#કેન્સર
ભાગ 6 અગ્નિપરીક્ષા અને રાખમાંથી બેઠું થતું આયખું
જીવિકાએ પોતાના શરીરનો એક અંશ ગુમાવ્યો હતો. ઓપરેશનના ટાંકા હજી લીલા હતા, પણ કેન્સર સામેનો જંગ વિરામ લેવા તૈયાર નહોતો. ડૉ. જીવન શાહે સ્પષ્ટ કર્યું હતું કે સર્જરી પછી શરીરમાં રહી ગયેલા કેન્સરના અદ્રશ્ય 'માઈક્રો' કણોને ખતમ કરવા માટે રેડિયેશન (Radiation therapy) અનિવાર્ય છે.
રેડિયેશનનો રૂમ એક ઠંડો સ્મશાનવત સન્નાટોબની ગયું હતું
ઓપરેશનના એક મહિના પછી જ્યારે જીવિકા હોસ્પિટલના રેડિયેશન વિભાગમાં પ્રવેશી, ત્યારે ત્યાંનું વાતાવરણ કીમોથેરાપીના વોર્ડ કરતા પણ વધુ ભયાનક હતું. મોટા-મોટા સીસાના દરવાજા, લાલ લાઈટો અને મશીનોનો કર્કશ અવાજ.
"જીવિકાબેન, તમારે આ મશીન પર બિલકુલ સ્થિર સૂવાનું છે. હલનચલન કરશો તો કિરણો બીજા અંગોને નુકસાન કરશે," ટેકનિશિયને રૂક્ષ અવાજે સૂચના આપી.
જીવિકાએ ટેબલ પર સૂઈને છત તરફ જોયું. જે જમણી બાજુએ ક્યારેક તેનું સ્તન હતું, ત્યાં હવે માત્ર એક લાંબો ડાઘ (Scar) હતો. મશીનમાંથી જ્યારે ઉચ્ચ ઉર્જા ધરાવતા ક્ષ-કિરણો (X-rays) તેના શરીરને વીંધીને અંદર ઉતર્યા, ત્યારે તેને કોઈ દુખાવો ન થયો, પણ તેને અંદરથી કઈંક બળતું હોય તેવો ભાસ થયો. ૨૫ રાઉન્ડની આ અગ્નિપરીક્ષા શરૂ થઈ હતી.
દસ રાઉન્ડ પૂરા થતા સુધીમાં જીવિકાની ચામડી કોલસા જેવી કાળી પડી ગઈ હતી. જે સ્ત્રીની ત્વચા ક્યારેક રેશમ જેવી મુલાયમ હતી, ત્યાં હવે લોહી જેવી લાલાશ અને ફોલ્લા પડી ગયા હતા. તેને હાથ હલાવવામાં પણ અત્યંત વેદના થતી હતી. રાત્રે જ્યારે તે સૂતી, ત્યારે પથારીની ચાદર પણ તેની બળેલી ચામડીને સ્પર્શતી તો તે ચીસ પાડી ઉઠતી.પરિવાર ની માનસિક અને આર્થિક સ્થિતિ કફોડી બની રહી હતી
જીત માટે હવે પરિસ્થિતિ 'કરો અથવા મરો' જેવી હતી. ૪૦,૦૦૦ ના એ ૭ ઇન્જેક્શન, ૨ લાખનું ઓપરેશન અને હવે રેડિયેશનનો દોઢ લાખનો ખર્ચ આ બધું પૂરું કરવા માટે તેણે પોતાની બચત તો શું, જીવનની મર્યાદાઓ પણ વટાવી દીધી હતી. તેણે ઓફિસમાં ઓવરટાઇમ શરૂ કર્યો હતો. રાત્રે ૨ વાગ્યા સુધી તે જાગીને ફ્રીલાન્સ કામ કરતો જેથી થોડા વધુ રૂપિયા કમાઈ શકાય.
તેના ચહેરા પરના તેજની જગ્યાએ હવે ચિંતાની રેખાઓ સ્થિર થઈ ગઈ હતી. તે જ્યારે જીવિકાની કાળી પડેલી ચામડી પર ડૉક્ટરે આપેલી સ્પેશિયલ જેલ (Radiogel) લગાવતો, ત્યારે તેના હાથ ધ્રૂજતા હતા. "જીવિકા, બસ થોડા દિવસ... પછી બધું ઠીક થઈ જશે," તે કહેતો તો ખરો, પણ તેને ખબર નહોતી કે 'ઠીક' થવાની વ્યાખ્યા શું છે.
સાત વર્ષની વીણા હવે જીદ કરવાનું ભૂલી ગઈ હતી. તે જોતી હતી કે તેની મમ્મી કલાકો સુધી અંધારા રૂમમાં પડી રહે છે. તે રૂમમાં જાય તો પણ તેને અડવાની મનાઈ હતી, કારણ કે જીવિકાનું શરીર અત્યંત સંવેદનશીલ હતું. વીણાએ પોતાની જાતે જમવાનું અને સ્કૂલ બેગ તૈયાર કરવાનું શીખી લીધું હતું. આ કેન્સરે એક નાની બાળકીનું બાળપણ છીણવીને તેને સમય કરતા વહેલી મોટી કરી દીધી હતી.
સસરા હવે સવારે વહેલા ઉઠીને મંદિરે જતા અને ગર્ભગૃહની બહાર બેસી રહેતા. તેમને હવે વિજ્ઞાન કરતા ઈશ્વર પર વધુ ભરોસો હતો. સાસુ આખો દિવસ જીવિકાના રૂમમાં બેસીને તેની પીડા વહેંચવાનો પ્રયાસ કરતા. જ્યારે જીવિકા ઉલટી કરતી કે વેદનામાં તરફડતી, ત્યારે સાસુ પોતાનો પાલવ તેના માથા પર ઓઢાડીને મૌન રૂદન કરતા. આ પવિત્ર સંબંધે જ જીવિકાને આ નર્કમાં જીવતી રાખી હતી.
રેડિયેશન દરમિયાન જીવિકાને એક નવી જ સમસ્યા નડી Phantom Pain. જે અંગ હવે તેના શરીરમાં નહોતું, ત્યાં તેને અત્યંત ખંજવાળ અને દુખાવો અનુભવાતો. મગજ હજી પણ સ્વીકારવા તૈયાર નહોતું કે તેનું જમણું સ્તન કપાઈ ગયું છે. આ માનસિક તકલીફ શારીરિક પીડા કરતા પણ વધુ ભયાનક હતી.
એક દિવસ સોસાયટીના બે-ત્રણ બહેનો તેને મળવા આવ્યા. જીવિકાએ માથા પર દુપટ્ટો બાંધ્યો હતો.
"અરેરે જીવિકાબેન, આ તો બહુ મોટું નુકસાન થઈ ગયું. હવે તમે બહાર કેવી રીતે નીકળશો? લોકો તો જાત-જાતની વાતો કરશે," " અરે હવે તો વાળ પણ આટલા જલ્દી લાંબા નહીં આવે બેન હવે તમે તો સાવ..... બીજી બેન ચાલો અમે નીકળીએ અમને પણ જો આ રોગ લાગી ગયો તો કઈ કામ હોય તો જણાવજો હો જીવિકા બેન એક બહેને દયા ખાતા કહ્યું.
આ સાંભળીને જીવિકાના હૃદયમાં સોય જેવી પીડા થઈ. તેને સમજાયું કે બીમારી કરતા પણ સમાજની 'કપટી સહાનુભૂતિ' વધુ ઘાતક હોય છે. તેણે મનોમન નક્કી કર્યું કે તે કાયમ માટે રૂમમાં પુરાઈ નહીં રહે.
જીવિકાની ભાભી હજી પણ તેની સાથે જ હતા. તેમણે જોયું કે જીવિકા માનસિક રીતે તૂટી રહી છે.
"બહેન, અરીસામાં તારા શરીરના ડાઘ ના જો, તારા ચહેરાની હિંમત જો. તારો ભાઈ કહે છે કે તારે મજબૂત થવું પડશે, કારણ કે વીણાને તારી જરૂર છે," ભાભીએ તેને વહાલથી પંપાળતા કહ્યું. પિયરથી તેના પિતાએ હવે તેના માટે આયુર્વેદિક ઉકાળાઓ મોકલવાનું શરૂ કર્યું હતું, જેથી કીમોની સાઈડ ઈફેક્ટ્સ ઓછી થાય.
૪૦,૦૦૦ ના ઇન્જેક્શનનો ખર્ચ તો ભાઈએ જમીન વેચીને પૂરો કર્યો હતો, પણ હવે પછીની લડાઈ જીવિકાએ પોતાની માનસિક શક્તિથી લડવાની હતી.
૨૫મો રેડિયેશન રાઉન્ડ પૂરો થયો ત્યારે જીવિકા હોસ્પિટલના એ રૂમમાંથી બહાર નીકળી અને તેણે ઊંડો શ્વાસ લીધો. તેનું શરીર કાળું પડી ગયું હતું, નખ ખરી ગયા હતા, વાળ નહોતા અને એક અંગ ઓછું હતું પણ તે 'જીવતી' હતી.
ડૉ. જીવન શાહે કહ્યું, "જીવિકાબેન, તમે યુદ્ધ જીતી લીધું છે. હવે આપણે માત્ર ફોલો-અપ રાખવાનું છે. પણ યાદ રાખજો, કેન્સર માત્ર શરીરમાંથી ગયું છે, મનમાંથી કાઢવાની જવાબદારી તમારી છે."
જીતે તેને વળગીને કહ્યું, "જીવિકા, હવે આપણે નવા ઘરે જઈશું. આ હોસ્પિટલની ગંધ અને દવાનો અવાજ હવે પાછળ છોડી દેવો છે."
#MansiDesaiShastriNiVartao
#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ
#Aneri
#SuspensethrillerStory
#Booklover
#Storylover
#Viralstory