આપણે આગળ જોઈ ગયા કે જેન્સી પાછી હોસ્ટેલ ફરે છે અને નીતા તેના માટે સારુ ડિનર મંગાવીને રાખે છે પછી બંને સાથે જમવાના હોય છે ત્યારે..)
જેન્સી બાથરૂમમાંથી બહાર નીકળે છે. તો નીતા તેના હાથને જોઈ અને બોલે છે ઓ ઓહો.. ઉફ યાર આ પેશન્ટ તો તારા હાથની પાછળ જ પડી ગયો છે નોર્મલ જ નથી થવા દેતો જોતો કેવો લાલ થઈ ગયો છે.
જેન્સી કહે છે હું આ બાબતમાં કંઈ બોલવા નથી માંગતી ચાલ આપણે બે જમવા માંડીએ મને બહુ ભૂખ લાગી છે .
નીતા કહે છે હા મેં તારી ફેવરેટ ડીશ ડ્રેગન પોટેટો પણ મંગાવી છે . અને એ પણ તારા ફેવરેટ રેસ્ટોરન્ટ માંથી.
જેન્સી કહે છે થેંક્યુ નીતા તું મારી સાચી ફ્રેન્ડ છે
'આઇ લવ યુ ,..
પછી બંને જણા ડિનર કરી લે છે જ્યારે જેન્સી અને નીતા સુવા જાય છે ત્યારે જેન્સી નીતા તરફ જોય છે.
નીતા કહે છે મને ખબર છે તારી ...તારે મને કંઇક કહેવું છે પણ જ્યાં સુધી હું નહીં પુછુ ત્યાં સુધી તું મને કહેશે નહીં.......
તો જેન્સી હસી અને કહે છે હા મારે તને કંઈક કહેવું છે પણ તેટલું ખાસ પણ નથી ...
તો નીતા હસીને કહેજો તો ઠીક છે કંઈ ખાસ ન હોય એવું કહી દે મને. ..
એટલે જેન્સી બોલવાનું ચાલુ કરે છે આજે તે પેશન્ટ જાન નથી તેના અંકલ તેને મળવા આવ્યા હતા.
અને નીતા તેની વાતમાં રસ લાગે છે એટલે પૂછે છે અંકલ દેખાવે કેવા હતા?
તો જેન્સી કહે છે સૂટ બુટ માં અંકલ આવ્યા હતા એકદમ રુવાબદાર ખાનદાની પૈસાદાર માણસ ...
જેન્સી ને વચ્ચેથી બોલતા અટકાવી અને નીતા કહે છે તે
અંકલ દેખાવે કેવા લાગતા હતા? શું હેન્ડસમ છે?...
જેન્સી કહે છે હા .. હેન્ડસમ તો લાગતા હતા..
પેલા જાનની જેમ...
નીતા જેન્સી ની સામે જોઈએ અને કહે છે તે તે પેશન્ટ નું મોઢું નથી જોયું ....
તો તને તે હેન્ડસમ કેવી રીતે લાગે મને કહેજોય?
તો જેન્સી કહે છે
મેં તે પેશન્ટનું મોઢું નથી જોયું પણ તેના ફિગર ઉપરથી એમ લાગે છે કે તે હેન્ડસમ હોવો જોઈએ અને તેના અંકલ પણ હેન્ડસમ છે તો તે હેન્ડસમ જ હોવો જોઈએ
નીતા કહે છે તારી વાત બરોબર છે પણ .... જો તે હેન્ડસમ ન હોય તો?..
જેન્સી ને નીતા ની વાત નથી ગમતી.
એટલે તે કહે છે મને એવું નથી લાગતું તે હેન્ડ સમજ હશે ચલ હવે મને નીંદર આવે છે ચલ આપણે સુઈ જઈએ મને સવારે વહેલું જોબ ઉપર જવાનું છે અને આજે હું ખૂબ થાકી ગઈ છું એટલે સરખી નીંદર કરવા માંગુ છું ગુડ નાઈટ..
નીતા હસી અને કહે છે ગુડ નાઈટ...
આ તરફ પ્રિયા બધું શીખવા માટે રોજ સહેરે જાય છે અને અલગ અલગ ક્લાસમાં એડમિશન લઈ લે છે અને શીખવા લાગે છે.
પ્રિયા ને આ બધું શીખવું ગમતું હોય છે કારણ કે તેને ફેશન ડિઝાઈનિંગ નો શોખ પહેલેથી જ હોય છે અને તેને પહેલેથી જ રીચ માણસો સાથે ઉઠવું બેસવું ગમતું હોય છે તેને ઘણું બધું પોતાની રીતે નેટમાં સર્ચ કરીને શીખેલું પણ હોય છે તેથી તેને આ બધું શીખવા માં પ્રોબ્લેમ થતો નથી અને તે હસી ખુશી આ બધું શીખવા લાગે છે.
અને આ બધી વસ્તુથી અજાણ.. તેની મા જાનકી ગામના કામ કરવામાં થી નવરી નથી થતી એની આસપાસ શું થઈ રહ્યું છે તે પણ તેને ખબર નથી હોતી.
જાનકીની સાસુ યમુના જેન્સી ની સગાઈ તોડવા માંગતી હોય છે એટલે તે એક કાવતરું રચે છે જેથી તે સકપણ તૂટી જાય
એટલે તે પ્રિયા ને કહી અને ગામમાં એક છોકરીને પૈસા આપી અને એવી અફવા ફેલાવી દે છે કે જેન્સી ને ઓસ્ટ્રેલિયામાં એક છોકરા સાથે પ્રેમ છે.
આ વાતની ખબર જાનકીને
ગામમાં બીજી બાયુ થી ખબર પડે છે તો તે નર્વસ થઈ જાય છે અને ઘરે જઈ અને યમુના ને બધી વાત કરે છે કે ગામમાં આવી વાત થઈ રહી છે આપણે એક વાર જેન્સી સાથે વાત કરીએ અને ચોખવટ કરવી જોઈએ કે આ વાત સાચી છે કે ખોટી જાનકી યમુના ને કહે છે મને તો લાગે છે આ મારી દીકરીને કોઈક બદનામ કરી રહ્યું છે મને જો ખબર પડી કે આ બદનામ કરવા વાળું કોઈ આપણા ગામમાંથી જ છે તો હું તેનો વારો કાઢી નાખીશ. યમુના ડોસી મનોમન ડરી જાય છે પણ કંઈ બોલતી નથી અને કહે છે હા હા આપણી છોકરી આવું કાંઈ ન કરે પણ હવે વિદેશ છે આપણે કાંઈ ન કહી શકીએ.
એટલી વારમાં બહારથી જાનકી નો દીકરો આવી જાય છે અને યમુના ને કહે છે દાદી હું બસ સ્ટેન્ડે ઉભો હતો ત્યારે ગામનો એક મોભી મને આવીને કહે છે કે વિદેશમાં તારી બહેન ઉંધા ધંધા કરી રહી છે તુ તારી બહેન ને સમજાવ..
પછી ..હું એની સાથે મારામારી કરીને આવ્યો છું મેં તેને કહી દીધું કે મારી બેન આવા કાંઈ ધંધા ન કરે આ બધી ખોટી વાતો છે આ બધી મારી બહેનને બદનામ કરવાની વાતો છે પણ મને એમ થાય છે કે આપણે એકવાર રૂબરૂ વિડીયો કોલ માં ચોખવટ કરી લેવી જોઈએ.
જાનકી કહે છે તારી વાત બરોબર છે આપણે જેન્સીને વીડિયો કોલ કરીએ એટલે બધી ચોખવટ થઈ જાય.
એટલી વારમાં પ્રિયા પણ આવી જાય છે અને કહે છે આજ તો હું બહુ થાકી ગઈ છું શહેરમાં જાઓ અને શહેરથી પાછો આવું
બહુ થકાવી દે છે મા મને બહુ ભૂખ લાગી છે મને તુ જમવાનું આપ. એમ કહી અને દાદીના ખોળામાં માથું નાખી દે છે યમુના દાદી તેના માથા પર હાથ ફેરવી અને કહે છે આજે બહુ થાકી ગઈ મારી દીકરી ..
હા દાદી આજે બહુ કામ હતું.
પછી જાનકી કહે છે ઠીક છે પહેલા આપણે બધા જમી લઈએ પછી એક સાથે જેન્સી સાથે વાત કરશુ એટલે બધી ચોખવટ થઈ જશે.
પ્રિયા ને કંઈ સમજાતું નથી તે યમુના દાદીની સામે જોઈ છે પણ દાદી ઈશારો કરી અને કહે છે તારું મોઢું બંધ રાખજે એટલે ચુપચાપ બધા જમવા જતા રહે છે.
આ બાજુ સવારમાં જેન્સી પેશન્ટ જાન ના રૂમમાં પહોંચે છે
ત્યારે ડોક્ટર સાહેબ અને જાન ના અંકલ હાજર હોય છે અને
જાન ના માથામાંથી પાટા છોડી રહ્યા હોય છે.
તે પેસેન્ટ જાન તરફ જતી રહે છે તેને જાન દેખાવમાં કેવો લાગતો હશે તેની ઉત્સુકતા વધી રહી હતી તે બીજી નર્સ પાસે જઈ અને ઉભી રહે છે અને જાન ના પાટા છોડવામાં મદદ કરે છે
તો ડોક્ટર સાહેબ કહે છે જેન્સી તમે બંને રહેવા દો હું જાનને હેન્ડલ કરીશ હું બેન્ડે જ દૂર કરીશ આ બધું ધ્યાનથી કરવું પડશે ધીરજ થી તમે બંને દુર રહી ને મને હેલ્પ કરતા જાવ.
જેન્સી ડોક્ટરના હાથમાં કાતર આપે છે.
ડોક્ટર એકદમ ધીમે ધીમે શાંતિથી જાનમાં બેન્ડેજ પાટા બધું દૂર કરે રહ્યા હોય છે ધીરે ધીરે જાનના માથા નો ભાર હળવો થતો જાય છે જેમ જેમ પાટા ડોક્ટર ઉતારતા જાય છે તેમ તેમ જાનનો ચહેરો થોડો થોડો દેખાવા લાગે છે પહેલા જાન ના કાન પછી દાઢી ,પછી હોટ, પછી નાક પછી બે આંખ દેખાવા લાગે છે. જેન્સી આ બધું જોતી હોય છે અને મનમાં વિચારે છે આતો સાચે જ સુંદર છે મારી કલ્પનાથી પણ વધુ સુંદર છે.
પછી ડોક્ટર હાથમાંથી પણ પાટો ઉતારી લે છે માથા ઉપર ઘણા સ્ટીચીસ જોઈ પેસન્ટ ના અંકલ દુઃખી થઈ જાય છે અને કહે છે માથા પર કેટલા બધા ટાંકા આવ્યા છે .
ડોક્ટર સાહેબ આશ્વાસન દેતા કહે છે ધનરાજ સેઠ ધીરજ રાખો પેશન્ટ ની કન્ડિશન સારી લાગે છે એક મહિનામાં
એકદમ સારા થઈ જશે પણ એક મહિનો તમારે તેમની ધ્યાન રાખવી પડશે.
જેન્સી મનમાં બોલે છે આને તો કેટલા બધા માથામાં ટાંકા છે
ડોક્ટર સાહેબ કહે છે જેન્સી ...જેન્સી તરત સભાન થઈ અને કહે છે બોલો સર... ડોક્ટર સાહેબ કહે છે ડ્રેસિંગ નો સામાન આપો અને મને હેલ્પ કરો ડોક્ટર સાહેબ માથામાં જ્યાં ટાંકા આવ્યા હોય છે ત્યાં ફરીથી ડ્રેસિંગ કરે છે અને મોઢું ખુલ્લું રાખે છે ખાલી માથા ઉપર જ પાટા બાંધે છે.
જેન્સી નુ ધ્યાન માત્ર જાન ના ચહેરા ઉપર જ હોય છે.
બીજી નર્સ બહારથી આવતા જેન્સી ને કહે છે દીદી ચાલો તમને બીજા વિભાગમાં એક ડોક્ટર બોલાવી રહ્યા છે.
ડોક્ટર સાહેબ કહે છે હવે કઈ તારી અહીં જરૂર નથી તો બીજા સાહેબને મળી આવ.
પછી જેન્સી બીજી નર્સ સાથે બીજા વિભાગમાં જતી રહે છે
ડોક્ટર ધનરાજ ને કહે છે માથામાં વાગ્યું હોવાથી થોડીક મગજ ઉપર અસર રહેશે પણ તે થોડા ટાઈમ માટે જ એટલે પેશન્ટને કમ્પ્લીટ આરામ કરવો પડશે અને એક પણ એવા સવાલ તેમને પૂછવા નહીં જે નો જવાબ તે દઈ ન શકે
પેશન્ટને બને ત્યાં સુધી ખુશ રાખવાની કોશિશ કરો એટલે જલ્દી રિકવરી થશે.
હવે આગળ બાકી.....