સાહિત્ય સંગે.
શબ્દોથી સ્વર્ગ સજાવું, સાહિત્ય સંગે.
અર્થોથી ઉરને પુલકાવું, સાહિત્ય સંગે.
અંતરની આરઝૂને કવિતામાં કંડારું,
શબ્દોથી સારું હું સઘળું આવકારું.
જાણે કોઈ ઉત્સવ મનાવું, સાહિત્ય સંગે.
મળે હમદર્દી હમસફર બનીને મને,
વ્યાપી જાય આનંદ મારા અંગે અંગે.
સજ્જનને સ્વજન ગણાવું, સાહિત્ય સંગે.
પ્રેરણા એ ઈશની હરપળ મળનારી,
વંદુ મા શારદા જે સદાકાળ બક્ષનારી.
સામ્રાજ્ય શબ્દોનું સ્વીકારું, સાહિત્ય સંગે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.