Parampara ke Pragati? - 6 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 6

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 6

પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે ખરેખર ગિલ્ટી છે?"

જેન્સી નીતાની સામે જોઈ અને ઈશારો કરે છે એટલે નીતા કહે છે, "સોરી મેડમ, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય."

જેન્સી કહે છે, "મેડમ મને ઉતાવળ છે, હું ચાલુ નોકરીએ આવી છું. મારે પાછું હોસ્પિટલમાં પહોંચવું પડશે."

મેડમ કહે છે, "ઠીક છે જાઓ, પણ મારી નજર તમારા પર રહેશે જ. જો એક ભૂલ વધારે થઈ તો સીધા પ્લેનમાં મોકલી દઈશ તમારા દેશ."

બંને જણીઓ માથું ધુણાવીને "હા મેડમ" કહીને ભાગે છે સીધી હોસ્પિટલમાં.

જેન્સી કહે છે, "નીતા, હવે તું જા હોસ્ટેલ અને કંઈક ખાઈ પી લેજે. હું બે કલાક પછી આવીશ."

નીતા કહે છે, "ઠીક છે જેન્સી, હું સરસ મજાનું ખાવાનું બનાવીશ, આપણે બંને સાથે ખાસું," એમ કરી અને સ્માઈલ આપે છે.

જેન્સી કહે છે, "ઠીક છે, બહુ મસ્કો મારવાની જરૂર નથી. હમણાં આવું છું, હવે તું જા."

નીતા કહે છે, "મારે પણ તે પેશન્ટને જોવો છે જેણે તારો હાથ પકડી લીધો હતો."

પછી જેન્સી અને નીતા હોસ્પિટલની અંદર પેશન્ટ જાન પાસે જાય છે. ત્યાં બીજી નર્સ હોય છે, તેને પૂછે છે, "પેશન્ટને કંઈ પ્રોબ્લેમ તો નહોતો થયો ને?" બીજી નર્સ કહે છે, "હા, થોડીવાર માટે પાછા ભાનમાં આવ્યા હતા અને તેના બંને હાથ હલાવતા હતા. મેં ડોક્ટર સાહેબને જાણ કરી દીધી છે, તે હમણાં જ આવતા હશે. મેં તેમના હાથ બાંધી દીધા છે જેથી તે મૂવમેન્ટ ના કરે."

જેન્સીને ગમતું નથી કે પેશન્ટ જાનના હાથ બાંધી દીધા, પણ તે કાંઈ બોલતી નથી.

નીતા જેન્સીને કહે છે, "આ તો બહુ એગ્રેસિવ પેશન્ટ લાગે છે."

જેન્સી કહે છે, "તું અત્યારે જા. ડોક્ટર આવતા હશે, આપણે પછી એની રાતે વાત કરશું." નીતા જતી રહે છે.

ડોક્ટર આવે છે અને જાનને તપાસે છે.

ડોક્ટર પૂછે છે, "કોણે પેશન્ટના હાથ બાંધી દીધા?"

બીજી નર્સ ગભરાઈ જાય છે અને કહે છે, "ડોક્ટર સાહેબ, હું ડરી ગઈ હતી એટલે મેં તેમના હાથ બાંધી દીધા."

ડોક્ટર સાહેબ કહે છે, "વાંધો નહીં, હવે ખોલી નાખો. તેમના હાથ છોડી દો."

જેન્સી પેશન્ટ જાનના હાથની દોરી છોડી દે છે.

દોરી છોડતાની સાથે જ...

પેશન્ટ ફરીથી જેન્સીનો હાથ પકડી લે છે અને બોલે છે, "મને છોડી દો... મને છોડી દો... મને કેમ બાંધીને રાખ્યો છે?"

ડોક્ટર સાહેબ જેન્સીનો હાથ છોડાવી અને જાનનો હાથ પોતાના હાથમાં લઈ અને કહે છે, "તમે શાંત થઈ જાઓ. તમે હોસ્પિટલમાં સારવાર હેઠળ છો. તમારા મગજ ઉપર અસર થશે, તમારા માથામાં ઈન્જરી થઈ છે, ઓપરેશન કર્યું છે. શાંત થાવ..."

જેન્સી તરત જ બાજુમાં પડેલી સિરીંજ ડોક્ટર સાહેબના હાથમાં આપે છે. ડોક્ટર સાહેબ તેને ઇન્જેક્શન આપે છે.

જેન્સી થોડીક વાર પેશન્ટનો હાથ પકડી રાખે છે. થોડીવારમાં પેશન્ટ એકદમ શાંત થઈ અને સૂઈ જાય છે. એટલી વારમાં ધનરાજ શેઠ અને તેનો મેનેજર આવી પહોંચે છે.

ધનરાજ પૂછે છે, "ડોક્ટર સાહેબ, મારો ભત્રીજો ક્યાં છે?"

"આ તમારો ભત્રીજો છે."

ધનરાજ શેઠ જાનની બાજુમાં જઈને તેનો હાથ તેના હાથમાં લે છે અને ડોક્ટરને પૂછે છે, "આને ક્યારે સારું થશે?"

ડોક્ટર કહે છે, "ચિંતા ન કરો, થોડાક દિવસમાં તેમને સારું થઈ જશે. કાલે તેમનો પાટો છોડવાનો છે અને માથામાં શું રિકવરી થઈ છે તે જોવાનું છે. ત્યાર પછી ખબર પડશે. તમે ચાલો મારી સાથે ઓફિસમાં, મારે તમારી સાથે વાત કરવી છે, તેમના રિપોર્ટ આવી ગયા છે."

પછી ધનરાજ અને તેમનો મેનેજર ડોક્ટરની ઓફિસમાં ડોક્ટર પાછળ જતા રહે છે. આ બાજુ જેન્સીને ચક્કર આવવા લાગે છે.

નર્સ કહે છે, "તને શું થાય છે?" જેન્સી કહે છે, "કાંઈ નહીં, સવારથી કંઈ ખાધું નથી તો થોડાક ચક્કર આવે છે."

બીજી નર્સ કહે છે, "તું જા રૂમે જઈને થોડો આરામ કરીશ તો બરોબર થઈ જશે."

જેન્સી કહે છે, "ના, ઠીક છું હું."

બીજી નર્સ થોડું ગ્લુકોઝનું પાણી બનાવી અને જેન્સીને પીવડાવે છે.

બીજી નર્સ કહે છે, "હવે ઓ તમારો ડ્યુટીનો ટાઈમ પૂરો થયો છે, તમે હોસ્ટેલમાં જઈ અને આરામ કરો."

જેન્સી કહે છે, "હું થોડીક વાર અહીં રહેવા માંગુ છું."

પછી જેન્સી ઊભી થઈ અને ફરીથી એકવાર જાનનું બ્લડ પ્રેશર માપે છે.

બે કલાક પછી.

અચાનક જાન બેભાન અવસ્થામાં બોલવા લાગે છે, "મેં કાંઈ નથી કર્યું... આંટી મને છોડી દો... આંટી મેં કાંઈ નથી કર્યું... આંટી મને છોડી દો... મને બહુ લાગે છે... મને મારો નહીં... મને છોડી દિયો..."

જેન્સી ધીમેથી જાનના ખભા ઉપર હાથ ફેરવતા કહે છે, "કોઈ તમને નહીં મારે, શાંતિથી સૂઈ જાવ, હું બેઠી છું તમારી પાસે, તમને કોઈ હેરાન નહીં કરે."

જેન્સીના હાથનો સ્પર્શ થતાં જાન શાંત થઈ જાય છે, પણ જેન્સીને એટલું સમજાય છે કે આની જે પણ કોઈ "આંટી" હશે તે તેને નાનપણમાં હેરાન કરતી હશે. અત્યારે તો તે એક બિઝનેસમેન છે, આ પેશન્ટ જાન થોડો રહસ્યમય લાગે છે. મનોમન વિચાર કરતી હોય છે ત્યાં...

જેન્સી સાથે બીજી નર્સ બેઠી હોય છે.

તે કહે છે, "આ તો તરત શાંત થઈ ગયો. હું એકલી હતી તો તેને હેન્ડલ ન કરી શકી, પણ તમારાથી કેવો તરત શાંત થઈ ગયો. મને લાગે છે કે તમારો અવાજ અને સ્પર્શ ઓળખવા લાગ્યા છે."

જેન્સી બીજી નર્સને કહે છે, "હવે તે નહીં ઊઠે. રાતનો જે પણ કાંઈ રિપોર્ટ હોય તે આમાં લખી નાખજો, હું કાલે સવારે જોઈશ. અને જરા પણ તને લાગે મારાથી હેન્ડલ નહીં થાય તો તું મને તરત ફોન કરી શકે છે, હું આવી જઈશ."

એમ કહી જેન્સી બહાર નીકળી જાય છે, પછી હોસ્ટેલ તરફ વળી જાય છે જ્યાં નીતા તેની વાટ જોઈ રહી હોય છે.

આ તરફ પ્રિયા સવારથી સાંજ સુધીમાં કંઈ પણ કરી અને જાનકીને મનાવી લે છે કે તે બહાર જઈ અને બ્યુટી પાર્લરનો કોર્સ શીખે. તેવું જાનકીને સમજાવી દે છે કે બ્યુટી પાર્લરમાં કામ કરશે તો તેને પૈસા પણ મળશે અને મફતમાં શીખવા પણ મળશે એટલે જાનકી તેની વાત માની લે છે.

જાનકી માની ગઈ હોવાથી પ્રિયા બહુ ખુશ હોય છે અને તે ફોનમાં સર્ચ કરતી હોય છે ક્યાં બધું શીખવા જવું, કેવી રીતે કરવું, ફેશન ડિઝાઇનનું કેમ શીખવું એ બધું તપાસ કરે છે અને યમુનાને કહે છે, "મારી મમ્મીએ હા પાડી દીધી છે એટલે હું કાલથી શીખવા જઈશ, પણ તેના પૈસા તમારે મને દેવા પડશે."

યમુના કહે છે, "હા, તું જેટલા કહીશ તેટલા તને પૈસા આપીશ, પણ બધી રીતે વ્યવસ્થિત થઈ જાજે એટલે સામેવાળા ના ન પાડી શકે. હવે આમજૂરોનું જીવન નથી જીવવું, આપણે મોટા બંગલામાં જઈને સારું જીવન જીવવું છે, સારું ખાવું છે અને ખૂબ પૈસા વાપરવા છે, સમજી ગઈ ને મારી દીકરી."

પ્રિયા કહે છે, "દાદી તમે બિલકુલ ફિકર ન કરો. હું એવું જ કરીશ જેવું તમે કહો છો. હું પણ આ ગામડાની જિંદગીથી કંટાળી ગઈ છું, સારી ગાડીમાં ફરવા માંગુ છું, ખૂબ રૂપિયા વાપરવા માંગુ છું."

પછી દાદી-દીકરી બંને વાતોએ લાગી જાય છે.

આ તરફ ઓસ્ટ્રેલિયામાં જેન્સી હોસ્ટેલમાં પોતાના રૂમમાં પહોંચે છે ત્યારે નીતાએ બધી સરસ તૈયારી કરી રાખી હોય છે. જેન્સી ટેબલ પર રાખેલું વિવિધ ભોજન જોઈને પહેલાં તો ખુશ થઈ જાય છે અને પછી તરત જ બોલે છે, "આ બધું તે ક્યાંય બહારથી ઓર્ડર કર્યું છે ને?"

જૈનસીની ફ્રેન્ડ નીતા બોલે છે, "ઉફ યાર, તું ખાલી ભોજનને જોને. ક્યાંથી આવ્યું છે તેને તારે શું કરવું છે? મેં તારા માટે એટલી મહેનત કરી અને ટેબલ સજાવ્યું છે, ક્યારની ભૂખી તરસી તારી વાટ જોઉં છું અને તું બસ ખામી કાઢવામાં પહેલો નંબર છે, મોટી દાદી નહીં તે..."

જેન્સી કહે છે, "ઓ..હો... તું ગુસ્સે ન થા... હું તો એમ જ કહેતી હતી કે આટલો ખર્ચો કરવાની શું જરૂર હતી. ચાલ હવે આપણે બંને સાથે જમીએ, મને પણ બહુ ભૂખ લાગી છે." નીતા ખુશ થતાં પાછી ટેબલની ખુરશી પર બેસી જાય છે.

પછી બંને સાથે જમતાં જમતાં વાતો કરે છે. નીતા પૂછે છે, "હવે તારા પેશન્ટ જાનને કેમ છે? એણે પાછો તારો હાથ તો નહોતો પકડી લીધો ને? મને લાગે છે એને તારી સાથે પ્રેમ થઈ ગયો છે..."

જેન્સી કહે છે, "શું તું પણ મશ્કરી કરે છે? તે બિચારો પેશન્ટ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પડ્યો છે અને તને મસ્તી સૂઝે છે."

નીતા હસતાં હસતાં કહે છે, "ઓ.. હો હો જો તો... કંઈ બોલવાની પણ મનાય છે."

જેન્સીના મોઢા ઉપર સ્માઈલ આવી જાય છે.

બીજી તરફ ધનરાજ અને જાનનો સેક્રેટરી બંને એક હોટલમાં જમવા બેઠા હોય છે ત્યારે...

ધનરાજને તેની મોટી બહેન તારાનો ફોન આવે છે. તે જાનની તબિયત વિશે પૂછપરછ કરે છે.

ધનરાજ કહે છે, "અત્યારે તો બેભાન અવસ્થામાં છે. હમણાં ડોક્ટર તો કંઈ કહી નહીં શકે જ્યાં સુધી કાલે તેના માથાનો પાટો નહીં ખોલીએ ત્યાં સુધી આપણે વાટ જોવાની જ રહી."

તારા મેડમ કહે છે, "મને પણ જાનની બહુ ચિંતા છે, હું તેની એકની એક આંટી છું. પણ શું થાય મારા પર પણ એટલી જવાબદારી છે આ બધું છોડી અને હું તરત જ ત્યાં આવી ન શકું. તમે બિલકુલ ચિંતા ન કરશો ભાઈ, તેને જલ્દી સારું થઈ જશે. હું પણ ઓસ્ટ્રેલિયા આવત પણ અત્યારે મારા ઉપર બધી ફેશન શોની જવાબદારી છે. હું જર્મનીથી ત્યાં આ બધું પતાવીને બે-ત્રણ દિવસમાં જલ્દી આવવાની કોશિશ કરીશ. બસ તમે થોડી ધીરજ રાખજો, જાનને જલ્દીથી સારું થઈ જશે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું."

(જાનની આંટી તારા એક મોટી ફેશન શો કંપનીની સ્ટાર છે. એ કંપનીની ઓનર જાનની માતા હતી, પણ હવે તે જીવિત ન હોવાથી મિસ તારા તે કંપનીને હેન્ડલ કરી રહી છે.)

ધનરાજ કહે છે, "ઠીક છે, હવે હું ફોન મૂકું છું, અમે ડિનર કરવા બેઠા છીએ. હું તારી સાથે કાલે વાત કરીશ." એમ કહી અને ધનરાજ ફોન મૂકી દે છે.

આ બાજુ જેન્સી સૂવા ટાણે પોતાનું સ્વેટર ઉતારે છે અને બાથરૂમમાં જઈ અને હાથ પગ મોઢું ધોઈને અરીસામાં જોવે છે તો તેનું ધ્યાન તેના હાથ ઉપર પડે છે, તેનો બાવળો ફરીથી લાલ હોય છે.

હવે આગળ જાન સાથે શું થાય છે તે જોવાનું રહ્યું......