અભિનેત્રી 24*
મરોલમા એક સિંગલ રુમનુ ઘર મળી જતા મુનમુને સુનીલને મેસેજ મોકલી દીધો. અને મેસેજ મળતા જ સુનીલ તુરત પૂનાથી મરોલ શિફ્ટ થઈ ગયો.
અને એક સારુ મુરહત જોઈને સુનીલ અને ઉર્મિલાના લગ્ન પણ લેવાય ગયા.
એમની સુહાગરાત માટે તો સ્કવેર ગાર્ડનમા ઉત્તમના જ ત્રણ બેડરૂમના ફ્લેટમા એક રુમ શણગારવા મા આવ્યો હતો.
નાનુ એવુ રિસેપ્શન પત્યુ ત્યારે લગભગ રાતના સાડા બાર વાગવા આવ્યા હતા. રિસેપ્શન પત્યા પછી ઉર્મિલા.જે પાંચ વાગ્યા થી લગાતાર લગ્ન વિધિ ચાલી હતી એનો લાગેલો થાક ઉતારવા સીધી પોતાની મમ્મીનાં બેડરૂમમાં ચાલી ગઈ હતી.પણ ત્યા એની બહેનપણીઓએ એને ઘેરી લીધી.
અને આજે મધુરજનીમાં શુ શુ થશે અને તારે શુ કરવુ જોઈએ એનુ એને જ્ઞાન આપવા લાગી હતી.
સુનીલ પણ લગ્નની બે કલાક લાંબી ચાલેલી વિધિઓ.અને ત્રણ કલાક સુધી ચાલેલા રિસેપ્શનથી થાકીને સુહાગરાત માટે શણગારેલા એમના બેડરૂમ તરફ ચાલ્યો.
એ મનોમન રોમાંચિત થઈ રહ્યો હતો.છેલ્લા દોઢેક વર્ષથી એ અને ઉર્મિલા એક બીજાના પ્રેમમા તો ગળાડૂબ હતા પણ ઉર્મિલાએ કયારેય એને એક ,કિસ, સુદ્ધા કરવા આપી ન હતી.આજે એ દોઢ વર્ષથી તરસ્યા હોઠોનું વટક વાળી લેવાના મૂડમાં હતો.
એ જેવો બેડરુમમાં દાખલ થયો કે જાણે એનીજ રાહ જોતી હોય તેમ શર્મિલા બેડરૂમના દરવાજા પાસે જ એને મળી.
"આવો જિજ્જુ."
સુનીલે શણગારેલા પલંગ પર દ્રષ્ટિ નાખી તો ત્યા ઉર્મિલાને ના જોતા એણે પ્રશ્નાર્થ ભરી નજરે શર્મિલા તરફ જોયુ.
શરારત ભર્યું સ્મિત ફરકાવતા શર્મિલા બોલી.
"દોઢ વર્ષથી જેને પામવાનો તમે ઇંતેઝાર કરો છો ને જીજજૂ.એના માટે થોડોક વધુ ઇંતેઝાર કરી લ્યો.ઉર્મિ પાંચ કલાકથી પહેરેલા દુલ્હનના લિબાસથી ત્રાસી ગઈ હતી.એટલે મમ્મીનાં બેડરૂમમા ચેન્જ કરીને હમણા આવશે.ત્યા સુધી સુહાગરાતમા શુ શુ કરવુ અને કેવી રીતે કરવુ એના સપના મનમા મમળાવતા રહો"
આમ કહીને શર્મિલા ચાલી ગઈ.
અને સુનીલ વિચારમા ડુબી ગયો કે પોતે તો એવુ સાંભળ્યુ હતુ કે સુહાગરાતે દુલ્હન ઘૂંઘટ તાણીને પલંગ પર બેઠી હોય ત્યારે વરરાજો પહેલા ઘૂંઘટ ઉઘાડે અને ત્યાર પછી દુલ્હનના વસ્ત્રો એક પછી એક દુલ્હો પોતાના હાથે જ ઉતારતો હોય છે.અને આ ઉર્મિ ચેન્જ કરીને આવશે તો?કપડા તો ઠીક પણ પોતે એનો ઘૂંઘટ કઈ રીતે ઉઘાડશે?જો એણે ઘૂંઘટ ઢાળ્યો જ નહીં હોય તો?
એ પલંગને અઢેલીને હજુ આમ વિચારોમા આંખ બંધ કરીને ખોવાયેલો હતો ત્યા ધીરેથી બેડરૂમનો દરવાજો બંધ થવાનો અવાજ એને સંભળાયો.
એણે આંખ ખોલીને જોયુ તો એનુ હ્રદય જોર શોરથી એની છાતીમા જાણે ઉછળવા લાગ્યુ.પિંક કલરનુ ગાઉન પહેરીને ઉર્મિલા માદક સ્મિત ચેહરા ઉપર મલકાવતા એની તરફ ધીમી ગતિએ આવી રહી હતી.
ઉર્મિલાને ફ્કત ગાઉનમા જોઈને સુનીલને જાણે હાશકારો થયો.એની કેટલી બધી મહેનત અને સમય બન્ને બચી ગયા.લગ્નમા ઉર્મિલાને એની મમ્મીએ કેટલા બધા આભૂષણો પહેરાવ્યા હતા.અને ઉપરથી દુલ્હનનો એ ભારી ભરખમ લિબાસ.એ બધુ ઉતારતા ઉતારતા જ કદાચ સવાર થઈ જાત.
ઉર્મિલા જેવી એની લગોલગ આવી કે સુનીલે દોઢ દોઢ વર્ષથી બાંધી રાખેલી સંયમની પાળ જાણે કડડભૂસ થઈ ગઈ.એણે પૂરા જોશથી ઉર્મિલાને ખેંચીને પોતાના આગોશમાં લીધી.
પુરી તાકાતથી એને પોતાની છાતીએ ભીંસી. અને ઉર્મિલા સુનીલના આગોશમાં આગમા જેમ મીણ પીગળે એમ જાણે પીગળવા લાગી. પોતાની બન્ને નાજુક હથેળીઓથી સુનીલની પીઠ પંપાળવા લાગી.સુનીલની રગેરગમાં જાણે ગરમ ગરમ શિશુ વહેવા લાગ્યુ.એ ઉર્મિલાના હોંઠને પોતાના હોઠોથી ચૂમવા અને ચૂસવા લાગ્યો.ઉર્મિલાએ સુનીલના કમર પર બાંધેલા બેલ્ટને ખોલતા સેક્સી સ્વરે કહ્યુ.
"મારી નસેનસ મા આગ લાગી છે સુનીલ.હવે રહેવાતું નથી પ્લીઝ જલ્દી કર.મારી સળગતી કાયાને શાંત કર."
ઉર્મિલાના સેક્સી સ્વરે સુનીલના અંગે અંગમાં વ્યાપેલા કામાગ્નીમા જાણે ઘી નાખવાનું કાર્ય કર્યુ.એણે ઝડપથી પોતે પહેરેલા કોટ.પેંટ અને પહેરણ કાઢીને એક તરફ ફેક્યા.અને ફરી એક વાર એ ઉર્મિલાના અધરોનુ રસપાન કરતા કરતા.ઉર્મિલાએ પહેરેલા ગાઉનની ચેઈન એણે ખેંચી....અને બરાબર એજ વખતે બેડરૂમ ના બારણા ઉપર ટકોરા પડ્યા.
(કોણ હશે એ સુનીલ અને ઉર્મિલાની મધ્યાહ્ને પોહચેલી સુહાગરાતમા ખલેલ પહોંચાડનારુ? વાંચો નેક્સ્ટ એપિસોડ મા)