jivi lo in Gujarati Women Focused by Mast Kalandar books and stories PDF | જીવી લો

Featured Books
Categories
Share

જીવી લો

જીવી લો

   
    હે નારી! તારા મુક્ત હાસ્યમાં જીવન-છોળ ના સૂર ગુંજે છે.. -રબીન્દ્રનાથ ટાગોર સાહેબ....

☘️ હમણાં જ થોડા દિવસ પહેલા ટ્વિટર અને બીજા ઘણા સોશિયલ મીડિયા પર  કૈક હિલચાલ જોવા મળી હતી, એ હતી ક્રિકેટર વિરાટ કોહલી અને એમના પત્ની અનુષ્કા કોહલીની.. તેઓ કૈક ઉદ્દેશ્ય લઈને સોશિયલ મીડિયા પર આવ્યા હતા... એ ઉદ્દેશ્ય હતો "ઘરેલુ હિંસા નો..." 
  
☘️કોરોના વાયરસની મહામારી સામે જજુમતા આપણાં અસંખ્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાનો જીવ જોખમ માં મૂકીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને આપણે અહીં ઘરમાં બિન્દાસ આરામ.. આ જ તો કરવાનું છે.. પણ થાય છે શુ?

☘️શુ આપણા માંથી ઘણા લોકો ઘરે રહીને જ ઘરેલુ હિંસા જેવી કાયરતા પૂર્ણ હરકત કરી રહ્યા છે???  ઘરમાં રહીને પણ આપણે શું પત્ની પતિ કે બાળકો સાથે હસતા મોઢે નથી રહી શકતા..? 


☘️શું તેઓ ભૂલ્યા છે કે આજે તેમને તો આરામ મળ્યો છે પણ શું એમની પત્ની કે માતા કે બહેન ને આરામ મળ્યો?? ના...

નથી મળ્યો.. ઘરે રહેલી આપણી પત્ની કે મમી નું કામ તો ઓલરેડી ડબલ થઈ ગયું છે... તેઓ આપણી ફરમાઇશો પૂર્ણ કરે છે... આપણા એક ઓર્ડર પર ભાવતું કે જોઈતું બનાવી આપે છે.. આપણા ઈશારે આપણી પાસે ચા.. ઠંડુ... વેરાયટી... કોઈ પણ વસ્તુ આપણી ખુશી માટે હાજર કરી આપે છે.. અને આપણે એને બદલામાં શુ આપીએ છીએ?? હિંસા...!! શું આ કાયરતા પૂર્ણ બાબત નથી...? 


☘️શુ આપણામાં એટલી ય વિચારશીલતા નથી રહી કે આપણે એમનો થોડો ય વિચાર કરી શકીએ?? એનો ઉપકાર માની શકીયે કે એમનો આભાર વ્યક્ત કરી શકીએ?? એ તો નથી કરતા ઉલટા નું એની પર હિંસા આચરીને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ???? શું આપણે આ કાર્ય થી મહાન બનીએ છીયે કે એમની નજરમાં નીચે પડીએ છીયે ક્યારેય વિચાર્યું છે આવું...?

☘️ શુ કોરોના વાયરસની દાઝ કે રોજગાર-ધંધા બંધ છે તેની દાઝ આપણે એમની પર તો નથી ઉતારતા ને?? તો ઘટે છે શું?? હમણાં તો આપણે કઈ જ પ્રવૃત્તિ નથી કરી રહ્યા... ફક્ત ટીવી સામે બેસીને કે બીજી પ્રવૃત્તિ કરીને સમય જ પસાર કરીયે છીએ કે બીજું કાઇ...? કે કોઈ જોડે બહાર થી જગડીને પણ નથી આવ્યા.. કે ધંધા માં કોઈ મોટું નુકસાન પણ નથી આવ્યું... તો આપણને થાય છે શું?? 


☘️ થાય છે એટલું જ કે આપણા મા-બાપે આપણને સ્ત્રીઓનું સન્માન કરતા જ નથી શીખવ્યુ... કે એવું નથી શીખવ્યું કે એક સ્ત્રી કેટકેટલું મેનેજ કરીને આપણી જોડે રહે છે કે આપણું ઘર ચલાવે છે..?એક પતિ ની ફરજ બજાવતા નથી શીખવ્યું..  અગર તો શીખવ્યું છે તો આપણે શીખ્યા નથી... 

☘️ ચાલો આપણે એક એવી વિચારસરણી અપનાવીએ કે આપણને આવો સમય ક્યારે મળે??.... કે આપણે આખું કુટુંબ ભેગું જમવા બેસે?? એક બીજા જોડે આટલો ક્વોલિટી વાળો સમય પસાર કરવા મળે?? પત્ની પાસે બેસવાનો.. એમને જોડે હસવાનો... એમની જોડે કામ કરવાનો કે એમના કામમાં હેલ્પ કરવાનો સમય મળે?? 

☘️આમ તો આપણે આ સમય નું અભિવાદન કરવું ઘટે કે આપણે આપણા અંગત વ્યક્તિ ને આટલું નજીક થી નિહાળવા મળે.. બાળકોને વ્હાલ કરવા મળે... એકબીજા ને સમજવા મળે...  શુ આપણે આવી વિચારસરણી ન ધરાવી શકીયે??? 

☘️મારુ કાર્ય તો બસ અહીં આ લેખ લખીને એક અંગુલી દર્શન કરવાનો છે કે પોતાના પાર્ટનર ને જાણો અને એમની જોડે આ ક્વોલિટી સમય પસાર કરો... કાલે વળી એ જ ભાગમભાગ વાળી લાઈફ આવી જશે.. એની કરતા આજે જે સમય મળ્યો છે એને દિલ થી જીવી લો અને ઘરેલુ હિંસા જેવું કૃત્ય ન આચરો...

પીયૂષકુમાર "પીયૂ"
તા.7.5.2020