શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. સવારના તાજા ખબર વાંચતાં તેઓ ઠંડીનો આનંદ માણી રહ્યા હતા. તેમનું જીવન શાંત અને સરળ હતું, જાણે કોઈ નદી ધીરે ધીરે પોતાના કિનારે વહી રહી હોય. આ સરળતા, પેઢીઓથી ચાલી આવતી પરંપરાનો ભાગ હતી. તેમના પિતા, દાદા અને પૂર્વજો સોનીકામમાં કુશળ હતા, અને હરગોવનદાસ પણ આ જ માર્ગે ચાલ્યા હતા. તેમની દુકાન શહેરના જૂના બજારમાં હતી. જ્યાં વર્ષોથી પીળા ધાતુની ચમક અને ટાંકણાના અવાજો રોજ ગુંજતા હતા. હરગોવનદાસ માટે સોનીકામ માત્ર એક વ્યવસાય નહોતો, તે એક કળા, એક ધર્મ અને એક વારસો હતો, જેનું પાલન કરવું તેમનું કર્તવ્ય હતું. તેઓ પોતાના આ ધંધામાં ખુશ હતા અને પરિવાર માટે જરૂરી જીવનનિર્વાહની તમામ સગવડ પૂરી પાડવા સક્ષમ હતા.
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1
પ્રકરણ ૧: સ્વપ્નોનું બીજારોપણ શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. તાજા ખબર વાંચતાં તેઓ ઠંડીનો આનંદ માણી રહ્યા હતા. તેમનું જીવન શાંત અને સરળ હતું, જાણે કોઈ નદી ધીરે ધીરે પોતાના કિનારે વહી રહી હોય. આ સરળતા, પેઢીઓથી ચાલી આવતી પરંપરાનો ભાગ હતી. તેમના પિતા, દાદા અને પૂર્વજો સોનીકામમાં કુશળ હતા, અને હરગોવનદાસ પણ આ જ માર્ગે ચાલ્યા હતા. તેમની દુકાન શહેરના જૂના બજારમાં હતી. જ્યાં વર્ષોથી પીળા ધાતુની ચમક અને ટાંકણાના અવાજો રોજ ગુંજતા હતા. હરગોવનદાસ માટે સોનીકામ માત્ર એક વ્યવસાય નહોતો, તે એક કળા, એક ધર્મ અને એક ...Read More
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 2
પ્રકરણ ૨: યશની કારકિર્દી: સંઘર્ષ અને સફરની ગાથા યશે સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. આ પ્રવેશ મેળવવા પાછળની મહેનત સામાન્ય ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના બે વર્ષ તેના માટે ખરી તપસ્યા સમાન હતા. જ્યારે તેના મિત્રો મોજ-મસ્તીમાં કે હરવા-ફરવા જવામાં ધ્યાન આપતા, ત્યારે યશે પોતાના લક્ષ્ય તરફ નજર રાખી. તેણે પોતાના પુસ્તકો સાથે મિત્રતા બાંધી દીધી અને હંમેશા તેમાં જ ખોવાયેલો રહેતો.તેણે રાતોની ઊંઘ અને દિવસનો આરામ છોડી દીધો. સારા માર્ક્સ લાવવા માટે, તેણે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ રાખ્યા. તે જાણતો હતો કે આ ખર્ચ પરિવાર માટે મુશ્કેલ છે, તેથી તેણે પોતાના તમામ શોખ, નાની-મોટી ઈચ્છાઓ અને મિત્રો સાથેની મોજ-મસ્તીને બાજુ ...Read More
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 3
યશ હવે માત્ર ત્રણ જ વર્ષમાં શહેરની એક પ્રતિષ્ઠિત કન્સ્ટ્રકશન કંપની 'અમર ઇન્ફ્રાકોન'નો 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ' બની ગયો તેની નવી ઓફિસ ગિફ્ટ સિટીના એક ટાવરમાં હતી, જ્યાંથી સાબરમતી નદીનો મનોરમ્ય કિનારો દેખાતો હતો. ત્રણ વર્ષ પહેલાં, સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, સારા માર્ક્સ અને GATE ની સફળતાએ તેને આ નોકરી અપાવી હતી.... નોકરી મળ્યાનું પહેલું વર્ષ તો ફક્ત શીખવામાં નીકળી ગયું.મટીરીયલની ક્વોલિટી ચેક કરવી, લેબર સાથે વાત કરવી, સરકારી નિયમો સમજવા... પરંતુ યશની ખૂબી હતી તેની ધગશ. તે માત્ર 'કામ પૂરું કરવું' તેમાં નહોતો માનતો, તે 'કામ શ્રેષ્ઠ રીતે કરવું' તેમાં જ માનતો. તેને ઘણીવાર પોતાની જાત સાથે વાત કરવાની ...Read More