Single Mother - 21 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 21

Featured Books
Categories
Share

સિંગલ મધર - ભાગ 21

"સિંગલ મધર"
( ભાગ -૨૧)

ઝંખનાના ફોન પછી કિરણ એની બહેન વ્યોમાને બધી વાત કરે છે.
બીજા દિવસે ઝંખનાને મળવા માટે જવાનું છે.
વ્યોમા આઈસ્ક્રીમ લઈને આવે છે.
બંને ભાઈ બહેન આઈસ્ક્રીમ ખાય છે.
એ વખતે કિરણના વોટ્સએપ પર મેસેજ આવે છે.
કિરણ વોટ્સએપ મેસેજ જુવે છે.
નંબર અજાણ્યો હોય છે પણ કિરણને ખબર પડી જાય છે કે 
મેઘના મેડમનો મેસેજ છે.
હાય.. કરીને લખ્યું હતું..
પછી તરતજ એક બાયોડેટા આવે છે.

વ્યોમા...
ભાઈ,કોનો મેસેજ છે? ઝંખના દીદીનો? શું લખે છે?

કિરણ..
લે તને બધે ઝંખના દીદી અને મનન જ દેખાશે. હવે જ્યાં સુધી નક્કી નહિ થાય ત્યાં સુધી તું મારું માથું ખાવાની છું. મને વાંચવા તો દે.

વ્યોમા...
પણ ભાઈ.. તમે ગુસ્સે કેમ થાવ છો? ઝંખના દીદી સાથે વાતચીત ચાલતી હતી એટલે મને થયું કે ઝંખના દીદી એ પહેલ કરી છે. તમે પહેલ કરી શક્યા નહીં.

કિરણ..
અરે.. હું ગુસ્સે નથી થયો. ખાલી તને ચીડાવવા માટે જ. તારી ઝંખના દીદી મને પર્સનલ મેસેજ કરે? કદાચ મેસેજ કરે તો તારા વિશે હોય.

વ્યોમા..
તમે શું ભાઈ.. હાથમાં આવેલો મોકો ખોઈ રહ્યા છો. હશે કાલે મળવાના છો તો મારી વાત કરવાનું ભૂલતા નહિ. નહિંતર તમે બંનેનું નક્કી થાય અને હું રહી જાઉં.

કિરણ...
તને એવું લાગે છે? જો એ સિંગલ મધર છે અને એની ક્યૂટ બેબી છે એટલે લાગણી થાય. પણ એનો મતલબ એ નથી કે હું એને પ્રેમ કરવા લાગ્યો છું.

વ્યોમા..
ભાઈ..તો પછી કોનો મેસેજ છે? પેલી મીનુંનો ? જુઓ ભાઈ એના લીધે મારો પ્રોગ્રામ બગાડતા નહીં.‌ એની સાથે પહેલા મુલાકાત ના કરતા. ઝંખના દીદી સાથે વાતચીત કરીને પછી મને ફોન કરજો પછી જ એને મળવા માટે જજો.

કિરણ...
સારું હો..પહેલા તને પ્રયોરિટી.. મારું હું પછી જોઈશ. હવે ઉંમર થવા આવી એકાદ વર્ષ મોડું કરું તો પણ શું ફેર પડવાનો.

વ્યોમા..
એમ નહીં ભાઈ..મારો કહેવાનો મતલબ સમજ્યા નહીં. એ મીનું તમારો ટાઈમ બગાડશે અને મોડું કરશે.એની એ જ વાત કરીને તમને મનાવવા પ્રયાસો કરશે પછી ઝંખના દીદી રાહ જોતી બેસી રહેશે. તમે પહેલાં એમને મળશો તો તમારું પણ કામ થશે અને મારું પણ. તમે પહેલાં લગ્ન કરજો પછી હું કરીશ.

કિરણ..
પાછું એ વાત ચલાવી. હવે હું નહીં બોલું. મને વાંચવા દે.

વ્યોમા...
સારું.. હવે નિરાંતે વાંચીને મને કહેજો. તમે મારું ભલું જ કરવાના છો.

કિરણને ખબર હતી કે મેસેજ મેઘના મેડમનો છે. એમણે બાયોડેટા મોકલ્યો છે. એટલે એમની સિસ્ટર કાવ્યાનો હશે જ.

કિરણ બાયોડેટા જોવા લાગ્યો.
કાવ્યા...

બાયોડેટા વાંચીને બબડ્યો..
સરસ એજ્યુકેશન છે. એ વ્યોમાની ઉંમરની છે. ફોટો સરસ છે. લુક સુંદર છે. એક વખત મુલાકાત ગોઠવવી પડશે. મેઘના મેડમને શું કહું? હમણાં કશું કહેવું નથી. ફક્ત ઓકે લખું છું. પછી વાત કરીશ.

કિરણે ઓકે લખ્યું. મેસેજ કર્યો..જોઈને પછી આવતીકાલે વાત કરીશ..

વ્યોમાને જાણવાની ચટપટી થતી હતી.

કિરણના મુખ પરના હાવભાવ જોયા.
બોલી..
ભાઈ.. તમે ખુશ લાગો છો. કોનો મેસેજ છે? ઝંખના દીદીનો?

કિરણના મુખ પર સ્મિત આવી ગયું.
બોલ્યો..
શું આખો દિવસ ઝંખના ઝંખના કરે છે. મનન તારો છે. અત્યાર સુધીમાં તું ઝંખના દીદી પચ્ચીસ વખત બોલી હતી.

વ્યોમા..
તે બોલે જ ને. એ મારા નણંદ બા થવાના છે.

કિરણ..
એટલે અત્યારથી ચમચા ગીરી કરવા બેસી. ચાલ હવે કહેવું પડશે. મેસેજ મેઘના મેડમનો છે.

વ્યોમા...
અરે.. ભાઈ.. સારું કહેવાય. તમારું ભાગ્ય ખુલી ગયું છે. આજથી તમારા ભાગ્યમાં છોકરીઓ જ છોકરીઓ છે. શું લખ્યું છે મેઘના મેડમે? એ આપણી જ્ઞાતિના છે મમ્મીને‌ જાણે છે. મને એનો ફોટો બતાવો. શું નામ છે એ છોકરીનો?

કિરણ..
પણ હજુ મેં ક્યાં કહ્યું છે કે બાયોડેટા આવ્યો છે? મેં ફક્ત એટલું કહ્યું કે મેઘના મેડમનો મેસેજ છે.

વ્યોમા..
મારું અનુમાન સાચું જ હોય. તમે ફોન પરની વાતચીત કહી હતી. મને એનો ફોટો બતાવો. શું નામ છે?મારી ભવિષ્યની ભાભી કેવી છે? જોઉં તો ખરી કે કેવી દેખાય છે?

કિરણ...
જા...નામ નહીં કહું. નામ કહું એટલે કહીશ કે હું એને ઓળખું છું. સારું તારી મજાક નથી કરવી. નામ એનું કાવ્યા છે.

નામ સાંભળીને કાવ્યા ચમકી ગઈ.
ઓહ... કાવ્યા?.. મને ફોટો બતાવો.

કિરણ..
જો .. હું કહેતો હતો ને.. નામ અને ફોટો જોઈને કહીશ કે હું ઓળખું છું.
( શું વ્યોમા કાવ્યાને ઓળખે છે? કિરણ કોને પસંદ કરશે. નસીબમાં કોણ હશે?)
- કૌશિક દવે