આસપાસની વાતો ખાસ

(16)
  • 10.3k
  • 0
  • 5.2k

આપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય જેનું વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે. કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે. વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે કેટલીક વાર્તાઓ સ્પર્શીય છે. વાંચ્યા પછી મગજમાં ઘૂમતી રહે એવી. બધી જ ઘટનાઓ સાચી છે. એક વાર્તા 'લેણીયત કે દેણીયાત ' સિવાય. એ વાર્તા એક જૂની લોકકથા કે દંતકથા છે. એમાં આખરે સંદેશ મળે છે કે ધન કરતાં સંતાન, કુટુંબ વધુ અગત્યનાં છે. ધન લોભી શેઠની વાત વાંચી પ્રશ્ન ઉઠે જ કે સંતાન અગત્યનું કે સંપત્તિ?

1

આસપાસની વાતો ખાસ - 1

પ્રસ્તાવનાઆપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે.કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે.વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે કેટલીક ...Read More

2

આસપાસની વાતો ખાસ - 2

વિઘ્નહર્તાઅમે બન્ને, વિશ્રુત અને વૃંદા, ગપાટા મારતાં હતાં. ઓચિંતું વિશ્રુત કહે "યાદ છે ને! તારી મમ્મીએ ગણેશજીની મૂર્તિ લઈ કહ્યું છે. અને એને લગતી બધી ખરીદી પણ કરવાની છે.""કહ્યું છે મને, કામનો ફડકો તને છે." મેં તેને છાતી પર હળવો ધબ્બો મારતાં કહ્યું."તારી ઉપર વિશ્વાસ છે એને." કહેતાં એણે મારા ગાલે ચીટીયો ભર્યો. અમે હેલ્મેટ અને માસ્ક પહેર્યા અને નીકળ્યાં બાઇક ઉપર એ બજાર તરફ. વડોદરાનું સંધ્યાનું ફૂલગુલાબી આકાશ જોતાં.કુણો તડકો વૃક્ષોનાં પર્ણો ચમકાવી રહ્યો હતો. અમે સાંજના ટ્રાફિકમાંથી જોડાજોડ બેસી જતાં હતાં. ત્યાં ઓચિંતો પવન ફૂંકાવા લાગ્યો અને કાળાં ડિબાંગ વાદળો ઉમટી પડ્યાં. આગળ દેખાય નહીં તેવી ધૂળની ...Read More

3

આસપાસની વાતો ખાસ - 3

2.ઓનલાઇન ઓફલાઈનમા ને થેલી અને પર્સ લઇ જતી જોઈ દીકરાએ પૂછ્યું કે તે આટલી ઉતાવળમાં ક્યાં જાય છે. મા કહ્યું “બસ, આ નજીકમાં જ. અમુક ખરીદી કરવા જલ્દી જવું પડશે. નહીં મળે તો દૂર પણ જવું પડશે.”દીકરાએ કહ્યું “તું ઘણું કામ કરે છે. આટલે દૂર ચાલીને જવું રહેવા દે. અમુક કામ પતે એટલે હું પોતે જઈ આવીશ. થોડો સમય આપ.“માએ પોતે મંગાવતી હતી તે વસ્તુઓનું લીસ્ટ દીકરાને પકડાવી તેને અમુક ખરીદી કરી લાવવા કહ્યું.દીકરો કોઈ કામમાં હતો પણ તેણે ના પાડી નહીં.કામ લાંબુ ચાલ્યું. આખરે દીકરો કહે "અરે મા, આજકાલ તો ઓનલાઇનનો જમાનો છે. બધું ઘર આંગણે આવી જાય. ...Read More

4

આસપાસની વાતો ખાસ - 4

3. અજાણી મદદગારકોલેજથી છૂટી હું દોડતી નજીકનાં બસસ્ટોપ પર ગઈ. મારા ઘરના રૂટની બસ આવી એટલે ધક્કામુક્કી વચ્ચે આખરે બસમાં ચડી. બસમાં ભીડ ઘણી હતી પણ મને જગ્યા મળી ગઈ.કંડકટર પંચ ખખડાવતો, ‘કોઈ બાકી ટિકિટમાં?’ બોલતો મુસાફરોને ટિકિટ આપવા ભીડ વચ્ચે માર્ગ કરતો આગળ આવી રહ્યો. થોડી જ વારમાં તે મારી નજીક આવ્યો. તેણે મારી સામું જોયું. તેને ખ્યાલ આવી ગયેલો કે હું આગલા સ્ટોપથી જ ચડેલી. મેં મારી પાસેના ચોપડા મારી બગલમાં દબાવ્યા, એક સીટના હાથાનો સહારો લીધો અને ટિકિટ લેવા મારી પર્સ ખોલી.મારાં આશ્ચર્ય વચ્ચે પર્સ સાવ ખાલી નીકળી. અંદરનાં પોકેટ્સ ફંફોસ્યાં. બધું જ ખાલીખમ! કોઈએ ...Read More

5

આસપાસની વાતો ખાસ - 5

4. ડોકટર તો ઉપર ગયા!હું મારા જૂના ડોકટરને કોઈક નવાં દર્દ માટે બતાવવા ઘણે વખતે ગઈ.એ ડૉક્ટરનું દવાખાનું એ સેન્ટરમાં નીચે જ્યાં હતું ત્યાં ન જોયું. ડોકટરનું બોર્ડ પણ ન હતું! જો કે રસ્તા પર એમના નામ નીચે આ તરફનો એરો બતાવતું બોર્ડ હતું એટલે હશે કદાચ આટલામાં જ.હું બાજુના મેડિકલ સ્ટોરમાં પૂછવા ગઈ. એ ડોકટર દવા લખી આપતા તે આ કેમિસ્ટ પાસે થી જ લેતી. એને ખ્યાલ હોવો જોઈએ."અહીં બાજુમાં દવાખાનાનું બોર્ડ કેમ નથી? સાહેબ ક્યાં છે?" મેં સ્ટોરમાં પૂછ્યું.સ્ટોરનો માલિક કોઈ કામમાં તો નહોતો, બેઠો બેઠો મોબાઈલ જોતો હતો. તેનું મોં ફૂલેલું હતું. મેં 'હેલો' કહી ...Read More

6

આસપાસની વાતો ખાસ - 6

5.મધરાતનો મિત્રઆજે અમે સહુ હોસ્ટેલાઇટ્સ ખૂબ ટેંશનમાં હતા. અમારી વાર્ષિક પરીક્ષા ચાલતી હતી. આ અમારી કારકિર્દીનું અંતિમ વર્ષ હતું. પરીક્ષા પણ અમારી સંસ્થામાં અઘરી ગણાતી. ભલભલા હોંશિયાર કહેવાતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફેઇલ થતા તો ઉચ્ચ કારકિર્દીનાં સપનાં રોળાઈ જતાં. માબાપના લખલૂટ પૈસા પાણીમાં જાય એ અલગ.પહેલા પ્રયત્ને પાસ થવું ખૂબ અઘરું હતું. તે ઉપરાંત જરૂરી ન હતું કે તમે બીજા કે ત્રીજા પ્રયત્ને પણ પાસ થાઓ.આ જ કારણે હું પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે ખૂબ ટેન્શનમાં હતો.મેં આખો દિવસ સતત વાંચ્યા જ કર્યું.સાંજે થોડો વખત ઊભા થઈને ઊંડા શ્વાસ લેતાં હોસ્ટેલની લોબીમાં આંટો મારતાં મેં આજુબાજુની રૂમોમાં જોયું તો સહુ ...Read More

7

આસપાસની વાતો ખાસ - 7

મોટા ઘરની વહુ ગોર મહારાજ હીંચકાને ઠેસી મારતાં બોલ્યા, “અરે યજમાન, એવું સરસ માગું લાવ્યો છું.. આવું મોટું ઘર.. ફળિયું, બહાર મોટો બગીચો, એમાં ફૂલ છોડની હાર..” યજમાનની પત્નીથી પ્રસન્નતા ભર્યું સીસ.. થઈ ગયું. ‘વાહ, બગીચો, એ પણ ઘરમાં?’ તેમનાથી બોલાઈ ગયું. તક ઝડપી ગોર એમની તરફ ફર્યા અને કહે “અરે બગીચો તો ખરો, એમાં વાડ પણ, બહેન, તમે હાથે મૂકો એ મેંદીની. ઉપરાંત, જુઓ બહેન, આપણા ગામમાં છે એમ દીકરીએ પાણી ભરવા કુવે જવું નહીં પડે. ઘરમાં જ એઈ ને પાણીનો મોટો દદુડો પાડતો નળ પણ છે હોં!” યજમાન કહે “સારું, સારું. પણ ઘર કેવું?” યજમાન ઘર એટલે ...Read More

8

આસપાસની વાતો ખાસ - 8

7. ભરોસોતેઓ એ એરલાઈનના એક સિનિયર અધિકારી હતા.ઓફિસના કામે આજે અન્ય શહેરમાં ગયેલા. કામ પૂરું થતાં તોફાની હવામાન વચ્ચે આ શહેરથી પોતાને શહેર, પોતાને ઘેર જવા અન્ય મુસાફરો સાથે ફ્લાઈટ પકડી.કાળાં ડિબાંગ વાદળો અને જોરથી ફૂંકાતા પવનો વચ્ચે એરપોર્ટ પરનો કાળા સફેદ પટ્ટા વાળો હવાની રૂખ બતાવતો પટ્ટો આમથી તેમ ફડફડતો હતો ત્યાં સામેનાં શહેરમાં હવામાન ક્લિયર છે તેમ સૂચના મળતાં પાઇલોટે ફ્લાઈટ ઉપાડી તો ખરી.ચોમાસાના દિવસો હતા. વિમાન ઉડ્યું ત્યારે તો હવામાન ચોખ્ખું હતું પણ ઓચિંતો હવામાનમાં પલટો આવી વરસાદ અને ગાજવીજ થવા લાગી. આકાશમાં જ તોફાન વચ્ચે વિમાન ફસાયું.જોરદાર પવનમાં વિમાન સખત હાલકડોલક થવા લાગ્યું. બારી બહાર ...Read More

9

આસપાસની વાતો ખાસ - 9

8.શ્રદ્ધા!તે મહાશયને આપણી કહેવતો પર ખૂબ શ્રદ્ધા હતી. તેઓ કહેતા ફરતા કે કહેવતો ખૂબ ડહાપણથી આપણા પૂર્વજોએ બનાવી છે એ મુજબ વર્તવાથી ફાયદો જ થાય.'ફરે તે ચરે' એ કહેવત સાંભળી તેઓ પોતાનો વિસ્તાર છોડી બીજે વેપાર કરવા ગયા તો ખૂબ ફાયદો થયેલો. ત્યાં હરીફાઇ ઓછી નડી અને અજાણ્યા માણસોનો સાથ મળ્યો, નવો અનુભવ પણ મળ્યો.તેમાં પણ આગળ જતાં 'બોલે તેનાં બોર વેંચાય' સાંભળી તેણે એક લાઉડસ્પીકર લઈ લીધું અને પોતાનો જ અવાજ મોબાઈલમાં રેકોર્ડ કરી તે સ્પીકર સાથે જોડી ગળાને ઝાઝું કષ્ટ આપ્યા વગર બોલીને ઘણી વધારે કમાણી મેળવી. તેઓ ભલે વેંચતા હતા બીજી કોઈ વસ્તુ, બોર નહીં. લાઉડસ્પીકર ...Read More

10

આસપાસની વાતો ખાસ - 10

9..સાવ અજાણતાંએ તો હું જ સહન કરી શકું. રોજનું થયું. હું પરણીને આવી ત્યારથી એમનો ગુસ્સો સહન કરતી આવેલી. ત્યારે નજીવી બાબતમાં એકદમ ગુસ્સે તો થઈ જાય, જે હાથમાં આવે એનો મારી ઉપર ઘા કરે. મારા હાથ, બાવડું, વાળ, જે અંગ પહેલું હાથમાં આવે એની ઉપર અત્યાચાર થયો સમજવો. તમાચા, ધોલ ને લાતો પણ ખરી. આવી મારકૂટ મારે તો રોજની થઈ ગઈ.બહાર બધું કોને કહેવું? નાહક ઘરના ભવાડા બહાર પાડવા? વાતમાં કાઈં દમ હોય નહીં ને બસ, કારણ વગર મિજાજ જાય એટલે એમનો હાથ ઉપડે. હું તેઓ હાથ ઉપાડે ત્યારે ચૂપચાપ માર ખાઈ એક ખૂણે બેસી આંસુ સારી લેતી. ...Read More

11

આસપાસની વાતો ખાસ - 11

10. હિતેચ્છુ“અરે સાહેબ, હું તો તમારો મિત્ર અને હિતેચ્છુ છું. હું તો તમને મારા ક્લાયન્ટ જ નહીં, મારા અંગત છું. તમે મેં આપેલી પોલિસીઓ ઉપર આગળ જતાં મળતા લાભ માટે કાયમ મને યાદ રાખશો. મેં અપાવેલી પોલિસીઓ તમારી જિંદગી તો સુરક્ષિત કરશે જ, એ સાથે તમને જે લાભ આપશે.. તમે ત્યારે મને યાદ કરશો.જુઓ સાહેબ, લાઈફ કવર સાથે આ તમને અપાવી એ પોલીસના બીજા બેનીફીટ્સ ખૂબ છે. અરે જોજો, ધનની વર્ષા થશે." કહેતાં એજન્ટે મલ્ટિપલ પોલિસીઓનાં પ્રીમિયમનો ચેક લઈ અનિમેષ સાથે હાથ મિલાવ્યા.અનિમેષે જોયું. બધી એમ તો ટર્મ લાઇફ પોલીસીઓ હતી અને અલગ અલગ સમયે પાકતી હતી. અમુક વર્ષે ...Read More

12

આસપાસની વાતો ખાસ - 12

11. શિખરનો પત્થરહોસ્ટેલ લાઇફ તો બધાની સાવ બેફિકર જ હોય. આમ તો અમે બધા જ હોસ્ટેલાઇટ્સ સંપૂર્ણ અવ્યવસ્થિત, બેજવાબદાર ભણવામાં વ્યસ્ત અને પાછા ઘરથી દૂર એકલા એટલે એમ જ હોય. પણ એ અમારા બધામાં સહુથી વધુ લઘરો લાગતો હતો. ત્રણ દિવસે તો નહાય. ભલે નજીક ઉભે એને ગંધાતો લાગે. કપડાં પણ કાર્ટૂન જેવાં પહેરે. ઉપરથી તેને પાનનો શોખ લાગ્યો. હોઠના ખૂણે લાલ થૂંક હોય જ. દોસ્તોની મઝાકનો એને ફેર નહોતો પડતો.જવા દો, દેખાવને શું કરવું છે? પણ જિંદગીમાં અમુક કામ માટે આપણે જવાબદારી લઈએ તો વ્યવસ્થિત રીતે નિભાવવી તો પડે ને? આને તો જવાબદારી એટલે શું એ સમજાતું ...Read More

13

આસપાસની વાતો ખાસ - 13

12. વહેમવાળી જગ્યાઅમે અહીં ખૂબ સારા ગણાતા વિસ્તારમાં આ સુંદર મકાન લીધું. જોતાં જ નજર ચોંટી જાય એવું. મકાનમાલિક જતો રહેલો. કોઈ કહે એની પત્ની અહીં આવીને થોડા વખતમાં ખૂબ માંદી પડી ગયેલી. એને પોતાને પણ કોઈ નાના મોટા કોર્ટ કેઇસ ને એવી કારણ વગરની હેરાનગતિઓ થયેલી એટલે અહીંથી ચાલ્યો ગયેલો.અમને તો આ મકાન ખૂબ ગમ્યું. અને જે થયું તે, આખરે તો એ વિદેશ ગયેલો એટલે સમાજની નજરમાં કાંઈક સારું થયેલું. પણ આજુબાજુના લોકોએ અમને કહ્યું કે મકાન ભલે સારું દેખાય, આ જમીન વહેમવાળી છે.અમે તો હવે લઈ જ લીધેલું અને ખાસ એવામાં માનતાં ન હતાં. છતાં, ભવિષ્યમાં કોઈ ...Read More