જાદુ ભાગ ૧૦
રાતના લગભગ 9:00 વાગ્યા હતા . આશ્રમની બહાર એક નાનું ગાર્ડન છે . એમાં બરાબર વચ્ચે એક ઊંચું લેમ્પ પોસ્ટ છે . નીચે સર્કલમાં બેસવાની પાળી છે . એ પાળી પર નીલમ અને મલ્હાર વાતો કરી રહ્યા છે .
" શું વિચારી રહ્યો છે ? "નીલમે વાત શરૂ કરી .
" યાર કાલે છોકરાઓને શું કહીશ ? એમને કેવી રીતે સમજાવું ! કે એમને આ વાત આસાનીથી સમજ આવે "
" એક્ઝેટલી તારે શું સમજાવું છે ? "
" આજ બધી વાતો ! લો ઓફ થીંકીંગ ,લો ઓફ બીલીવિંગ ,લો ઓફ એટ્રેક્શન , લો ઓફ વિઝયુલાઈઝેશન , મેડીટેશન , મેનિફીસ્ટેશન .. "
" અરે બાપ રે ! આટલા બધા અઘરા અંગ્રેજી શબ્દો વાપરીશ તો બધુ બાઉન્સર બોલની જેમ એમની ઉપરથી જશે "
" હા યાર ! મને ખબર છે એટલે જ તો વિચાર કરું છું "
" વિચાર નિયમ , વિશ્વાસ નિયમ , આકર્ષણ નિયમ , એ . . વિઝયુલાઈઝેશન ને ગુજરાતીમાં શું કહેવાય ? "
" મનો ..ચિત્રણ "
નીલમને હસુ આવ્યું " માય ગોડ ! આ શબ્દો સાંભળીને તો છોકરાઓને ચક્કર આવી જશે . તું એક કામ કર આ બધું કરવા કરતા કાલે એમને મેડીટેશન એટલે ધ્યાન કરાવજે અને ધ્યાનમાં એમને મનોચિત્રણ કરાવજે પછી એ તારી વાત સમજી શકશે "
" સુપર આઈડીયા ! યાર યુ આર જીનીયસ સુપર જીનીયસ . થેન્ક્યુ . તે તો મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો " મલ્હારને રાહત થઈ .
" તારો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો . હવે મારો પ્રોબ્લેમ સોલ્વ કર " નીલમ થોડી ઉદાસ થઈને બોલી .
" તને પણ પ્રોબ્લેમ છે ? બોલ હમણાં જ સોલ્યુશન આપીશ "
" મલ્હાર યાર મને ખૂબ ગિલ્ટી ફિલ થાય છે . તું મારા લીધે લગ્ન નથી કરી રહ્યો . મારા કારણે તારી લાઈફ આગળ વધી નથી રહી "
" ઓ મેડમ મગજમાંથી વહેમ કાઢી નાખો . તારે પોતાને આટલું ઈમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી . કોઈ છોકરી મળશે જેની સાથે વાઈબ મેચ થશે અને લાગશે કે આની સાથે જીવન વિતાવી શકાય ત્યારે લગ્ન કરી લઈશ . તું ખોટું ગીલ્ટ ના રાખ . તને લાગતું હશે કે હું દર અઠવાડિયે અહીંયા તને મળવા આવું છું . તો એ વહેમ દૂર કર . હું અહીંયા છોકરાઓ માટે આવું છું . મને ગમે છે એટલે હું આ કરું છું . અને મારા માટે એટલું બધું દુઃખ થતું હોય તો લગ્ન કરી લે મારી સાથે "
" તને ખબર છે . એ શક્ય નથી . હું તારી જિંદગી ખરાબ કરવા નથી માંગતી "
" વધારે માં વધારે શું ખરાબ થશે ? તું આ દુનિયા છોડીને જતી રહીશ . એ તો બધાએ જ જવાનું છે . તને લાગતું હશે તારા ગયા પછી હું એકલો રહી જઇશ અને તારી પાછળ દેવદાસ બની જઈશ , દારૂ પીવા લાગીશ . એવું કાંઈ નહીં થાય . પપ્પાના ગયા પછી હું મમ્મી પાસેથી શીખ્યો છું . કોઈનો સાથ હોય તો ખુશી સાથે અને ના હોય તો એની યાદો સાથે જીવન તો ખુશી સાથે જીવવુ જ પડે છે . કારણ લાઈફ ઈઝ બ્યુટીફૂલ "
" તું કહે છે એટલું આસાન નથી . તારી મમ્મીનો તો વિચાર કર એના પણ સપના હશે . તારા લગ્ન થાય , તારા બાળકો થાય . જે હું નહીં આપી શકું "
" ઓ મેડમ ! ઈમોશનલ અત્યાચાર કરવાનું બંધ કરો . ગઈકાલ તો જતી રહી . અને આવતીકાલે શું થશે કોઈને ખબર નથી . અત્યારે આવી ચાંદની રાતમાં આપણે સાથે છીએ આ ક્ષણને એન્જોય કર . મારી મમ્મીની ચિંતા તો કરતી જ નહીં એ મને ખુશ જોવા માંગે છે એના પોતાના કોઈ સપના જ નથી મારા સપના એ જ એના સપના છે "
નીલમ ના પપ્પા વિનોદભાઈ ની ગાડી આશ્રમમાં આવી . વિનોદભાઈ ગાડીમાંથી ઉતર્યા ને બંનેને સ્માઈલ આપ્તા બોલ્યા " શું ચાલે છે મલ્હાર ? ઓલ ગુડ ! "
" કાંઈ નહિ પપ્પા અમે બસ આશ્રમની વાતો કરી રહ્યા છીએ " મલ્હાર કાંઈ બોલે એ પહેલા નીલમે ખચકાતા જવાબ આપ્યો .
" સાચું કહું ! આવી ઠંડી ઠંડી ચાંદની રાતમાં .બે જવાન મનડાં ખાલી વાતો કરી રહ્યા છે ! આ વાતનો મને અફસોસ થાય છે " વિનોદભાઈ ની વાત સાંભળી બંનેની આંખો પહોળી થઈ ગઈ " હું ઓફિસમાંથી ચેકબુક લઈ આવું પછી આપણે ઘરે જઈએ " વિનોદભાઈ ઓફિસ તરફ ગયા .
" જબરું છે ! જોરદાર છે તારા પપ્પા, હું તો કહું છું દરેક છોકરીના બાપે થોડા વર્ષો અમેરિકામાં રહેવું જોઈએ એટલે આવા એડવાન્સ વિચારો થઈ જાય "
મલ્હાર ના માથા પર નીલમે પ્રેમથી ટપલી મારી અને બંને જોરથી હસવા લાગ્યા .
ક્રમશઃ