જેમને આપ્યો પ્રેમ મેં, એણે જ કરી નફરત મને.
જેમને મેં મારા માન્યા, એણે જ કરી શરત મને.
વાત છે સંતાનની જેને ઉછેરીને મોટા કર્યા અમે,
પહોંચે ઠેસ હૃદયને મારા, એણે કીધી હરકત મને.
સમય સમયની બલિહારી, કર્મફળ રે ભોગવવાનું,
કરીને વાતનું વતેસર કદી, ના મળી એ સંગત મને.
હજી તો ગઈકાલે હતાં એ કાલુંઘેલું બોલનારાને,
નથી પડી ખબર હજુ પણ, શું હતી એ બાબત મને.
હરિ તારા દરબારે કેવળ દેર નહિ પણ અંધેર દેખાતી
જીવથી અધિક જાળવ્યાં એ પણ ના લખે ખત મને.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.