમાં ગાયબ થઈ ગયા હતા.


​ઘરની ડાર્ક રિયાલિટી: પિતાનો પશ્ચાતાપ

​બરાબર એ જ સમયે અમદાવાદમાં 'શાંતિ નિવાસ' માં એક અલગ જ દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. પિતાજી રાત્રે જીવિકાના જૂના કબાટને સરખો કરી રહ્યા હતા, જેથી તેની વધેલી વસ્તુઓ જરૂરિયાતમંદોને આપી શકાય. અચાનક, કબાટના એક ખાનામાં કપડાંની નીચે દબાયેલો એક લાલ પરબિડીયું મળ્યું.

​ધ્રૂજતા હાથે પિતાજીએ પત્ર ખોલ્યો. એ જીવિકાના અક્ષર હતા


જીવિકાની 'અંતિમેચ્છા'.


​"મારા વહાલા પપ્પાજી,

જ્યારે તમને આ પત્ર મળશે, ત્યારે કદાચ હું તારાઓમાં ક્યાંક હઈશ. હું જાણું છું કે તમે જીતને 'મહાન' બનાવવા માંગશો, તેને આદર્શ પતિ તરીકે પૂજશો. પણ પપ્પા, જીત હજી જુવાન છે. તે અંદરથી એકલો પડી જશે. તેની જરૂરિયાતો, તેનું શરીર અને તેનું મન તેને અંદરથી ખાઈ જશે. સમાજની બીકે તેને જીવતો લાશ ના બનાવતા. 

મારી છેલ્લી ઈચ્છા છે કે જીત ફરીથી ઘર વસાવે, અને એ પણ 'ઉર્જા' સાથે. ઉર્જા જ એક એવી સ્ત્રી છે જે જીતની આ ડાર્ક સાઈડને, તેની જરૂરિયાતોને અને તેની પીડાને સમજી શકે છે. પપ્પા, જો તમે તેને રોકશો અથવા 'મહાનતા' ના પાઠ ભણાવશો, તો તમે એક બાપ તરીકે નિષ્ફળ જશો. તેને મુક્ત કરજો... તેને માણસ રહેવા દેજો."


​પત્ર વાંચતા જ પિતાજીના હાથમાંથી કાગળ છૂટી ગયો. તેઓ સોફા પર ઢગલો થઈ ગયા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમને અહેસાસ થયો કે તેઓ અત્યાર સુધી કેટલા 'નફ્ફટ' અને સ્વાર્થી હતા. તેઓ માત્ર પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને જીતની 'મહાનતા' નો વિચાર કરતા હતા, પણ જે વહુ મરી ગઈ હતી, તેને જીતના શરીરની તડપ અને મનની એકલતાનો અહેસાસ હતો.

​"હું હારી ગયો..." પિતાજી ગડગડાટ રડી પડ્યા. "જીવિકા, બેટા... હું એક બાપ તરીકે ફેલ થયો. મેં મારા દીકરાના મનના અંધકારને જોવાને બદલે તેના પર સંસ્કારોનો ભાર મૂકી દીધો."


​પરિવર્તનનો સૂર્યોદય

​ત્રીજા દિવસે જ્યારે જીત માથેરાનથી પાછો આવ્યો, ત્યારે તે ડરેલો હતો. તેને લાગ્યું કે પિતાજી તેની નજરમાં પાપ જોઈ લેશે. પણ જ્યારે તે ઘરે પહોંચ્યો, ત્યારે પિતાજીએ તેને ઠપકો આપવાને બદલે તેને ગળે લગાવી લીધો.

​પિતાજીએ ધ્રૂજતા હાથે જીવિકાનો એ પત્ર જીતને આપ્યો. પત્ર વાંચતા જ જીત ઘૂંટણિયે બેસી પડ્યો. તેને અહેસાસ થયો કે ઉર્જા સાથે વિતાવેલી એ રાત 'પાપ' નહોતી, પણ જીવિકા નો જ 'આશીર્વાદ' હતો .

​ઉર્જા દરવાજે ઊભી હતી. પિતાજીએ ઉર્જાનો હાથ પકડ્યો અને જીતના હાથમાં આપ્યો. "જીત, આજે હું તને આ 'આદર્શ પતિ' ના મુખવટામાંથી આઝાદ કરું છું. જીવિકાએ તને જે હૂંફ આપવાનું નક્કી કર્યું હતું, તે સ્વીકારી લે."

​જીતના મનનું 'કેન્સર' આજે હંમેશા માટે મટી ગયું હતું. તે હવે માત્ર એક 'વિજેતા' નહોતો, પણ એક 'સંપૂર્ણ માણસ' હતો.


#MansiDesaiShastriNiVartao


#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ


#Aneri


#SuspensethrillerStory


#Booklover


#Storylover


#Viralstory