Parampara ke Pragati? - 14 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 14

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 14


આગળ આપણે જોયું 

કે પ્રિયા પોતાનું કામ ખૂબ જ રસ પૂર્વક કરતી હતી અને તેમાં તે આગળ પણ વધી હતી. હવે નવું વિન્ટર કલેક્શન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તેમાં પ્રિયાએ ઘણા બધા વિચારો કરી રાખ્યા હતા. ખૂબ નવીનતમ અને સરસ . પ્રિયા પોતાના બધા આઈડિયા મેનેજરને તે બતાવવાની હતી પણ તે બધી વસ્તુ પરફેક્ટ તૈયાર થાય પછી જ તેનુ પ્રેઝન્ટેશન આપવા માંગતી હતી. 

પ્રિયા પહેલા સ્ટાફના અમુક લોકોનું પ્રેઝન્ટેશન જોય અને પછી જ પોતાનું મુકવા માંગતી હતી કારણ કે આ  તેનું પહેલું જ પ્રેઝન્ટેશન હતું એટલે થોડીક નર્વસ હતી. 

મિસ તારા ની ગેરહાજરીમાં સ્ટાર કંપની માં બધું હેન્ડલ તેમનો દીકરો પ્રેમ કરતો હતો . 

ખૂબ ચાર્મીંગ હેન્ડસમ અને મહત્વકાંક્ષી હતો તે તે હંમેશા કામમાં મગ્ન રહેતો તેને તેની મમ્મી મિસ તારા સાથેના સંબંધ એટલા સારા નહોતા જ્યારે પણ મળતા તે લોકો ઝઘડતા.

પ્રેમ નો ઝગડો હંમેશા મિસ તારા સાથે જાનને વિશે થતો 

મિસ તારા જાનને પસંદ નહોતી કરતી અને પ્રેમ જાને મોટાભાઈ ની જેમ ગણતો હતો પ્રેમ જાન ને આઇડિયલ માનતો હતો તે તેને ફ્રેન્ડ ,મોટો ભાઈ માનતો હતો. 

તે જાનને હંમેશા જીગરજાન કહીને બોલાવતો હતો.

પ્રેમ અને જાનની જોડી રામ લક્ષ્મણ જેવી હતી. 

પણ મિસ તારા ને તે ન ગમતુ હોવાથી પ્રેમ મિસ તારા ની સામે જાન સાથે વાત ન કરતો તે બંને ભાઈઓ ખાનગીમાં મળતા  અને ટાઈમ સ્પેન્ડ કરતા પ્રેમ હંમેશા ધ્યાન રાખજો કે મિસ તારા સામે તે જાન સાથે વાત ન કરે. 

(પણ સિક્રેટલી તેઓ મળતા અને ખૂબ એકબીજા સાથે મજા કરતા અને ટાઈમસ્પેન્ડ કરતા તેઓની એક  પણ હતી તે કાયમ તેજ હોટલમાં જઈ અને મળતા તે લોકોનો  સી,સાઈટ પાસે એક બંગલો હતો. એ લોકો કાયમ ત્યાં તેમના ફ્રેન્ડ્સ ને બોલાવી એન્જોય કરતા.

અને આ વાતની મીસ તારા ને જાણ પણ ન થવા દેતા.


પ્રિયા રોજ પ્રેમને જોતિ પણ તેની સાથે વાત કરવાનો તેને મોકો નહોતો મળ્યો. 

એક દિવસ જ્યારે વિન્ટર કલેક્શન ની મીટીંગ બોલાવવામાં આવી ત્યારે સ્ટાર કંપનીનો મેનેજર પ્રિયા ને કહે છે જો તારે વિન્ટર કલેક્શન માટે કઈ આઈડિયા હોય કે પ્રેઝન્ટેશન આપવું હોય તો બે ત્રણ દિવસમાં તૈયારી કરી લેજે આજે મીટીંગ છે.

તો મેં બધાના નામ આમાં લખ્યા છે જેમને વિન્ટર કલેક્શન માટે પ્રેઝન્ટેશન ની તૈયારી કરી છે તે‌લોકોના.

જો તને રસ હોય અને તારે વિન્ટર કલેક્શનમાં પાર્ટિસિપ્ટ કરવુ હોય તો તું કહે તો તારું નામ આમાં લખી નાખુ.

પ્રિયા ખુશ થઈ જાય છે અને મેનેજર ને કહે છે સર તમે જેમ કહો તેમ હું વિન્ટર કલેક્શન માટે પ્રેઝન્ટેશન આપીશ તમે મારું નામ લખી નાખો .

મેનેજર કહે છે પ્રિયા મને વિશ્વાસ છે કે તું બહુ સારું કરીશ .

મેનેજર કે છે ઠીક છે તો હું તારૂં પણ નામ આપી દઉં છું. 

એમ કહી અને મેનેજર ઓફિસ તરફ જતો રહે છે અને પ્રિયા  પોતાના કામમાં લાગી જાય છે. 


(આ તરફ ઓસ્ટ્રેલિયામાં જ્યારે સાંજે જેન્સી ડોક્ટર સાહેબને ઓફિસમાં મળવા જાય છે ત્યારે)


ડોક્ટર સાહેબ જેન્સી ને કહે છે જેન્સી તારા માટે એક જોબ ઓફર આવી છે.

તો  જેન્સી કહે છે ડોક્ટર સાહેબ તમને તો ખબર છે કે હું ઓસ્ટ્રેલિયા માત્ર ટ્રેનિંગ માટે જ આવી છું હું અહીં જોબ ન કરી શકું મારે ટ્રેનિંગ પૂરી થાય એટલે પાછું ઇન્ડિયા જવું પડશે.

ડોક્ટર સાહેબ કહે છે મને ખબર છે જેન્સી પણ હું અહીં ની વાત નથી કરતો. હું ઇન્ડિયા ની જ વાત કરું છું ઇન્ડિયામાં તને જોબ કરવી હોય તો તારા માટે એક જોબ ઓફર આવી છે. 

જેન્સી કહે છે પણ સર....

ડોક્ટર સાહેબ જેન્સી ની વાત કાપતા કહે છે તું મારી પહેલા પૂરી વાત સાંભળી લે પછી તને જે ઠીક લાગે તે તુ નિર્ણય લેજે.

જેન્સી ચૂપ થઈ જાય છે અને ડોક્ટર સાહેબ ની વાત સાંભળે છે 

ડોક્ટર સાહેબ કહે છે ઇન્ડિયામાં તારે એક પેસેન્ટ છે તેની ધ્યાન રાખવાની છે પેસન્ટ ના ઘરે તારે રહેવું પડશે અને તેની સારવાર કરવા માટે તે તને પગાર પણ સારો આપશે માત્ર થોડા દિવસની જ વાત છે જો તું આ જોબ કરી લઈશ તો તે પેશન્ટ પણ તરત રિકવર થઈ જશે અને 

તને આવક પણ સારી થઈ જશે . તારે માત્ર પેસન્ટ નુ ધ્યાન રાખવાનુ રહેશે માત્ર થોડા દિવસની વાત છે તે પેશન્ટ ની કન્ડિશન સારી નથી અને તું નર્સ સારી છો એટલે બીજા કોઈ પર ભરોસો કરી શકાય તેમ નથી 

એટલેતુ આ ઓફર કબૂલ કરી લે તો સારુ. 


જેન્સી ડોક્ટર સાહેબ ને કહે છે તમારી બધી વાત બરોબર છે પણ હું કોઈના ઘરે ન જઈ શકું. મારી મમ્મી તેના માટે પરમિશન નહીં આપે જો કોઈ હોસ્પિટલ હોત તો હું હજી ત્યાં જઈ શકત પણ કોઈના ઘરે રહેવાની વાત માટે મારા મમ્મી  માનશે જ નહીં.

ડોક્ટર સાહેબ કહે છે જો જેન્સી હું તારા ભલા માટે કહું છું તારી આર્થિક પરિસ્થિતિ નબળી છે અને હું આ લોકોને ઓળખું છું ખૂબ સારા માણસો છે અને પૈસા વાળા પણ છે થોડાક દિવસ ની જ વાત છે.

તું એક સારી નર્સ છે હું બીજા ઉપર ભરોસો ન કરી શકું. 

અને તે પેશન્ટની સારવાર તુ જ કરી રહી છે તો તને તેના વિશે બધી ખબર પણ છે એટલે તે પેશન્ટ જલદી રિકવર થઈ જશે મને ખબર છે કે બીજી કોઈ નર્સ તે પેસેન્ટને હેન્ડલ નહીં કરી શકે. 

મિસ્ટર જાન એક સ્પેશિયલ પેશન્ટ છે તને જાન વિશે બધી માહિતી છે એટલે કહું છું

તારે મુંબઈ થોડાક દિવસ રહેવું પડશે. જેવો તે પેશન્ટ સાજો થઈ જાય એટલે તું તારા ઘરે જતી રહેજે ‌

ત્યાં સુધી તારે શું કામ કહેવું જોઈએ કે તું મુંબઈમાં કોઈ પેશન્ટની સારવાર કરી રહી છે કે તું કોઈના ઘરે પેશન્ટની સારવાર કરી રહી છે. 

અને એ પૈસાથી તુ તારી મમ્મીને  મદદ પણ કરી શકે છે.

જેન્સી ડોક્ટર સાહેબ ને કહે છે હું મારી મમ્મી સાથે ખોટું ન બોલી શકુ. પૈસાની વાત નથી સાહેબ તે મને પરમિશન નહીં આપે કોઈના ઘરે રહેવા માટે. 

અને ઉપરથી પાછુ આ મેલ પેશન્ટ છે

તો તે બિલકુલ હા નહીં પાડે કારણ કે મારી એંગેજમેન્ટ થઈ ગઈ છે. 

એટલે તમે તે વાત ભૂલી જાઓ ‌.

ડોક્ટર કહે છે તું એકવાર તારી મમ્મી સાથે વાત કરી લે.

જેન્સી કહે છે ઠીક છે તમે કહો છો તો હું મારા મમ્મી સાથે વાત કરી અને તમને કાલે કહીશ.

પણ 99 પર્સન્ટ તો મને ખબર જ છે મમ્મી ના પાડશે છતાંય હું વાત કરી અને પછી તમને કહીશ. 

ડોક્ટર સાહેબ કહે છે ઠીક છે જેન્સી હું તને ફોર્સ નથી કરવા માંગતો ‌.

જેન્સી ડોક્ટર સાહેબની કેબીન માંથી બહાર નીકળી

જાય છે અને શાંતિનો શ્વાસ લે છે પછી સાંજ પડતા જેન્સી પોતાની ડ્યુટી પૂરી કરીએ અને હોસ્ટેલ પહોંચે છે 

ત્યા નીતા પણ બહારથી ટિફિન લઈને આવી જાય છે આવી જાય છે.

નીતા પૂછે છે ગુડ ઇવનિંગ કેવો દિવસ રહ્યો જેન્સી તારો 

જેન્સી કહે છે ઠીક છે ઠીક રહ્યો તારો દિવસ કેવો રહ્યો કોલેજમાં નીતા કહે છે સુપર મસ્ત ચાલ આપણે બે જમી લઈએ. 

જેન્સી ફ્રેશ થઈને‌આવે છે અને પછી બંને જમવા બેસે છે તો નીતા પૂછે છે આજે તારા પેશન્ટને કેમ છે કઈ રિકવરી 

થઈ કે

શું તે મિસ્ટર જાન વિશે કોઈ પૂછવા આવ્યુ હતું કે કોઈ તેને મળવા આવ્યું હતુ. 

જિંસી નેતા તરફ જુએ છે 

નીતા ફરીથી પૂછે છે

શું કહે છે તારો મિસટીરીયસ પેશન્ટ. 

જેન્સી કહે છે હા તેમના અંકલ અને આંટી મળવા આવ્યા હતા.

પણ હું તેમને નથી મળી પણ

આજે મને ડોક્ટર સાહેબ એક ઓફર કરી જોબની 

નીતા કઈ છે અરે વાહ એક્સાઈમેન્ટ થી પૂછે છે ક્યાં જોબ કરવા જવાની છો.

શું ઓફર આવી છે એ તો કહે? 

જેન્સી કહે છે પેલા  મિસ્ટર જાન નથી. 

નીતા જેન્સી ની સામે જોઈને પૂછે છે 

હા છે તો....

તો જેન્સી કહે છે. 

તો ડોક્ટર સાહેબે મને ઓફર કરી છે કે હું મુંબઈ તે મિસ્ટર જાનની સાથે જઈ અને તેની સારવાર કરુ અને થોડાક દિવસ તેમની સાથે તેમના ઘરે જ રહુ.

જ્યાં સુધી મિસ્ટર જાન ની તબિયત થોડીક સારી ન થઈ જાય ત્યાં સુધી. 

નીતા ગુસ્સામાં કહે છે તું શું બકવાસ કરી રહી છે

તને ખબર પણ છે ?

તુ શું બોલી રહી છે ?

હજી કાલ રાતની જ ખબર છે ને.

મેનેજર તને એક લેટર આપી ગયા છે 

હજી તે મેટર સોલ્વ નથી થઈ ત્યાં તુ આ નવું લઈને ઊભી છો.  'આર યુ આઉટ ઓફ યોર માઈન્ડ.. એવા ખતરનાક લોકો વચ્ચે જઈને તારે રહેવું છે‌

તુ શું વિચારી રહી છે....

શું તારે ડિટેક્ટિવ થવું છે...‌

એ લોકો બહુ ડેન્જરસ લોકો છે તારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ.

જેન્સી કહે છે મિસ્ટર જાન ને બે ત્રણ વાર મારવાની કોશિશ કરવામાં આવી છે અને આગળ પણ કંઈ થઈ

શકે .

નીતા કહે છે

હા તો એમાં તું શું કરી શકે છે.

એ એ લોકોનો પ્રશ્ન છે તું આ બધી વસ્તુથી દૂર રહે એને તેમને  ના પાડી દે ..

જેન્સી કહે છે   

મેં ડોક્ટર સાહેબ ને કીધું હું મામીને પૂછીને કહીશ તો તે હા પાડશે તો જ ત્યાં જવા માટે તૈયાર થઇસ.

નીતા કહે છે

તારી મમ્મીને પૂછવાની કઈ જરૂર નથી ના પાડી દેજે એ લોકોને. 

જેન્સી કરે છે હા....

ઠીક છે ડોક્ટર સાહેબને સીધી તો મારાથી ના ન પડાય એટલે મેં મમ્મી નું નામ દીધું છે હું કાલે ના પાડી દઈશ તું ચિંતા ના કર મને પણ ખબર છે આવા લોકોથી દૂર રહેવું સારું. 

આ બાજુ મેડમ તારા ના હાથમાં સીસીટીવી ફૂટેજ આવે છે તેમાં તે ને ખબર પડે છે કે મેનેજર તેની બધી વાત સાંભળી ગયો છે. એટલે તે કોકને ફોન કરે છે અને કહે છે મેનેજરનુ એકસીડન્ટ કરાવી નાખો.

તે હવે આ દુનિયામાં ન દેખાવો જોઈએ .

બહાર નીતરફ ઘરની બારે હોસ્પિટલ લો ચોકીદાર આવી અને ઉભો હોય છે બહારનો ગેટકીપર આવી અને મેડમ તારા ને કહે છે તમને હોસ્પિટલ થી એક ચોકીદાર મળવા આવ્યો છે મેડમ કહો તો તેને અંદર મોકલુ.

મિસ તારા કહે છે રહેવા દો હું જ તેને બહાર જઈને મળી લઈશ તમે તમારું કામ કરો. પછી મેંડમ તારા ચોકીદાર ને જઈને મળે છે તો તે કોક બીજો જ હોય છે મેંડમ તારા કહે છે કોણ છો તમે મેં તો તમને પહેલીવાર જોયા છે 

તો ચોકીદાર કહે છે મેડમ તમે જ મને બોલાવ્યો હતો પેલો ચોકીદારે મને મોકલ્યો છે એને એમ કહ્યું કે રાતની ડ્યુટી પર જે ચોકીદાર હતો તેને તમારે મળવું છે .

એટલે હું તમને મળવા આવ્યો છું બોલો શું કામ છે. 

મિસ તારા પૂછે છે રાતના કોઈ હોસ્પિટલ માં મિસ્ટર 

જાન ને  મળવા આવ્યુ હતુ. 

તો ચોકીદાર કહે છે હા એક માણસ  મળવા આવ્યો હતો 

અને તે મિસ્ટર જાન વિશે પૂછતો હતો. 

મેડમ તારા ચોકી ને કહે છે કોણ હતો તે માણસ અને

કેવો લાગતો હતો. ?

હું તને ફોટો બતાવું તો તું ઓળખી જઈશ ચોકીદાર કહે છે હા હું ઓળખવાની કોશિશ કરીશ 

મેડમ તારા તેને મેનેજર નો ફોટો બતાવતા કહે છે શું આ તે માણસ હતો .

તો ચોકીદાર લાલચમાં કહે છે મને સરખુ દેખાતું નથી. મેડમ તારા કહે છે આટલો ક્લિયર ફોટો તને દેખાતો નથી ચશ્મા છે તને ?

ચોકીદાર મેડમ તારા ની સામે જોતા કહે છે ચશ્મા નથી મેડ

મ.. પણ મને મારુ ખીસુ ખાલી હોય તો કાંઈ સરખું દેખાતું નથી..

મેડમ..સમજો મરી મજબુરી‌....


હવે આગળ બાકી......‌‌