અભિનેત્રી 19*
"પપ્પા.મમ્મી મારે તમને બન્નેને એક વાત કરવી છે."
પૂનાથી અંધેરી સાકીનાકા પોતાના ઘરે આવેલી ઉર્મિલાએ ડરતા ડરતા મમ્મી પપ્પાને ઉદ્દેશીને કહ્યુ.
ઉર્મિલાના સ્વરમા રહેલા ડરને એની મમ્મી બરાબર પારખી ગઈ હતી.એના પેટમા ફાળ પડી કે મારી વહાલસોયી દિકરીને શુ પ્રોબ્લેમ થયો હશે?એણે ફફડતા હૈયે ઉર્મિલાના ખભે હાથ મૂક્યો અને પૂછ્યુ.
"શુ વાત છે ઉર્મિ?તુ આટલી ગભરાયેલી કેમ છો?"
જવાબમા ઉર્મિલાએ ગરદન ઝુકાવી દીધી.
"બોલ બેટા શુ વાત છે?"
આ વખતે એના પપ્પાએ ઉચક જીવે પૂછ્યુ.
પહેલા તો એક ઉંડો શ્વાસ પોતાની છાતીમાં ભરીને ઉર્મિલાએ પોતાને સ્વસ્થ કરી.આંખોને બંધ કરીને હ્રદયમા હિંમત એકઠી કરી.અને પછી ધ્રુજતા સ્વરે બોલી.
"હુ..હુ..."
હુ હુ બોલીને જ એની હિંમત તુટી ગઈ. આગળના શબ્દો એના હોઠો માથી બાહર નીકળી જ ન શક્યા.એની મમ્મી મુનમુનના ચેહરા ઉપર ભય ની રેખાઓ ઉપસી આવી. એમની આંખોમા આંસુ ઘસી આવ્યા.
"મારુ કાળજુ કપાય રહ્યુ છે ઉર્મિ.ઝટ બોલ શુ થયુ છે તને?"
"હુ પુનામા એક છોકરાને પ્રેમ કરુ છુ?"
ઉપરનું વાક્ય એકી શ્વાસે બોલીને ઉર્મિલા પોતાની બન્ને હથેળીઓમાં ચેહરો છુપાવીને રડવા લાગી.
ઉર્મિલાના પપ્પા ઉત્તમ અને એની મમ્મી મુનમુન સ્તબ્ધ થઈને એકબીજાના ચેહરાને જોતા રહ્યા.મુનમુન અને ઉત્તમ તો ઉર્મિલાને હજી નાની એવી બાળકી સમજતા હતા.અને એ નાની બાળકીએ મોટો ધડાકો કર્યો હતો કોઈ છોકરાના પ્રેમમાં પડીને.
એણે એ બન્નેને સાનમાં સમજાવી દીધુ કે પોતે હવે નાની બાળકી નથી રહી પણ હવે યુવાન થઈ ચૂકી છે.મારી દિકરી કોઈ અવળું પગલુ તો નહી ભરી બેઠી હોય ને?પ્રેમમા પોતાની મર્યાદા તો નહી ઓળંગી ગઈ હોયને?સ્વભાવિક રીતે જે પ્રશ્ન દરેક જુવાન દીકરીના માતા પિતાને થાય એવો પ્રશ્ન મુનમુન અને ઉત્તમને પણ થયો.
"પ્રેમનાં નામે કેટલાક આગળ નીકળી ચૂક્યા છો તમે?શુ શુ કર્યું છે તમે?"
ઉર્મિલાના બન્ને ખભાઓ પકડીને ઝંઝોળી નાખતા મુનમુને પૂછ્યુ.
"અમે બન્ને હ્રદયથી એકમેકને ચાહીયે છીએ મમ્મી.અમે ફ્કત એક બીજાના હાથને જ સ્પર્શ કર્યો છે."
મમ્મી શુ પૂછવા ચાહે છે તે ઉર્મિલા બરાબર સમજી ગઈ હતી એટલે એણે ધીમા અવાજે મમ્મીનાં પ્રશ્નનો ઉત્તર આપ્યો.અને ઉર્મિલાએ જે રીતે મમ્મીની આંખોંમા આંખો પરોવીને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો એ ઉપરથી મુનમુન અને ઉત્તમને એટલી તો ખાતરી થઈ કે આપણી દીકરી પ્રેમમાં પડી તો ખરી.પણ દીકરીએ પ્રેમમાં આંધળી થઈને કોઈ મર્યાદા તોડી નથી.
હવે એ ઉંમર લાયક તો થય જ ગઈ છે.એટલે આ ઉંમરે વિજાતીય આકર્ષણ થવુ સ્વભાવિક છે.એટલે હવે ઉત્તમે વાતચીત નો દોર પોતાના હાથમાં લીધો.
"કોણ છે એ છોકરો અને કઈ જ્ઞાતિનો છે?"
"સુનીલ નામ છે એનુ.જ્ઞાતિ ખબર નથી પણ મહારાષ્ટ્રીયન છે."
"બેટા એ મહારાષ્ટ્રીયન અને આપણે બંગાળી. તમારા બન્નેની ભાષામાજ જમીન આસમાનનો તફાવત છે તો આખી જીંદગી સાથે કઈ રીતે કાઢશો?"
ઉત્તમે ઉર્મિલા સામે પ્રશ્ન મુક્યો.પણ ઉર્મિલા કોઈ જવાબ આપે એ પહેલા જ મુનમુને પોતાનો ફેંસલો સાંભળવી દીધો.
"આ સંબંધ કોઈ કાળે મને મંજુર નથી.એટલે ઉર્મિ.તારુ ભણતર પણ અહી પુરુ થયુ એમ સમજ.હવે તુ અહીં જ કોઈ નોકરી ગોતી લે. તારા પપ્પા પુના જઈને તારો સમાન લઈ આવશે."
"પણ મમ્મી મારી વાત તો....."
ઉર્મિલાને કંઇક કહેવુ હતુ.પણ મુનમુને મોટા ડોળા દેખાડતા કહ્યુ.
"બસ ઉર્મિ.મારે તારી કોઈ દલીલ સાંભળવી નથી.તને પુના કૉલેજમા અક્ષર જ્ઞાન લેવા મોકલી હતી પ્રેમશાસ્ત્ર ભણવા નહી."
મમ્મીનો અફર નિર્ણય સાંભળીને ઉર્મિલા ચૂપ થઈ ગઈ.એની આંખમાંથી ડબ ડબ આંસુ ઓના રેલા દડવા લાગ્યા.
એ રડતા રડતા એટલુ જ બોલી કે.
"મમ્મી.પપ્પા.હુ કયારેય તમારી ઉપરવટ નહી જાઉં.તમારો નિર્ણય જે પણ હશે એને હુ માથે ચડાવીસ.હુ માનું છુ કે એ મારા માટે.મારા હિત માટે જ હશે."
આમ કહીને એ પોતાના રુમ મા દોડી ગઈ.
(શુ અંજામ થશે સુનીલ અને ઉર્મિલાની મહોબ્બતનો?શુ એમનુ સંગમ થશે?વાંચતાં રહો*અભિનેત્રી*)