તને કેમ વરસવાનું મન નથી થતું હે વાદળ!
તને કેમ ખર્ચવાનું મન નથી થતું હે વાદળ!
થાક્યા છે સૌ કરીને પ્રતિક્ષા તારી અવિરત,
તને કેમ ગરજવાનું મન નથી થતું હે વાદળ!
ધરા પોરબંદરની ઝંખી રહી છે વરસાદને આજે,
તને કેમ ચમકવાનું મન નથી થતું હે વાદળ!
સૂકા તહેવારો નથી શોભતા ભીંજાવી દે એને,
અનરાધારે ખાબકવાનું મન કેમ નથી થતું હે વાદળ!
વરસી જા મન મૂકીને હજી પણ સમય છે તારો,
તને દઈને હરખવાનું મન કેમ નથી થતું હે વાદળ!
ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.