Parampara ke Pragati? - 13 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 13

The Author
Featured Books
  • ચાય પે ચસ્કા

    ચાય પે ચસ્કા️ એય રાજુ..... બે કટિંગ લાવ.... સ્પેશિયલ... હો.....

  • સ્વપ્નિલ - ભાગ 7

    " ના હો બેટા , દીકરી તો પારકી થાપણ કેહવાય એને ઘર માં થોડી હં...

  • અભિન્ન - ભાગ 8

    અભિન્ન ભાગ 8.  પોતાના ખભામાં બેગ લટકાવતો તે પોતાની ગાડીમાંથી...

  • યાદગાર જંગલ સફારી

    સફારી !!                     જંગલ સફારી મેં કરી હતી મારા જંગ...

  • મિસ કલાવતી - 15

    દિલ્હી રહેતા બારોટ સાહેબને કલાવતીએ ફોન દ્વારા પોતાની પ્રગતિથ...

Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 13

પાછલા ભાગમાં 

આપણે જોયું મેડમ તારા ડોક્ટરની ઓફિસમાં જતા રહે છે .

ત્યાં ધનરાજ શેઠ પણ બેઠા હતા તે પણ એની પાસે ખુરશી પર બેસી જાય છે.

ડોક્ટર સાહેબ કહે છે ધનરાજ શેઠ હવે પેશન્ટ ને થોડુંક ઠીક થઈ ગયું છે તમારે તેમને ઈન્ડિયાની હોસ્પિટલમાં શિફ્ટ કરવા હોય તો તમે કરી શકો છો .

ધનરાજ સેઠ કહે છે હું મારા ઘરે જ મારા દીકરાને રાખી અને ત્યાં બધુ જરૂરી વસ્તુ ઉપલબ્ધ કરાવી આપીશ ડોક્ટર તથા નર્સ પણ હાજર રહેશે. 

જો તમારી દ્રષ્ટિમાં કોઈ એવો સારો ડોક્ટર નર્સ મારા દીકરાની સારવાર કરવા માટે આવી શકે એમ હોય તો હું મો માંગ્યા રૂપિયા આપીશ  બસ મારો દીકરો સાજો થઈ જવો જોઈએ.

ડોક્ટર સાહેબ કહે છે તમારો વિચાર તો સારો છે પણ કોઈ ડોક્ટર તૈયાર થશે કે કેમ એ નથી ખબર પણ મિસ્ટર જાનની જે નર્સ કેર કરે છે તે બહુ સારી છે તેમનું હમણાં જ ઇન્ટર્નશીપ પૂરી થવાની છે તમે તેમને સાથે લઈ જઈ શકો છો પણ તમારે તેની સાથે વાત કરવી પડશે .

મને લાગે છે ત્યાં સુધી તો તે હા નહીં પાડે કારણ કે કોઈના

ઘરે રહેવા માટે તે તૈયાર નહીં થાય તો હોસ્પિટલમાં હોત તો વાત જુદી હતી. 

ધનરાજ કરે છે કોણ છે તે નર્સ શું હું તેને મળી શકું છું ?

શું હું તેને મળ્યો છું?

ડોક્ટર સાહેબ કે છે હા મિસ્ટર જાન ની સારવાર તે જ નર્સ જ કરી રહી છે 

જ્યારે પણ મિસ્ટર જાન પેનિક થઈ અને કાબુ બહાર જતા  ત્યારે તે નર્સ જ તેમને હેન્ડલ કરી શકતી હતી .

ધનરાજ શેઠ વિચારે છે આ છોકરી જાનને હેન્ડલ કરી શકે છે તો મારે તેને જ સાથે લઈ જવી જોઈએ. ધનરાજ શેઠ  ડોક્ટર સાહેબ સાથે વાત કરે છે અને કહે છે .

મને તમે તેની સાથે વાત કરાવશો તમે તમારા તરફથી થોડો ભાર આપશો તો કદાચ તે આવવા તૈયાર થઈ 

જાય .

ડોક્ટર સાહેબ કહે છે મને નથી લાગતું તે તમારી સાથે આવવા માટે  તૈયાર થાય. 

મિસ તારા ડોક્ટર સાહેબ ની વાત સાંભળી અને કહે છે 

આ જમાનામાં મોં માંગ્યા રૂપિયા દેતા કોણ નથી આવતું  તે પણ આવશે જરૂર આવશે.

ડોક્ટર સાહેબને તારા મેડમ ની વાત નથી ગમતી .

એ વાત નો જવાબ આપતા કહે છે બધી વસ્તુ પૈસાથી નથી ખરીદી શકાતી માટે તે તૈયાર નહીં થાય . જો કોઈ હોસ્પિટલમાં હોત તો વાત જુદી હતી પણ કોઈના ઘરે રહેવા માટે તે છોકરી કદાચ તૈયાર ન થાય. 

ધનરાજ સેઠ કહે છે કોણ છે તે નર્સ શું હું તેને મળી શકું છું ?

ડોક્ટર સાહેબ કે છે હા મિસ્ટર જાન ની સારવાર તે જ નર્સ જ કરી રહી છે 

જ્યારે પણ મિસ્ટર જાન પેનિક થઈ અને કાબુ બહાર જતા  ત્યારે તે નર્સ જ તેમને હેન્ડલ કરી શકતી હતી .

ધનરાજ શેઠ વિચારે છે આ છોકરી જાનને હેન્ડલ કરી શકે છે તમારે તેને જ સાથે લઈ જવી જોઈએ. ધનરાજ શેઠ  ડોક્ટર સાહેબ સાથે વાત કરે છે અને કહે છે .

મને તમે તેની સાથે વાત કરાવશો તમે તમારા તરફથી થોડો ભાર આપશો તો કદાચ તે આવવા તૈયાર થઈ 

જાય .

ડોક્ટર સાહેબ કહે છે મને નથી લાગતું તે તમારી સાથે આવવા માટે  તૈયાર થાય. 

મિસ તારા ડોક્ટર સાહેબ ની વાત સાંભળી અને કહે છે 

આ જમાનામાં મોં માંગ્યા રૂપિયા દેતા કોણ નથી આવતું  તે પણ આવશે જરૂર આવશે.

ડોક્ટર સાહેબને તારા મેડમ ની વાત નથી ગમતી એ વાત તો જવાબ આપતા કહે છે બધી વસ્તુ પૈસાથી નથી ખરીદતી મેડમ. 

ધનરાજ શેઠ મિસ તારા ને કહે છે તું શાંતિ રાખ હું વાત કરું છું ને ડોક્ટર સાહેબ સાથે. 

ધનરાજ શેઠ ડોક્ટર સાહેબ પાસે માફી માગતા કહે છે માફ કરજો ડોક્ટર સાહેબ મારી બેન ને ત્યારે શું બોલવું તેની  ખબર નથી પડતી.

તમે તે નર્સ સાથે વાત કરો કદાચ તે તમારી વાત માની જાય અને પાછી ઇન્ડિયા અમારી સાથે આવવા તૈયાર થાય હું  તેને રહેવાનુ ખાવાનું કઈ ઉપાધિ તકલીફ નહીં થવા દઉં એ સિવાય  કાંઈ હોય તો મને કહેજો ઠીક છે સાહેબ. 

ડોક્ટર સાહેબ કહે છે ઠીક છે પેલા હું વાત કરી લઉ પછી તમારી સાથે તેની વાત કરાવીશ પછી મેડમ તારા સામે જોયું અને ડોક્ટર બોલે છે તેની સામે બિલકુલ પૈસાની વાત કરવામાં ન આવે નહિતર તે એજ સમયે ત્યાંથી વહી જશે તે બહુ સ્વમાની ની છોકરી છે.

ધનરાજ શેઠ ઉભા થઈ જાય છે અને કહે છે ઠીક છે ડોક્ટર સાહેબ હું સાંજે આવું છું તમે તેની સાથે વાત કરી રાખજો. 

પછી ધનરાજ શેઠ અને મિસ તારા ડોક્ટરની ઓફિસમાંથી બહાર નીકળી જાય છે અને પાછા જાન ના રૂમ તરફ જાય છે. 

(આ બાજુ ભારતના નાનકડા ચારકી ગામમાં જ્યાં જેન્સીની માં રહેતી હોય છે ત્યાં )

મા જાનકી બધી વસ્તુથી બે ખબર પોતાના રોજના કામમાં લાગેલી હોય છે ગામના રસોડા કરવા વધારાના કામ કરવા ગમે એમ કરીને ઘર ચલાવુ અને એ બધું કરતા તો થોડું ઘણું હાથમાં વધે તો છોકરી ના લગ્ન ની તૈયારી કરવી જાનકી પોતાના હાથે છોકરીના કપડા તૈયાર કરતી હતી. પૈસા ભેગા કરીએ લગ્નની ચુંદડી પોતાના હાથે બનાવી રહી હતી બધુ 

કામ પતી જાય એટલે રાતના પોતાના રૂમમાં જેન્સી માટે લગ્નની ચુંદડી બનાવતી.

છોકરો હિતેન કમાતો હતો તેની માને ક્યારેક હાથમાં

પૈસા પણ આપ તો  પણ વધારે પડતું તો પોતાના ગુસ્સાને કારણે બીજાનુ નુકસાન જ કરતો અને તેની ભરપાઈમાં તેનો પગાર વયો જતો.

ક્યારેક યમુના દાદી પણ ફોસલાવીને તેની પાસેથી પૈસા લઈ લેતી.

એક યમુના દાદી જ એવી હતી જે બધા પાસેથી પૈસા પડાવી લેતી જાનકી પાસેથી લેતી, હિતેન પાસેથી પણ લેતી અને પ્રિયા પાસેથી તો કેટલા પૈસા લઈ લેતી તેને ખૂબ પૈસા ભેગા કર્યા હતા અને ઘરમાં એક ખૂણે પૈસાસંતાડીને રાખ્યા હતા યમુના  દાદી તારે રખડવાનો અને ફિલ્મ જોવાનો બહુ શોખ હતો તેને તેની જિંદગીમાં 

ગરીબીને કારણે પોતાના શોખપુરા નતા કર્યા.

એટલે હવે તે પોતાના શોખ પૂરા કરવા પૈસા ભેગા કરી રહી હતી. 

ક્યારેક તે પ્રિયા સાથે ફિલ્મ પણ જોઈ આવતી પણ જાનકી ને પ્રિયા અને યમુના બંને થઈ અને તેને મૂર્ખ બનાવતી .

પ્રિયા ને આ બધું ગમતું નહીં પણ પોતાના સપના પૂરા કરવા માટે તે દાદીને ખુશ રાખે છે તેની ઈચ્છા હતી કે તે મોટી ફેશન ડિઝાઈનર બને અને ખુબ પૈસા કમાય. 

પણ જાનકી બસ એટલા રૂપિયા ન હતા કે તેને આ બધું શીખવા મોકલે. હવે તેને આ બધી તક મળી હતી એટલે પ્રિય તેનો બરોબર ઉપયોગ કરતી હતી સુંદર હતી ટેલેન્ટેડ હતી અને ક્યાં શું કરવું તેને બરાબર ખબર હતી. 

તે માણસોનો ઓળખી જાતી તે જેન્સીની જેમ નાદાન અને દયાળુ સ્વભાવની નહોતી.

જેન્સી તરત કોઈને માફ કરી દેતી પણ પ્રિયા કોઈને તરતજ માફ નહોતી કરતી.

        પ્રિયા એક મહિનામાં સારું શીખી ગઈ હતી અને 

સ્ટાર કંપનીના મેનેજર પણ તેને પસંદ કરતા હતા.