Abhinetri - 61 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 61

Featured Books
  • The Omniverse - Part 5

    (Destruction Cube) அழித்த பிறகு,ஆதியன் (Aethion) பேய்கள் மற்...

  • The Omniverse - Part 4

    தீமையின் எழுச்சி – படையெடுப்பு தொடங்குகிறதுதற்போது, டீமன்களு...

  • அக்னியை ஆளும் மலரவள் - 12

     மலரியின் அக்கா, ஸ்வேதா வருவதைப் பார்த்து, “நீயே வந்துட்ட, எ...

  • அக்னியை ஆளும் மலரவள் - 11

    “நீ கோபப்படுற அளவுக்கு இந்த ஃபைலில் அப்படி என்ன இருக்கு?” என...

  • The Omniverse - Part 3

    வெற்றிட சோதனை - ஒரு தகுதியான வாரிசைக் கண்டுபிடிக்கபல டிரில்ல...

Categories
Share

અભિનેત્રી - ભાગ 61

અભિનેત્રી 61*

        બીજે દિવસે સવારથી દરેક ન્યુઝ ચેનલો ઉપર ફક્ત એકજ ન્યૂઝ છવાયેલી હતી.
"ફિલ્મ અભિનેત્રી શર્મિલાની હત્યા માટે બે શકમંદોની ધરપકડ.એક એનોજ બનેવી સુનીલ અને બીજો એની નવી મૂવી*હો ગયે બરબાદ* ના પ્રોડ્યુસર જયદેવનો પુત્ર.અને આ ફિલ્મથી લોંચ થવાનો હતો એ શર્મિલાનો કો એક્ટર રંજન દેવ.બન્નેને પોલીસ કસ્ટડીમા લેવામા આવ્યા છે.અને આગળ તપાસ ચાલુ છે"
 બહેરામે સવારે ઓફિસ જવા પહેલા ન્યૂઝ લગાડ્યા.અને ન્યુઝ જોઈને એ ચોંકી ગયો.
 "મહેર.મહેર જોની આ ન્યુઝ વાલા શુ બકી રિયા છે?"
 મહેર દોડતી આવી.
"શુ થયુ બહેરામ?કેમ ઘાંટો પાડછ?"
"આજો આપણા બનેવીને પોલીસ પકરી ગઈ છે."
 "હે ખોદાયજી.શુ કર્યુ વલી એને?"
 "એની જ સાલીના મર્ડરના ઇલ્ઝામમાં એને પકરેલો છે."
 "પેલી હીરોની શર્મિલા?ઉર્મિલાની બેન?કોને માલી નાખી હુશે એને?"
"ઈ તો ખબર નથી પરી.પન આતો બેન ઉપર ડબલ ગઝબ નાઝીલ થીયો મહેર.બેન પન ગઈ અને ખાવિંદ પન અંદર.આપણે બેન પાસે જવુ જોઈએ."
 "હા.ચોક્કસ અત્યારે બેનને આપણી ખાસ જરુરત હોંશે."
મહેરે પતિની વાતમા સહમતી દર્શાવી.
 અને બન્ને ઉર્મિલાના ઘરે આવ્યા.
બહેરામે ડોરબેલ વગાડી.શર્મિલાએ આવીને દરવાજો ખોલ્યો.એતો ઓળખતી ન હતી બહેરામ કે મહેરને એટલે એણે પૂછ્યુ.
 "બોલો શુ કામ છે?"
શર્મિલા માટે તો બહેરામ અને મહેર બન્ને અજાણ્યા હતા.પણ બહેરામને શર્મિલાના પ્રશ્નથી આશ્ચર્ય થયુ.
 "બેન.આઘાતથી તારુ ભેજુ બગરી ગયુ છે કે શુ?"
બહેરામનો સવાલ સાંભળીને શર્મિલાને લાગ્યુ આ નકકી ઉર્મિલાના ઓળખીતા લાગે છે. એટલે થોડીક એક્ટિંગ કરવી પડશે.
એણે રડવાનુ શરુ કર્યું.
"ભાઈ આભ તુટી પડ્યું મારા ઉપર.મારી શર્મીનું કોઈએ ખુન કરી દીધુ.અને પાછો સુનીલને પણ એનાજ ખુનનો દોષી ઠેરવીને લઈ ગયા."
બહેરામ આશ્વાસન આપતા બોલ્યો.
"તુ ચિંતા ન કર બેન બધા સારા વાના થઈ જશે."
બહેરામમા રહેલા વકીલને શર્મિલાનો બિહેવિયર શંકાસ્પદ લાગ્યો.એટલે એને વધારે સમય ત્યા રોકાવું ઉચીત ન લાગ્યુ.પાંચ જ મિનિટ પછી એણે મહેરને કહ્યુ 
 "ચલ મહેર આપને જઈએ."
પછી ઉભા થતા શર્મિલાને કહ્યુ.
"બેન.કંઈ કામ હોય તો જનાવજે."
શર્મિલા પણ આજ ઈચ્છતી હતી કે આ લોકો જલ્દી જાય અને પોતે એકલી પડે.
 "હા હા કંઈ જરુર હશે તો હુ કહીશ."
બહેરામ અને મહેર ઘરની બાહર આવ્યા. પાર્કિંગમા આવીને બહેરામે કહ્યુ 
 "મહેર.આ છોકરી મુને ઉર્મિલાબેન નથી લાગતી."
બહેરામની વાત સાંભળીને આંચકો લાગ્યો મહેરને.
 "શુ?સાવ ઘેલા જેવી વાત કરે છે." 
 મહેરને તો જરાય શંકા નહોતી કે આ ઉર્મિલા સિવાય બીજુ કોઈ હોય.પણ બહેરામનો વકીલ વાળો દિમાગ કામ કરવા લાગ્યો હતો.
"બેન અગર હોતે તો આટલા મોટા આવી પડેલા દુઃખના કારણે પહેલા તો એ રાત્રે જ સામેથી આપણને ફૉન કરત.બીજુ આપણે સામે ચાલીને આવ્યા તો એણે આપણને પિછાન્યા પણ નય.પાનીનુ સુધ્ધા નય પૂછ્યુ. અને તે એની આંખ જોઈ?જરા પન એ રડી હોય એવુ મુને તો લાગ્યું નય."
"શુ તુ પન?હમના જોને કેટલુ રડતી ઓતી તે."
"એ એનો ડ્રામા ઓતો.મહેર.તુ પાંચ દસ.મિનિટ આપણી ગાડી પાસે ઉભી રે.હુ હમના આવુ છુ."
કહીને બહેરામ મેઈન રોડ પર આવ્યો ત્યા એક જલેબી વાળાની દુકાનેથી એણે પા કિલો જલેબી લીધી અને ફરીથી એણે ઉર્મિલાનો ડોર બેલ વગાડ્યો.શર્મિલાએ કટાણુ મોં કરીને ફરી બારણુ ખોલ્યુ.બહેરામને જોઈને પૂછ્યુ.
 "શુ કંઇ ભુલી ગયા?"
તો બહેરામે જલેબીનુ પેકેટ આપતા કહ્યુ 
"બેન લે તારા માટે ગરમા ગરમ જલેબી લાયો છું."
 "જલેબી?"
શર્મિલાએ મોં બગાડ્યુ.
 "સવાર સવારમા કોણ જલેબી ખાય?"
બહેરામે હાથ પાછો ખેંચી લીધો.
 "હું મુને યાદ આવ્યુ તુને જલેબી આમ પન ક્યા પસંદ છે."
અને એ પાછો પાર્કિંગમા આવ્યો.
 "મહેર.સો ટકા આ ઉર્મિલા નથી."
 "એ કેવી રીતે જાન્યુ તે?”
મહેરે પૂછ્યુ.
 "બેનને જલેબી કેટલી ભાવતી ઓતી.અને આને તો જલેબીનુ નામ સાંભળીને મોંહ બગાર્યું અને બેન કેતી ઓતી ને કે એવણની કઝીન બેન એવણના જેવી જ દેખાય છે.તો આ એવનની બેન જ છે.અને.અને જેનુ મર્ડર થયુ એ બેન ઊર્મિલા હોવી જોઈએ એટલે આય દાલ મા કંઇ કાલુ જરુર છે મહેર."
બોલતા બોલતા બહેરામનો સ્વર રુંધાઈ ગયો. અને એ નાના બાળકની માફક રડી પડ્યો. મહેરની આંખ પણ ભીની થઈ ગઈ.છતા એ બહેરામને સાંત્વના આપતા બોલી.
"હિંમત ધર બહેરામ.જો તારો વહેમ સાચો હુશે.તો તારે જઈને સુનીલને સાચી વાત જનાવવી જોઈએ."
"હા તે સાચુ કહ્યુ મહેર.આજે હુ ઓફિસે નય જતા સુનીલને મલવા પોલીસ કસ્ટડીમા જઈશ."

 (જ્યારે સુનીલ જાણશે કે શર્મિલા નહી પણ ઉર્મિલાનુ મર્ડર થયુ છે ત્યારે શુ થશે?)