Parampara ke Pragati? - 4 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 4

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 4

યમુના ઓફિસની અંદર એન્ટર થાય છે તો જોતી જ રહે છે, કાંઈ ઘટે નહીં.લાંબો વિશાળ ટેબલ અને કેટલી બધી ખુરશીઓ.ધનરાજ શેઠ યમુનાને કહે છે, "બેસો." ધનરાજ શેઠની બાજુમાં ઉભેલો એક બોડીગાર્ડ તેના હાથમાં એક ફોલ્ડર ધરાવે છે, જેમાં ઘણા બધા પૈસા હોય છે. તે ફોલ્ડરને તે યમુનાની બાજુમાં ટેબલ પર રાખી દે છે અને પછી બહાર જતો રહે છે.બોડીગાર્ડના બહાર જતા પછી ધનરાજ શેઠ કહે છે, "યમુના બેન, મને સીધી વાત કરવી પસંદ છે એટલે હું તમને સીધું સીધું કહીશ કે મને તમારી દીકરીનો ફોટો પસંદ છે, પણ હમણાં મારો દીકરો વિદેશ હોવાથી હમણાં કંઈ નહીં થાય. તમે ત્યાં સુધી આ જે મેં પૈસા આપ્યા છે તેમાંથી તમારી દીકરીને પન્ના જે કહે તે બધી જાતની ટ્રેનિંગ અપાવજો. પન્ના તમને બધું સમજાવી દેશે. હું ઈચ્છું છું કે તમારી દીકરી અમારી બધી જાતની રહેણી અને રીતભાત શીખી લે."ધનરાજ જેની સાથે વાત કરતા હોય છે ત્યાં વચ્ચે ફોન આવી જાય છે. ધનરાજ સ્ક્રીન ઉપર જુએ છે તો ઓસ્ટ્રેલિયાથી મેનેજરનો ફોન આવેલો હોય છે. ધનરાજ ફોન કાપી નાખે છે. ફરીથી ફોન આવે છે. ધનરાજ મેનેજરનો ફોન ઉપાડે છે. મેનેજર ફક્ત એટલું જ બોલે છે, "ધનરાજ શેઠ, તમારા દીકરાનું એક્સિડન્ટ થઇ ગયું છે. તેમનું મેજર ઓપરેશન કરવામાં આવ્યું છે. હવે તે ખતરાથી બારે છે, પણ તમારે એકવાર ઓસ્ટ્રેલિયા આવવું પડશે. ડોક્ટરને ઘરના કોઈ વડીલ સાથે વાત કરવી છે. એટલે તમે જેટલું બને એટલું જલ્દી ઓસ્ટ્રેલિયા આવી જાવ."ધનરાજ શેઠ કહે છે, "હું આજે જ નીકળું છું ઓસ્ટ્રેલિયા માટે." એમ કહી અને ફોન કાપી નાખે છે. પછી તે યમુનાને કહે છે, "અત્યારે તમે જાઓ, હું તમારી સાથે પછી વાત કરીશ."યમુના પૈસા ભરેલું કવર લઈ અને બહાર નીકળે છે. પ્રિયા પૂછે છે, "શું વાત થઈ? મને કેમ અંદર ન બોલાવી?" વગેરે વગેરે.યમુના ખીજાય છે અને પ્રિયાને ચૂપ કરી દે છે. યમુના કહે છે, "તુ ઘરે ચાલ, પછી બધી વાત."બહાર ઉભેલા ગાર્ડ કહે છે, "ડ્રાઇવર તમને સ્ટેશન સુધી સલામત મૂકી જશે અને તમારી પાછી જવાની ટિકિટ પણ કરાવી આપશે. તમે બિલકુલ ચિંતા કરશો નહીં."પછી યમુના અને પ્રિયા જતા રહે છે.આ બાજુ ઓસ્ટ્રેલિયામાં જેન્સી નવા પેશન્ટ જાનની સારવાર કરતી હોય છે ત્યારે અચાનક જ જાન ભાનમાં આવવા લાગે છે.તે બેભાન અવસ્થામાં બાજુમાં ઊભેલી જેન્સીનું બાવળું (હાથ) જોરથી પકડી લે છે અને બળ બળ કરવા લાગે છે.જેન્સી ગભરાઈ જાય છે અને પાસે ઊભેલી બીજી નર્સને કહે છે, "પેશન્ટ હોશમાં આવી રહ્યો છે, તુ જલ્દીથી ડોક્ટરને બોલાવ."ડોક્ટર સાહેબ તરત જ આવી જાય છે અને પેશન્ટ જાનને એક ઇન્જેક્શન આપે છે. તેથી જાન શાંત થઈ જાય છે, પણ જેન્સીનું બાવળું દુખવા લાગે છે. જાને જોરથી પકડી રાખ્યું હોવાથી તેના હાથમાં દુખાવો થતો હોય છે.તે માંડ જાનનો હાથ છોડાવે છે. ડોક્ટર સાહેબ કહે છે, "જેન્સી, તું ઠીક તો છે ને?"જેન્સી કહે છે, "હા, ફિકર ના કરો."ડોક્ટર સાહેબ કહે છે, "તેણે મારો હાથ જોરથી પકડી લીધો, માંડ માંડ છોડાવ્યો."ડોક્ટર સાહેબ કહે છે, "ધ્યાન રાખજે, આવા પેશન્ટ બેભાન અવસ્થામાં કંઈ પણ કરી શકે તો એલર્ટ રહેવું. ધ્યાન રાખવું કે તમને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેમને પણ કોઈ નુકસાન ન પહોંચે તે જોવું એ તમારું કામ છે."જેન્સી કહે છે, "તમે બિલકુલ ફિકર ન કરો, હું પેશન્ટનું બરોબર ધ્યાન રાખીશ."બીજી નર્સ જે જેન્સી સાથે કામ કરતી હોય છે તે કહે છે, "હું તો ડરી જ ગઈ, આ તો જેન્સી સિસ્ટર બહાદુર છે. તેમની જગ્યાએ હું હોત તો... હું તો રાળા રાળ કરીને બધાને ભેગા કરી નાખત."ડોક્ટર સાહેબ જેન્સીના વખાણ કરતા કહે છે, "એટલે જ મેં આ પેશન્ટની સારવાર કરવા માટે જેન્સીને રાખી છે. તે સમજદાર છે, પેશન્ટને કેમ હેન્ડલ કરવા તે તેને બરોબર ખબર છે."પછી ડોક્ટર સાહેબ જેન્સીને કહે છે, "બહાર આવ, તારી સાથે વાત કરવી છે."જેન્સી ડોક્ટર સાથે વાત કરવા બહાર જાય છે અને ડોક્ટર સાહેબ એને કહે છે, "આ પેશન્ટ વધુ પડતો એગ્રેસિવ છે. કાલે આના બધી જાતના ટેસ્ટ જે હું લખી દઉં તે કરાવી નાખવાના છે અને તેના મેનેજરને કાલે જાણ કરી અને બોલાવી લેજે. તેની સામે જ આ બધા ટેસ્ટ કરાવજે. મારે જોવું છે આ પેશન્ટના મગજ ઉપર એક્સિડન્ટને હિસાબે કંઈ અસર તો નથી થઈને."જેન્સી કહે છે, "ઠીક છે ડોક્ટર સાહેબ, તમે ચિંતા ન કરો. હું તેમને આજે જ જાણ કરી દઈશ અને કાલે બધી જાતના ટેસ્ટ કરાવી અને તમને રિપોર્ટ આપી જઈશ."જેન્સીની ડ્યુટી રાતની પૂરી થાય છે અને તે પાછી હોસ્ટેલમાં આરામ કરવા જાય છે.હોસ્ટેલના રૂમમાં તેની ફ્રેન્ડ (નીતા) જે રૂમમેટ છે, તે જેન્સી અને પોતાના માટે ચા બનાવી રહી હોય છે. ત્યાં જેન્સી રૂમમાં દાખલ થાય છે. નીતા જેન્સીને જોઈ અને ખુશ થાય છે અને કહે છે, "મેં હમણાં જ ચા મૂક્યો છે, તારે પીવો છે કે પહેલા ફ્રેશ થવું છે?" જેન્સી કહે છે, "હા, મને અત્યારે સખત ચાની જરૂર છે, બહુ થાક લાગ્યો છે. હું પહેલા ચા પીશ." નીતા જયંતિના હાથમાં ચાનો મગ આપતા પૂછે છે, "આજે હોસ્પિટલમાં બહુ કામ હતું?""અરે નીતા, શું કહું તને....""આજે હું જે પેશન્ટની ધ્યાન રાખતી હતી તે અચાનક જ ભાનમાં આવી ગયો અને તેણે જોરથી મારો હાથ પકડી લીધો. હું બહુ જ ગભરાઈ ગઈ, પણ પછી કંઈ વાંધો નહોતો આવ્યો.""ડોક્ટર સાહેબ એને ઇન્જેક્શન આપીને સુવડાવી દીધો. તે બેભાન અવસ્થામાં કંઈક બડબડ કરી રહ્યો હતો.""મમ્મી...""તું મને છોડીને ન જા... કંઈક એવું કહેતો હતો.""બસ એટલું જ સમજાણું.""પણ તે શું કહેવા માંગતો હતો તે હું પૂરું સમજી શકી નહીં."એમ કહી ચાનો કપ ટેબલ પર રાખી અને તે સ્વેટર કાઢી અને પોતાનો હાથ જોવા લાગે છે.નીતા કહે છે, "ઓહો, બહુ જોરથી હાથ પકડ્યો છે, આખો લાલચોળ થઈ ગયો છે. જબરો પેશન્ટ લાગે છે.""શું... તે હેન્ડસમ છે?""તુ મને બધી વાત કર, ચાલ મારી પાસે બેસ અને નિરાંતનો શ્વાસ લે."જેન્સી તેની પાસે ખુરશી પર બેસી અને ચા પીતા પીતા વિચારે છે. તે કહે છે, "હા, હેન્ડસમ તો હોવો જોઈએ.."નીતા કહે છે, "શું કહે છે? તેને એનું મોઢું નથી જોયું?""ના, મેં તેનું મોઢું નથી જોયું.""તેનું મોઢું પાટાથી ઢંકાયેલું છે.""સોરી, હું તને કહી નહીં શકું તે હેન્ડસમ છે કે નહીં." એમ કહી અને તે હસવા લાગે છે...નીતા કહે છે, "વાહ, શું જોક્સ માર્યો છે! હા હા હા! તે તો એક જ મિનિટમાં મારા અરમાનો ઉપર પાણી ફેરવી નાખ્યું. જો તે હેન્ડસમ હોત તો હું તારી જગ્યાએ શિફ્ટમાં જતી રહેત, મને બહુ જ ગમત."જેન્સી કહે છે, "તારું કામ કર. તું નર્સની ટ્રેનિંગ લેવા નથી આવી, તું તારા સોફ્ટવેરનું કામ શીખ, તે જ ઠીક છે. બોયફ્રેન્ડ બનાવવામાં બહુ ધ્યાન દેવાની જરૂર નથી..""અરે યાર જેન્સી, તુ મારું માથું ન પકાવ. તું મારી સાથે મોટી આંટી જેવી વાતો કરે છે.""હું જાઉં છું બાય, મારે બધા ફ્રેન્ડ સાથે પબમાં જવાનું છે. તું રાતના મારી વાટ ન જોતી, સુઈ જાજે. બાય બાય..."જેન્સી કહે છે, "ચલ ભાગ હવે." અને પછી બાલ્કનીની બારે આકાશમાં જોતા જોતા ચાનો કપ હાથમાં લઈ અને પીવા લાગે છે અને પછી તે પેશન્ટના વિચારોમાં ખોવાઈ જાય છે.આ તરફ ધનરાજ બીજે દિવસે ઓસ્ટ્રેલિયા પહોંચે છે અને મેનેજર તેમને એરપોર્ટ પર લેવા આવે છે.હવે આગળ બાકી.....