અભિનેત્રી 32*
"તુ પોલીસ ખાતાનો માણસ છો અને માનીલે કે કાલે મારે તારી પાસે થી કોઈ ગેરકાનૂની કામ કરાવવુ હોય તો કરીશ?"
શર્મિલાના આ શબ્દોએ બ્રિજેશને આખી રાત સુવા ન દીધો.વારંવાર આ શબ્દો ઘણની જેમ એની છાતીના પાટીયા પર પછડાતા રહ્યા.એના મસ્તકમા વારંવાર પડઘાતા રહ્યા.
બપોરે ડ્યુટી પર આવ્યા પછી પણ એ શબ્દો એ એનો પીછો છોડ્યો ન હતો. એને શર્મિલાના એ શબ્દો સાંભળીને સમજ માં આવતુ ન હતું કે શર્મિલા પોતે કરવા શુ માંગતી હતી?યા પોતાની પાસે કરાવવા શુ માંગતી હશે?
ગેરકાનૂની કામ એટલે એ કેવુંક કાર્ય કરવા માંગે છે?આ વિચારી વિચારીને એનુ માથુ ફાટ ફાટ થવા લાગ્યું હતું.
એ પોતાની બન્ને કોણી ટેબલ પર ગોઠવી ને.પોતાની બન્ને હથેળીમાં માથુ પકડીને ઘણી વાર સુધી બેસી રહ્યો.જયસૂર્યાએ એને આવી હાલતમા પહેલી વખત જ જોયો હતો.એ બ્રિજેશની સમીપ આવ્યો અને બોલ્યો.
"સાહેબ.તમારી તબિયત સારી નથી લાગતી?"
બ્રિજેશે માથુ ઊંચું કરીને જયસૂર્યાની સામે આંખો માંડી.રાતના ઉજાગરાને કારણ બ્રિજેશની પાપણો સૂઝાયેલી લાગતી હતી.
"લાગે છે ગઈ રાત્રે તમે સૂતા નથી.શુ થયુ છે સાહેબ?"
જયસૂર્યાના સ્વરમા હમદર્દી હતી.પણ બ્રિજેશ પાસે જયસૂર્યાના પ્રશ્નનો કોઈ ઉત્તર ન હતો.એટલે એ ખામોશ રહ્યો.
આથી જયસૂર્યાએ પૂછ્યુ.
"તમારા માટે કૉફી લઈ આવુ?એનાથી તમને સારુ લાગશે."
બ્રિજેશે હકારમાં ડોકુ હલાવ્યુ.અને પછી બન્ને હાથની આંગળીઓ દ્વારા પોતાના લમણા પર પ્રેસર દેવા લાગ્યો.જયસૂર્યાએ કૉફી આપતા કહ્યું.
"સર.કૉફી પીવાથી તમારું માથુ હળવુ થશે.અને કંઈ તકલીફ હોય અને મને કહી શકતા હોવ તો કહો.આથી તમારા હૃદયનો ભાર પણ હળવો થશે."
"તમે તો મારા મોટા ભાઈ જેવા છો."
બ્રિજેશે કહ્યુ.અને પછી એક ઉંડો શ્વાસ લેતા આગળ બોલ્યો.
"શર્મિલા ખબર છે ને?"
"હા.હા સર.શુ થયુ એને?"
જયસૂર્યાએ ચોંકી પડતા પૂછ્યું.
"એને હજી તો કંઇ થયુ નથી પણ મને લાગે છે કે આપણે એને ડ્રગ્સ સાથે ઝડપી હતીને ત્યારે એને એના આંસુ જોઈને છોડીને બહુ મોટી ભુલ કરી છે આપણે."
"કેમ સાહેબ?શુ એ હજુ ડ્રગ લે છે?"
જયસૂર્યાના સવાલનો જવાબ આપતા બ્રિજેશે કહ્યું.
"એતો ખબર નથી.પણ કાલે રાત્રે એણે મને ફોન કરીને બોલાવ્યો હતો."
"અચ્છા!એટલે તમે નવ વાગ્યે જતા રહ્યા હતા?"
"હા.."
કહીને બ્રિજેશ થોડીવાર માટે ખામોશ થઈ ગયો.પછી એણે શર્મિલાના એના જીજા સાથેના ઝઘડાની વાત કરી.અને કહ્યુ.
"મને પહેલા એણે ઇમોશનલ કર્યો.મેં જ્યારે લાગણીવશ થઈને તેને કહ્યુ કે તુ ચિંતા ન કરીશ હુ તારી સાથે છુ અને હમેશા તારો સાથ આપીશ.ત્યારે એણે મને પોતાના રુપની મોહજાળમાં ફસાવવાની કોશિષ કરતા શુ કહ્યું ખબર છે?"
"શુ?"
ધડકતા હૃદયે જયસૂર્યાએ પૂછ્યુ.
"એણે કહ્યું કે તુ પોલીસ ખાતાનો માણસ છો.મારે તારી પાસે કોઈ ગલત ગેરકાનૂની કામ કરાવવુ હોય તો તુ કરીશ?"
બ્રિજેશ આટલુ બોલતા બોલતા હાંફી ગયો.જયસૂર્યાએ ઝીણી આંખો કરતા કહ્યુ.
"ગેરકાનૂની કામ?એટલે કેવું ગેરકાનૂની?"
બ્રિજેશે ખંભા ઉલાળતા કહ્યુ.
"ગેરકાનૂની શબ્દ સાંભળતા જ હુ ઉશ્કેરાય ગયો હતો.એટલે તરત હુ ત્યાંથી નીકળી ગયો.મારો ઉશ્કેરાટ જોઈને એણે*હુ તો મજાક કરુ છુ એમ કહ્યુ હતુ*પણ હવે એ જાણવુ પણ જરુરી છે કે આખરે શર્મિલા કયું ગેરકાનૂની કામ કરવા માંગે છે?"
"આપણને કેવી રીતે ખબર પડશે કે મેડમ કરવા શુ માંગે છે?"
જયસૂર્યાના અવાજમા ચિંતા હતી.પણ બ્રિજેશ પાસે એનુ સોલ્યુશન હાજર જ હતું.
"આપણે પાટીલને એની ઉપર નજર રાખવાનુ કહીએ."
"પાટીલને શા માટે સાહેબ?તમે હુકમ કરો તો હુ પોતે એ મેડમ પર નજર રાખીશ."
જયસૂર્યા છાતી ફુલાવતા બોલ્યો.પણ બ્રિજેશે એના ઉપર ટાઢુ પાણી રેડ્યુ.
"ના જયસૂર્યા ભાઈ.તમારી તો મને ડગલે ને પગલે જરુર પડે છે.તમારે તો મારી સાથે જ રહેવાનુ છે."
"ઠીક છે સાહેબ.જેવી તમારી ઈચ્છા.હું સમજાવી દવ છુ પાટીલને."
એક ઉંડો નિઃસાસો નાખતા જયસૂર્યાએ કહ્યું.અને પછી સખારામ પાટીલને ફોન કરીને કંઈક સૂચનાઓ આપવા લાગ્યો.પાટીલને સૂચના આપ્યા પછી એણે બ્રિજેશને કહ્યું.
"સર.પાટીલને મે ફોન કરીને સમજાવી દીધું છે."
"ઓકે."
બ્રિજેશે જાણે નિરાંત અનુભવી.
"હુ પાંચ મિનિટમાં આવ્યો સાહેબ."
કહીને જયસૂર્યા બ્રિજેશને બે આંગળી દેખાડીને વોશરૂમ તરફ ચાલતો થયો.
ટોયલેટમાં પ્રવેશીને એણે મોબાઈલ કાઢ્યો અને શર્મિલાનો નંબર લગાડ્યો.
(શર્મિલાને ફોન કરીને શુ કહેવા માંગતો હતો જયસૂર્યા?વાંચો નેક્સ્ટ એપિસોડ માં.)