Cancer - 9 in Gujarati Classic Stories by Mansi Desai Shastri books and stories PDF | કેન્સર - 9

Featured Books
  • नया युग - 2

    जादुई भेड़ियाँ को हारने ने बाद रुद्र काफी थक चुका और घायल भी...

  • चांदनी

    यह चांदनी है।सुबह का समय था। गंगा के किनारे, ऋषिकेश में मैं...

  • अन्तर्निहित - 46

    [46]“मैं जानता हूँ। वेदों में राधा का नाम है। ऋग्वेद में है...

  • षड्यंत्र - भाग 9

    अभी तक आपने पढ़ा कि धीरे-धीरे पंकज और रितु के बीच प्यार गहरान...

  • ईश्वर से मित्रता

    ऋगुवेद सूक्ति-- (२४) की व्याख्या “अघृणे न ते सख्याय पह्युवे”...

Categories
Share

કેન્સર - 9

#કેન્સર 
ભાગ 9 ઈમ્યુનોથેરાપી – શ્વાસ અને વિશ્વાસની આખરી લડાઈ
​હોસ્પિટલના કોરિડોરમાં ફેલાયેલી ફિનાઈલની ગંધ હવે જીવિકાના શ્વાસનો હિસ્સો બની ગઈ હતી. PET Scan ના રિપોર્ટે જે 'Hotspot' બતાવ્યો હતો, તે માત્ર ફેફસાંમાં કેન્સરનો ફેલાવો નહોતો, પણ આખા પરિવારના હૃદય પર પડેલો ઘા હતો. સ્ટેજ-૪ (Metastasis) – આ એ શબ્દ છે જે સાંભળતા જ મધ્યમવર્ગીય પરિવારોના પગ નીચેથી જમીન સરકી જાય છે. પણ આ વખતે લડાઈમાં આશા અને દીપક રૂપી બે નવા સેનાપતિઓ જોડાયા હતા.
​સંબંધોની નવી વ્યાખ્યા: પિયર અને સાસરીનો સંગમ
​ડૉ. જીવન શાહની કેબિનની બહાર જીવિકાના ભાભી રડી રહ્યા હતા. પિયર પક્ષ માટે જીવિકા માત્ર એક નણંદ નહોતી, પણ ઘરની લક્ષ્મી હતી. ભાભીએ ધ્રૂજતા હાથે પોતાના સોનાના કંગન ઉતાર્યા અને જીત સામે ધર્યા.
​"જીતભાઈ, આ રાખો. દીપકભાઈ ભલે બધું સંભાળે, પણ જીવિકાના લોહીમાં અમારો પણ હિસ્સો છે. આ વેચીને જે પણ આવે તે તેની દવામાં વાપરજો. મારે મારી જીવિકા પાછી જોઈએ છે, ભલે મારે આખી જિંદગી કાચની બંગડીઓ પહેરવી પડે," ભાભીનો અવાજ ડસકે ભરાયો હતો.
​દીપકે આગળ આવીને ભાભીનો હાથ પકડ્યો. "ભાભી, તમે આ ઘરેણાં પાછા પહેરી લો. આ દીપક હજી બેઠો છે. મેં મારા ટેક્સટાઈલ યુનિટની નવી મશીનરી માટે જે બચત કરી હતી, એ બધી જ અત્યારે લિક્વિડ કેશમાં ફેરવી દીધી છે. જીવિકા ભાભીના એક-એક શ્વાસ માટે હું મારું આખું સામ્રાજ્ય વેચવા તૈયાર છું."
​આ દ્રશ્ય હોસ્પિટલના એ શુષ્ક વાતાવરણમાં માનવતાની મહેક ફેલાવી રહ્યું હતું. આશાએ જીવિકાના માથા પર હાથ ફેરવતા કહ્યું, "ભાભી, જુઓ તો ખરા... તમને પ્રેમ કરવા માટે આખું લશ્કર ઉભું છે. તમારે હારવાનું નથી."
​ઈમ્યુનોથેરાપી: 

વિજ્ઞાનનો મોંઘો અને આકરો જંગ
​ડૉક્ટરે સમજાવ્યું હતું કે હવે સામાન્ય કીમોથેરાપી જીવિકાના શરીરને વધુ તોડી નાખશે. હવે રસ્તો હતો 'Immunotherapy' (ઇમ્યુનોથેરાપી). આ સારવારમાં દવા કેન્સરના કોષોને સીધી નથી મારતી, પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ (T-Cells) ને એટલી શક્તિશાળી બનાવે છે કે તે પોતે કેન્સરના કોષોને શોધીને ખતમ કરે. પણ આ સારવારના એક ઇન્જેક્શનની કિંમત ૧.૫ થી ૨ લાખ રૂપિયાની વચ્ચે હતી.
​દીપકે હસતા મુખે ૨ લાખનું પેમેન્ટ કર્યું. જ્યારે એ મોંઘુંદાટ પ્રવાહી જીવિકાની નસોમાં ઉતરવાનું શરૂ થયું, ત્યારે રૂમમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. જીવિકાના ચહેરા પર અત્યંત પીડા હતી. ઈમ્યુનોથેરાપીના ઇન્જેક્શન પછી શરીરમાં 'સાયટોકાઈન સ્ટોર્મ' (Cytokine Storm) જેવી સ્થિતિ સર્જાય છે.
​"જીત... મને બહુ જ ધ્રુજારી ચડી છે... હાડકાં તૂટે છે," જીવિકાના દાંત કકડતા હતા.
​તેને ૧૦૪ ડિગ્રી તાવ ચડી ગયો. તેનું શરીર ભઠ્ઠીની જેમ તપતું હતું. આશા અને તેના ભાભી સતત ઠંડા પાણીના પોતા મૂકતા રહ્યા. જીવિકાના શ્વાસ ટૂંકા પડી રહ્યા હતા. તેને એવું લાગતું હતું કે તેના ફેફસાંની અંદર હજારો વીંછીઓ એકસાથે ડંખ મારી રહ્યા છે. આ પીડા જોઈને જીત કેબિનની બહાર જઈને દીવાલ સાથે માથું પછાડીને રડવા લાગ્યો.
​"કેમ મારી જીવિકા જ? એણે કોઈનું શું બગાડ્યું છે?" જીતનો આ સવાલ ઈશ્વરના મૌન દરબારમાં ભટકાઈને પાછો આવતો હતો.

​વીણાનું બાળપણ અને જીવિકાની ગ્લાનિ
​સાંજે જ્યારે થોડો તાવ ઉતર્યો, ત્યારે જીવિકાને વ્હીલચેર પર બેસાડીને વોર્ડની બહાર લાવવામાં આવી. નાની વીણા તેના પપ્પા સાથે આવી હતી. વીણાએ મમ્મીના હાથ પર લાગેલી અનેક પાઈપો જોઈ.
​"મમ્મી, તને આટલી બધી સોય કેમ મારે છે? તને બહુ દુખતું હશે ને?" વીણાએ મમ્મીના હાથ પર કિસ કરી.
​જીવિકાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને એકાએક અપરાધભાવ (Guilt) થવા લાગ્યો. તેને લાગ્યું કે તેના કારણે આશા અને દીપકના સપનાઓ રોળાઈ રહ્યા છે. તેણે જોયું કે દીપક ફોન પર કોઈને કહી રહ્યો હતો કે, "હા, અત્યારે એ જમીનનો સોદો કેન્સલ કરો, મારે અત્યારે લિક્વિડ ફંડની જરૂર છે."
​જીવિકાએ આશાનો હાથ પકડ્યો અને રડતા અવાજે કહ્યું, "આશા... દીપકને રોકો. આટલો મોટો ખર્ચ ના કરો. હું જાણું છું કે ચોથા સ્ટેજ પછી બચવાના ચાન્સ બહુ ઓછા હોય છે. મારે તમારી બરબાદીના પાયા પર જીવવું નથી. મને મરવા દો..."
​આશા સ્તબ્ધ થઈ ગઈ. તેણે જીવિકાના ગાલ પર હળવો ટપલી મારીને કહ્યું, "ભાભી! આવું બોલતા શરમ નથી આવતી? દીપક માટે તમે ભાભી નથી, મોટી બહેન છો. અને ભાઈ માટે તો તમે એમની દુનિયા છો. જો તમે હિંમત હારશો, તો આ વીણાનું શું થશે? એ કોને 'મમ્મી' કહીને બોલાવશે?"

​મેડિકલ ક્રાઈસિસ: ફેફસામાં પાણી (Pleural Effusion)
​રાત્રે અચાનક જીવિકાની તબિયત લથડી. તેને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ થવા લાગી. તેનું ઓક્સિજન લેવલ ૮૦ પર આવી ગયું. ડૉક્ટરોની ટીમ દોડી આવી. તપાસ કરતા ખબર પડી કે કેન્સરના કારણે તેના ફેફસાંની આસપાસના પડમાં પાણી ભરાઈ ગયું છે, જેને મેડિકલ ભાષામાં 'Pleural Effusion' કહેવાય છે.ઇમરજન્સી સર્જરી કરવી પડશે. ફેફસામાં નળી નાખીને પાણી કાઢવું પડશે, નહીં તો એ ગૂંગળાઈને મરી જશે," ડૉ. જીવન શાહે ગંભીરતાથી કહ્યું.
​ફરી એકવાર જીવિકાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. બહાર આખું પરિવાર સાસરી અને પિયર હાથ જોડીને ઉભું હતું. દીપકે જીતને હિંમત આપતા કહ્યું, "ભાઈ, મેં બેંગ્લોરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથે પણ વાત કરી છે. જો અહીં પરિસ્થિતિ નહીં સુધરે તો આપણે એર-એમ્બ્યુલન્સ કરીને ભાભીને ત્યાં લઈ જઈશું. તમે બસ હિંમત ના હારતા."
​જીત સ્તબ્ધ હતો. તેને લાગતું હતું કે આ કેન્સર એક એવો રાક્ષસ છે જે એક પછી એક અંગોને ગળી રહ્યો છે. પહેલા સ્તન, પછી વાળ, પછી ચામડી અને હવે ફેફસાં. શું ખરેખર ઇમ્યુનોથેરાપી આ રાક્ષસને રોકી શકશે?
​ઓપરેશન થિયેટરની લાલ લાઈટ ચાલુ થઈ. અંદર જીવિકા મૃત્યુ સાથે સંતાકુકડી રમી રહી હતી. બહાર ભાભી અને આશા એકબીજાને પકડીને રડી રહ્યા હતા. પિયરના પિતા હોસ્પિટલના પગથિયે બેસીને માળા ફેરવી રહ્યા હતા.

#MansiDesaiShastriNiVartao

#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ

#Aneri

#SuspensethrillerStory

#Booklover

#Storylover

#Viralstory