પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો

(17)
  • 488
  • 0
  • 4.2k

શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. સવારના તાજા ખબર વાંચતાં તેઓ ઠંડીનો આનંદ માણી રહ્યા હતા. તેમનું જીવન શાંત અને સરળ હતું, જાણે કોઈ નદી ધીરે ધીરે પોતાના કિનારે વહી રહી હોય. આ સરળતા, પેઢીઓથી ચાલી આવતી પરંપરાનો ભાગ હતી. તેમના પિતા, દાદા અને પૂર્વજો સોનીકામમાં કુશળ હતા, અને હરગોવનદાસ પણ આ જ માર્ગે ચાલ્યા હતા. તેમની દુકાન શહેરના જૂના બજારમાં હતી. જ્યાં વર્ષોથી પીળા ધાતુની ચમક અને ટાંકણાના અવાજો રોજ ગુંજતા હતા. હરગોવનદાસ માટે સોનીકામ માત્ર એક વ્યવસાય નહોતો, તે એક કળા, એક ધર્મ અને એક વારસો હતો, જેનું પાલન કરવું તેમનું કર્તવ્ય હતું. તેઓ પોતાના આ ધંધામાં ખુશ હતા અને પરિવાર માટે જરૂરી જીવનનિર્વાહની તમામ સગવડ પૂરી પાડવા સક્ષમ હતા.

1

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1

પ્રકરણ ૧: સ્વપ્નોનું બીજારોપણ શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. તાજા ખબર વાંચતાં તેઓ ઠંડીનો આનંદ માણી રહ્યા હતા. તેમનું જીવન શાંત અને સરળ હતું, જાણે કોઈ નદી ધીરે ધીરે પોતાના કિનારે વહી રહી હોય. આ સરળતા, પેઢીઓથી ચાલી આવતી પરંપરાનો ભાગ હતી. તેમના પિતા, દાદા અને પૂર્વજો સોનીકામમાં કુશળ હતા, અને હરગોવનદાસ પણ આ જ માર્ગે ચાલ્યા હતા. તેમની દુકાન શહેરના જૂના બજારમાં હતી. જ્યાં વર્ષોથી પીળા ધાતુની ચમક અને ટાંકણાના અવાજો રોજ ગુંજતા હતા. હરગોવનદાસ માટે સોનીકામ માત્ર એક વ્યવસાય નહોતો, તે એક કળા, એક ધર્મ અને એક ...Read More

2

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 2

પ્રકરણ ૨: યશની કારકિર્દી: સંઘર્ષ અને સફરની ગાથા યશે સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. આ પ્રવેશ મેળવવા પાછળની મહેનત સામાન્ય ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના બે વર્ષ તેના માટે ખરી તપસ્યા સમાન હતા. જ્યારે તેના મિત્રો મોજ-મસ્તીમાં કે હરવા-ફરવા જવામાં ધ્યાન આપતા, ત્યારે યશે પોતાના લક્ષ્ય તરફ નજર રાખી. તેણે પોતાના પુસ્તકો સાથે મિત્રતા બાંધી દીધી અને હંમેશા તેમાં જ ખોવાયેલો રહેતો.તેણે રાતોની ઊંઘ અને દિવસનો આરામ છોડી દીધો. સારા માર્ક્સ લાવવા માટે, તેણે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ રાખ્યા. તે જાણતો હતો કે આ ખર્ચ પરિવાર માટે મુશ્કેલ છે, તેથી તેણે પોતાના તમામ શોખ, નાની-મોટી ઈચ્છાઓ અને મિત્રો સાથેની મોજ-મસ્તીને બાજુ ...Read More

3

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 3

યશ હવે માત્ર ત્રણ જ વર્ષમાં શહેરની એક પ્રતિષ્ઠિત કન્સ્ટ્રકશન કંપની 'અમર ઇન્ફ્રાકોન'નો 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ' બની ગયો તેની નવી ઓફિસ ગિફ્ટ સિટીના એક ટાવરમાં હતી, જ્યાંથી સાબરમતી નદીનો મનોરમ્ય કિનારો દેખાતો હતો. ત્રણ વર્ષ પહેલાં, સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, સારા માર્ક્સ અને GATE ની સફળતાએ તેને આ નોકરી અપાવી હતી.... નોકરી મળ્યાનું પહેલું વર્ષ તો ફક્ત શીખવામાં નીકળી ગયું.મટીરીયલની ક્વોલિટી ચેક કરવી, લેબર સાથે વાત કરવી, સરકારી નિયમો સમજવા... પરંતુ યશની ખૂબી હતી તેની ધગશ. તે માત્ર 'કામ પૂરું કરવું' તેમાં નહોતો માનતો, તે 'કામ શ્રેષ્ઠ રીતે કરવું' તેમાં જ માનતો. તેને ઘણીવાર પોતાની જાત સાથે વાત કરવાની ...Read More

4

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 4

પ્રકરણ -૪ સાત ફેરાથી સાત પગલાં:વ્યવસાયિક ભાગીદારી તરફ યશની કેબિનમાં સવારના શાંત વાતાવરણમાં પણ તણાવ ભારોભાર ભરેલો હતો. મળેલી જાણકારી પછી યશની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેની ઓફિસની કેબિનમાં એસીનું કૂલિંગ હોવા છતાં તેને પરસેવો વળી રહ્યો હતો. બહાર સાઈટ પરની કામગીરી અને કારીગરોનાં ગુંજતા અવાજો વચ્ચે પણ તેના મગજમાં એક જ સવાલ ગુંજતો હતો: "આ એકાએક શું થઈ ગયું?" કરોડોનો પ્રોજેક્ટ, હજારો શ્રમિકોનું ભાવિ, અને તેની કરિયરની સૌથી મોટી સિદ્ધિ... એક ઝટકે થંભી ગઈ! તેની કંપની અમર ઇન્ફ્રાકોનનો કરોડોના ખર્ચે આકાર પામનાર ડ્રીમ પ્રોજેક્ટ, જેના પર યશ કદાચ મનોમન 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ' તરીકે પોતાનું ભાવિ ...Read More

5

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 5

પ્રકરણ - 5: એક સવાલ અને નવા સંઘર્ષની શરૂઆત નિધિના સવાલે લિવિંગ રૂમમાં કોફીની સુગંધ વચ્ચે એક અણધાર્યો વિસ્ફોટ હતો. યશના મગજમાં વિચારોનું ગુંજન શરૂ થયું. તે માત્ર એક એન્જિનિયર નહોતો, તે એક સર્જનહાર હતો. આટલાં વર્ષો સુધી તેણે જે કર્યું હતું, તે માત્ર બીજા કોઈના સ્વપ્નના નકશા પર સિમેન્ટ અને સ્ટીલ ભરવાનું કામ હતું. જિંદગીમાં નોકરીમાં આવી પડેલી અચાનક રુકાવટે પહેલાં તેના જીવનનો પાયો હચમચાવી નાખ્યો, પણ પછી મજબૂત ઇરાદા અને દૃઢ ઇચ્છાશક્તિને લીધે આવેલા તોફાન અને ભૂકંપ સામે તેનો પાયો હચમચી ગયા બાદ પણ, ધીમે ધીમે તેની ઉપરની ઇમારતને મજબૂતી પ્રદાન કરવામાં તે સફળ રહ્યો. પણ અત્યારે ...Read More

6

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 6

પ્રકરણ - ૬: પ્રથમ ઈંટ અને સંઘર્ષનું સિમેન્ટ યશ અને નિધિએ એકબીજા સામે જોયું. તેમના પરિવારનું સમર્થન તેમની પીઠબળ ઊભું હતું. હવે પાછળ હટવાનો કોઈ સવાલ નહોતો. નોકરીમાંથી મુક્તિનો પડાવ બીજા જ દિવસે સવારે, યશ મજબૂત અને દ્રઢ નિર્ણયશક્તિ સાથે જ્યારે 'અમર ઇન્ફ્રાકોન'ની ઑફિસમાં રાજીનામું આપવા પહોંચ્યો, ત્યારે વાતાવરણ અપેક્ષા કરતાં વધુ તણાવપૂર્ણ હતું. તેના રાજીનામાની વાત સાંભળીને ઑફિસમાં ઉપસ્થિત તમામને પહેલાં તો એક મજાક લાગી, પણ પછી યશના મુખભાવ પર એવા કોઈ ચિહ્નો જોવા ન મળ્યા ત્યારે સૌને આંચકો લાગ્યો હોય તેવું મહેસૂસ થયું. ઘણાને લાગ્યું, જાણે યશને સવાર-સવારમાં મગજ પર કોઈ અસર તો નથી થઈ ગઈ ...Read More

7

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 7

પ્રકરણ ૭: સંબંધોનો સંઘર્ષ અને વારસાગત સપના નાનકડા પ્રોજેક્ટની સફળતા પછી યશ અને નિધિના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો થયો હતો. સફળતા અને સમયસર કામ પૂરું કરવાની તેમની નીતિ, તેમના જીવનના મોટા ધ્યેયને સિદ્ધ કરવા માટેનું પ્રથમ મજબૂત પગથિયું બની. બજારમાં 'યશ-નિધિ કન્સ્ટ્રક્શન્સ અને ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ' ની શાખ (પ્રતિષ્ઠા) વધવા લાગી. તેમની નાનકડી કન્સ્ટ્રક્શન ફર્મ કામની ગુણવત્તા જાળવીને નિયત સમય મર્યાદામાં યોગ્ય કામ કરી આપવા બાબતે જાણે રોકેટ ગતિ પૂરી પાડી રહી હોય તેમ, તેમને પ્રોજેક્ટ્સ માટે અવનવા કામો મળતા રહ્યા. તેઓ આ તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરતા રહ્યા અને તેમની પ્રગતિનો ગ્રાફ સતત ઊંચો જતો રહ્યો. યશને લાગવા માંડ્યું ...Read More

8

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 8

️ પ્રકરણ ૮: ભૂતકાળનો પડછાયો અને બજારના દાવપેચ વિસ્મયના આગમનથી યશનું લક્ષ્ય હવે બમણી ઊર્જા સાથે સ્પષ્ટ થઈ ચૂક્યું તેનું એકમાત્ર ધ્યેય હતું: પોતાના સામ્રાજ્યનો પાયો એવો મજબૂત બનાવવો, જેનો વારસો વિસ્મય ગર્વથી સંભાળી શકે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે 'યશ-નિધિ કન્સ્ટ્રક્શન્સ અને ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ' હવે માત્ર નાના પ્રોજેક્ટ્સ પૂરતી સીમિત રહી શકે તેમ નહોતી. યશની નજર બજારમાં ઉપલબ્ધ મોટા કોન્ટ્રાક્ટ્સ પર હતી, જે તેમની કંપનીના કદ અને પ્રતિષ્ઠાને એક નવી ઊંચાઈ પર લઈ જાય. સદભાગ્યે, સપનાની પાંખોને ઊંચે ઉડાડવા માટેની એક મોટી તક સામેથી આવીને ઊભી રહી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા એક પ્રતિષ્ઠિત હાઉસિંગ પ્રોજેક્ટ માટેના ટેન્ડરની ...Read More