Abhinetri - 49 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 49

Featured Books
  • The Omniverse - Part 5

    (Destruction Cube) அழித்த பிறகு,ஆதியன் (Aethion) பேய்கள் மற்...

  • The Omniverse - Part 4

    தீமையின் எழுச்சி – படையெடுப்பு தொடங்குகிறதுதற்போது, டீமன்களு...

  • அக்னியை ஆளும் மலரவள் - 12

     மலரியின் அக்கா, ஸ்வேதா வருவதைப் பார்த்து, “நீயே வந்துட்ட, எ...

  • அக்னியை ஆளும் மலரவள் - 11

    “நீ கோபப்படுற அளவுக்கு இந்த ஃபைலில் அப்படி என்ன இருக்கு?” என...

  • The Omniverse - Part 3

    வெற்றிட சோதனை - ஒரு தகுதியான வாரிசைக் கண்டுபிடிக்கபல டிரில்ல...

Categories
Share

અભિનેત્રી - ભાગ 49

અભિનેત્રી 49*
                          
         આજે સુમધુર ડેરીના પ્રોડૉક્ટની એડ શૂટ કરવા મિડિયા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયોમાં ઉર્મિલાએ જવાનુ હતુ.આથી બરાબર સાત વાગે શર્મિલાએ પેક અપ કરાવ્યુ.અને પોતાની કારમા આવીને બેસી.ત્યા નિર્મલ આવ્યો.
"મેડમ.હુ બાઈક પર આગળ જઈને શૂટની તૈયારી કરાવુ છુ."
 "ઓકે.હુ અહીંથી પહેલા ઘરે જઈશ.તુ ત્યા જઈને પહેલા ચેક ક્લેકટ કરીને મને ઈન્ફોમ કર એટલે મને આવવાની ખબર પડે.નહીતો ઘણી કંપની વાળા એડતો કરાવી લે છે પરંતુ પછી પૈસાને બદલે તારીખો જ આપ્યા કરે છે."
શર્મિલાના સજેશનથી નિર્મલ પણ એગ્રી હતો.
"બીલકુલ સહી બાત હે.અને ત્યાંથી સ્ટુડીયો ક્યા દુર છે?બહુ બહુ તો પંદર મિનિટ.હૈના?"
 "રાઈટ."
શર્મિલાએ કહ્યુ અને નિર્મલ એની બાઈક લઈને મિડિયા પ્રોડક્શન રવાના થયો.અને શર્મિલા પોતાના ઘર તરફ.
એણે ડ્રાઇવ કરતા કરતા ઉર્મિલાને ફૉન કર્યો.
 "ક્યા પોંહચી ઉર્મિ?"
 "અંધેરી ફ્લાયઓવર બ્રિજ પર."
 "એટલે હજુ કલાક પાકી."
શર્મિલાએ આમ કહ્યુ તો ઉર્મિલા બોલી.
 "શુ કલાક?અડધી કલાકમા આવી જઈશ."
 "તને ત્યા બ્રિજ પર ટ્રાફિક નડશે ઉર્મિ જોજે." 
શર્મિલાએ પોતાનો અનુભવ કામે લગાડતા કહ્યુ.તો ઉર્મિલાએ જવાબ આપ્યો.
"એતો તમારા ફોર વ્હીલરને ટ્રાફિક નડે.અમારુ ટુ વ્હીલર તો ગમે ત્યાથી નીકળી જાય સમજી?"
 "સારૂ.સારૂ.આવ ત્યારે."
 કહીને શર્મિલાએ ફૉન મૂકીને ડ્રાઈવિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.
 શર્મિલા ઘરે પોંહચી અને એની પાંચ જ મિનિટ બાદ ઉર્મિલા બુરખો ઓઢીને એની સ્કૂટી પર આવી.આ દરમિયાન નિર્મલે ફૉન કરીને શર્મિલા ને જાણ કરી દીધી હતી કે કંપની તરફથી ચેક મળી ગયો છે.
    શર્મિલાએ પોતાના હાથે ઉર્મિલાને પોતાના કપડા પહેરાવીને રેડી કરી.
 "વાહ ઉર્મિ.તુ તો બની ગઈ શર્મી."
 ઉર્મિલાએ ફુલ સાઈઝના મિરરમા પોતાનુ પ્રતિબિંબ જોયુ.અને મનોમન બબડી.
 "વાહ ઉર્મિ.તુ પણ કોઈ હિરોઈનથી કમ નથી."
 "સાંભળ."
શર્મિલાએ એને ઉદ્દેશી.એણે શર્મિલા તરફ જોયુ.તો શર્મિલાએ એને એના મોબાઈલમાં નિર્મલનો ફોટો દેખાડ્યો.
"આ થોબડાને ધ્યાનથી જો અને એને દિમાગ માં બરાબર ફીટ બેસાડી દે."
 "કોણ છે આ?"
"આ આપણો સેક્રેટરી નિર્મલ છે.એના ચેહરાની સાથો સાથ એનુ નામ પણ યાદ રાખજે.એ તને મિડિયા પ્રોડક્શનના ગેટ પાસે મળશે.અને તને ગાઈડ કરશે.એને ડાઉટ ન પડવા દેતી કે તુ હુ નથી."
 "ઠીક છે શર્મી.હુ નીકળુ હવે?સવા આઠ થઈ ગયા છે."
"આલે આ ગાડીની ચાવી.બેસ્ટ ઑફ લક."
 શર્મિલાએ ઉર્મિલાને શુભકામનાઓ આપી.
ઉર્મિલા જ્યારે મિડિયા પ્રોડક્શન હાઉસ પોહચી ત્યારે નિર્મલ એની રાહ જોતો ગેટ પાસે જ ઉભો હતો.એણે ઉર્મિલાના હાથમા ત્રણ લાખનો ચેક મૂક્યો.અને અંદર સ્ટુડીયોમા એને દોરી ગયો. 
   સુમધુર દૂધની.એક ચાઈલ્ડ આર્ટિસ્ટ સાથે શૂટ કરવાનુ હતુ.નવ વાગે શૂટ સ્ટાર્ટ કર્યું અને સાડા અગિયાર વાગે શૂટ પુરુ પણ થઈ ગયુ. આ શૂટમાં ઉર્મિલાને બહુ મજા પણ આવી.
શૂટ પતાવીને એ કારમા આવીને બેઠી.એ આજના કામથી એટલી બધી એક્સાઈટેડ થઈ હતી કે ગાડી સ્ટાર્ટ કરીને એણે તરત શર્મિલાને કૉલ કર્યો.
 "હાય શર્મી."
ઉર્મિલાના સ્વરની ઉત્તેજનાથી જ શર્મિલા સમજી ગઈ કે બધુ હેમખેમ પાર પડી ચુક્યુ છે.
છતા એણે પૂછ્યુ.
 "બોલ ઉર્મિ.કેવુ રહ્યુ તારુ શૂટ?"
 "ફેંટાસ્ટીક.અને મજા પણ ખુબ આવી."
 "તો જલ્દી આવ.હુ ડિનર મંગાવી રાખુ છુ."
ઉર્મિલાએ ઘરે આવીને શર્મિલાના હાથમા ચેક મૂક્યો.ચેક હાથમા લઇને શર્મિલાએ એક પ્લેન પેપર ઉર્મિલાને આપતા કહ્યુ.
 "આમા તારી બેંક ડીટેલ નોટ કર.હુ કાલે બેંકમા ચેક નાખીશ.મારા એકાઉન્ટમા પૈસા ટ્રાન્સફર થતા જ તારા ખાતામાં ટ્રાન્સફર કરી દઈશ."
 "કેટલા કરીશ?"
ઉર્મિલાએ પૂછ્યુ.
 "કેટલા એટલે?ત્રણ જ કરીશ વધારે નહી કરુ કાય."
 "ત્રણ નહી.દોઢ જ નાખજે."
 "કેમ?"
શર્મિલાએ નવાઈ પામતા પૂછ્યુ.તો ઉર્મિલાએ કહ્યુ.
 "અડધા તારા અડધા મારા.ફિફ્ટી ફિફ્ટી."
"નો વે.નો ફીફ્ટી ફિફટી.મહેનત તે કરી તો પૈસા પણ તને જ મળશે?"
 "મહેનત મે કરી તો શુ થયુ.નામ તો તારુ જ હતુ ને?"
ઉર્મિલાની વાત આમતો વ્યવહારિક હતી પણ શર્મિલા નમતુ જોખવા તૈયાર ન હતી.એણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ.
 "જો ઉર્મિ.હુ એડ તો કરતી જ નથી.ફ્કત તારા માટે જ આ અસાઇન્મેંટ સાઈન કર્યું છે.એટલે એના જે પણ પૈસા મળશે એ તારા જ હશે."

 (બન્ને બહેનોનો આ પ્યાર.આ લાગણી શુ સદા કાયમ રહેશે?ઉર્મિલા સૂનીલથી સત્ય ક્યા સુધી છુપાવી શકશે?)