ચારકી ગામમાં રહેતા પાત્રો:
* જાનકી: એક વિધવા સ્ત્રી, જે પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ સાસુ સાથે રહે છે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજાના ઘરે રસોઈનું કામ કરે છે.
* યમુના: જાનકીની વૃદ્ધ અને સ્વાર્થી સાસુ.
* જેન્સી: જાનકીની મોટી દીકરી, જે સુંદર અને ટેલેન્ટેડ છે અને નર્સિંગનો અભ્યાસ કરે છે. તેને સંગીતનો શોખ છે.
* હિતેન: જાનકીનો તામસી સ્વભાવનો દીકરો, જે ભણતો નથી અને નાના-મોટા કામ કરે છે.
* પ્રિયા: જાનકીની નાની દીકરી, જે કોલેજમાં ભણે છે અને પૈસા તથા મોજશોખ પાછળ દોડે છે.
* નિમેષ: જેન્સીનો મંગેતર, જે ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે.
* રૂડીબેન: નિમેષની રૂઢિવાદી અને શંકાશીલ માતા.
* વિવેક: જેન્સીનો કોલેજનો મિત્ર.
શહેર સાથે જોડાયેલા પાત્રો:
* પન્ના: યમુનાની શહેરમાં રહેતી બહેનપણી.
* સાહેબ: શહેરના એક શ્રીમંત વ્યક્તિ, જેને પ્રિયાના ફોટામાં રસ છે.
હવે વાર્તા શરૂ થાય છે:
શહેરથી દૂર એક ગામડું હતું – ચારકી. જેમાં નાના અને મોટા મોભાદાર જ્ઞાતિની વસ્તી વધુ હતી. થોડાક લુવાણા અને બે-ચાર બ્રાહ્મણ પણ ખરા.
શહેરથી દૂર એક ગામડામાં એક વિધવા સ્ત્રી (જાનકી) રહેતી હતી, જે દેખાવમાં સરસ હતી. તેના કાળા લાંબા વાળમાં ક્યાંક ક્યાંક એક બે ધોળા વાળ દેખાતા હશે અને ૪૦ વર્ષની ઉંમરે પણ એવી જ સુંદર દેખાતી હતી. તે તેના ત્રણ બાળકો અને તેની વૃદ્ધ સાસુ (યમુના) સાથે રહેતી હતી. બીજાના ઘરમાં રસોઈનું કામ કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી. મોટી દીકરી (જેન્સી) લાંબી, દેખાવે ખૂબ સુંદર અને ગૌરી હતી. તે ખૂબ સ્માર્ટ અને ટેલેન્ટેડ હતી. નર્સનું ભણતર ભણવા રોજ શહેરમાં જતી હતી.
દીકરો (હિતેન) સ્વભાવથી તામસી હતો. ભણતો નહોતો અને નાના મોટા કામ કરતો અને અઠવાડિયામાં એક વાર કોઈની સાથે મારામારી કરી આવતો. જેન્સી અને માં જાનકીને તેના ભાઈને હિસાબે ગામના લોકોના મેણાં ટોણાં સાંભળવા પડતા.
સૌથી નાની દીકરી (પ્રિયા) કોલેજમાં ભણતી હતી. તેમની દાદી (યમુનાબેન) ખૂબ સ્વાર્થી અને લાલચી બાઈ હતી. મોટી દીકરી જેન્સીને સંગીતનો શોખ હતો, પણ ગામડાના હોવાથી ઘરમાં કોઈને તે પસંદ નહોતું કે તે ગાય. તેથી જેન્સી છૂપી રીતે સંગીત શીખતી અને ગાતી હતી.
જેન્સી એક નાના પણ પ્રખ્યાત સિંગિંગ બેન્ડ સાથે ગાવા જતી, જેથી તે તેની માને ઘરમાં આર્થિક રીતે મદદ કરી શકે, પણ તે વાતની ઘરનાઓને જાણ નહોતી. ગામમાં કોઈ નહોતું જાણતું કે જેન્સી ગીત ગાવા જાય છે. તે સ્વભાવની ખૂબ પ્રેમાળ અને સારી હતી. તે ભણવા સાથે સાઈડમાં બીજાં પણ કામ કરતી, એની મા જાનકીને મદદરૂપ થવાની બધી રીતે કોશિશ કરતી. જેન્સીની સગાઈ તે જ ગામમાં રહેતા એક સાધારણ પરિવારના એકના એક દીકરા (નિમેષ) સાથે નક્કી થઈ ગઈ હતી. છોકરો ૧૦ પાસ હતો, તે વારસાઈ કરિયાણાની દુકાન ચલાવતો હતો અને ગામમાં તેમનું સારું નામ હતું. નિમેષની માતા (રૂડીબેન) રૂઢિવાદી અને જૂના વિચારોની શંકાશીલ બાઈ હતી. નિમેષ સાધારણ દેખાવનો સ્થૂળ શરીરવાળો છોકરો હતો. નિમેષનું તેની માતા પાસે કંઈ પણ ચાલતું નહીં. દરેક જાતના ઘરના નિર્ણયો તથા બહારના નિર્ણયો નિમેષની માતા રૂડીબેન જ કરતી હતી. જેટલું રૂડીબેન કહે તેટલું જ થાય, નિમેષ પોતાની રીતે એક પણ નિર્ણય કરી શકતો નહોતો. જેન્સી સાથે તેનું ક્યાંય બંધ બેસે તેવું નહોતું, છતાં જાનકીના કહેવા પર જેન્સી એક શબ્દ બોલ્યા વગર નિમેષ સાથે સગાઈ કરી લે છે અને બધું સ્વીકારે છે, પરંતુ નિમેષની માતા લાલચી અને હાલતી શરતો મૂકવાવાળી હોય છે.
જેન્સીની નાની બહેન (પ્રિયા), જે દેખાવે સુંદર, નાના કદની અને સ્વભાવે ક્રોધી છોકરી હતી. તેના વાળ સોનેરી બ્રાઉન કલરના હતા. દેખાવે ગોરી અને સુંદર હતી. તેને ભણવાનો શોખ નહોતો. બસ શોર્ટકટમાં કેમ પૈસા કમાવવા અને કેમ પૈસા વાપરવા, ખૂબ પૈસાવાળા છોકરા સાથે લગ્ન કરવા, મોટી ગાડીમાં ફરવું એ જ તેનું સ્વપ્ન હતું.
એક દિવસ યમુનાને શહેરમાં રહેતી તેની ઓળખીતી બહેનપણી (પન્ના)નો ફોન આવ્યો. યમુનાએ તેની સાથે ઘણીવાર વાત કરી અને પછી ફોન મૂકી દીધો. પછી તેણે તેની નાની દીકરી પ્રિયાનો ફોટો પન્નાને ફોનમાં વ્હોટ્સએપ કર્યો.
તે દિવસે રાત્રે યમુનાને પન્નાનો વ્હોટ્સએપમાં એક મેસેજ આવે છે, "તમે શહેરમાં આવતાં રહો અને સાહેબને મળી જાઓ." સાહેબને એકવાર તમને રૂબરૂ મળી અને વાત કરવી છે. બીજા દિવસે યમુના નાની દીકરી પ્રિયાને એક બહાનું કરીને બહાર લઈ જાય છે. યમુના પ્રિયાને સમજાવે છે કે શહેરમાં એક મોટું ઘર છે અને તેમાં એક સુંદર રૂપવાન છોકરો છે. તેને તારો ફોટો ગમી ગયો છે અને તેની સાથે તારી સગાઈ કરવાની મારી ઇચ્છા છે, પણ તારી માં જાનકી શહેરમાં જવા માટે નહીં માને તો તું તેને મનાવ કે આપણે શહેરમાં સારું કામ મળી ગયું છે અને સારો પગાર આપશે, રહેવા માટે ઘર આપશે તો આપણે બધા શહેરમાં જતા રહીએ.
પ્રિયા એની દાદીને ઓળખતી હોય છે એટલે તે તરત હા નથી પાડતી. તે કહે છે પહેલાં હું છોકરાનો ફોટો જોઈશ પછી જ હું હા પાડીશ. દાદી પ્રિયાને ફરી લાલચ આપે છે, "તે લોકોને તો કેટલી બધી ગાડીઓ છે, કેટલા ડ્રાઇવરો છે, કેટલા નોકર ચાકરો છે, તે લોકોને કેટલા બંગલા છે, ખૂબ પૈસાવાળા છે. તારે ફોટો જોઈને શું કરવું છે? આપણે રૂબરૂ જોશું. જો તને ગમે તો જ આપણે હા પાડીશું." પણ તું એકવાર જાનકીને શહેરમાં જઈ અને કામ કરવા માટે મનાવી લે. અમથુંય આ નાનકડું ચારકી ગામમાં કાંઈ નથી. અહીં તો લાઈટ પણ હાલતા વહી જાય છે, પાણીનોય વાંધો છે. આપણે સરખું કમાઈ અને ખાઈ શકતા નથી. શહેરમાં જઈશું તો પગાર પણ વધારે આપશે અને શાંતિથી જીવી શકીશું.
પ્રિયા કહે છે, "માં નહીં માને, તેને તો ગામડામાં જ રહેવું છે અને જેન્સીની સગાઈ અહીં ગામડામાં કરી છે તો તે ક્યાંથી આવે? શહેરની લાલચ આપી અને હું તેને મનાવવાની કોશિશ કરીશ. આમેય જેન્સીને તો રોજ સવારે ઊઠી અને બસ પકડીને શહેર જવું અને આવવું પડે છે. તો પહેલાં હું જેન્સીને મનાવીશ એટલે તે જાનકી માને મનાવી લેશે."
બીજે દિવસે પ્રિયા શહેરમાં તેની બેનપણીના ઘરે પરીક્ષા માટે ભણવાનું બહાનું કરીને જેન્સીની કોલેજે જવા માટે ઘરની બહાર નીકળે છે. ત્યાં તેને રસ્તા પર જેન્સી સાથે ભણતો તેનો ફ્રેન્ડ વિવેક મળે છે. વિવેક પૂછે છે, "કઈ તરફ જઈ રહી છે પ્રિયા?" પ્રિયા કહે છે, "શહેર તરફ જવા માટે બસ પકડી રહી છું." "તો અહીં શું કરે છે વિવેક? તારે આજે કોલેજ નથી?" વિવેક કહે છે, "ના આજે તો કોલેજમાં રજા છે, એન્યુઅલ ફંક્શન છે. એટલે હું નથી ગયો, પણ જેન્સી તો ગઈ હશે. તેણે ફંક્શનમાં ભાગ લીધો છે, આજે તે તેના ગ્રુપ સાથે સિંગિંગ કોમ્પિટિશનમાં પરફોર્મન્સ આપવાની છે." સિંગિંગનું નામ સાંભળી અને પ્રિયા ચકિત થઈ જાય છે. પ્રિયા કંઈ બોલતી નથી અને મનમાં વિચારે છે... "આપણા ઘરમાં તો ગીત ગાવાની મનાઈ છે અને આ જેન્સી સિંગિંગ કોમ્પિટિશનમાં પરફોર્મન્સ કરશે? હવે તું જો... જેન્સી હું તને કેમ હા પડાવું છું, શહેર જવા માટે...."
વિવેક કહે છે, "પ્રિયા જો તારે શહેરમાં જવું હોય તો હમણાં જ મારો એક ફ્રેન્ડ જઈ રહ્યો છે, તે તને જેન્સીની કોલેજે ઉતારી દેશે." પ્રિયા કહે છે, "થેન્ક્યુ વિવેક." પછી વિવેક તેના ફ્રેન્ડને ફોન કરે છે અને પ્રિયાને તેના ફ્રેન્ડની કારમાં બેસાડી અને પોતે ગામમાં જતો રહે છે.
આ તરફ જેન્સી બધી વસ્તુથી બેખબર પોતાના સંગીતની પ્રેક્ટિસ કરી રહી હોય છે.
હવે આગળ ભાગ બે માં જોશું જેન્સી અને તેની માં જાનકી શહેર જવા માટે માને છે કે નહીં?...
D h a m a k
The story book, ☘️